SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પટણ : ૪૪૪ : [ જૈન તીર્થને ચંદ્રાવતી તીર્થને પરિચય ૫. શ્રી વિજયસાગરજી મહારાજ પિતાની સમ્મતશિખર તીર્થમાળામાં નીચે પ્રમાણે આપે છે ચંપુરિ ચાર કેશ ચંદ્રપ્રભ જનમ ચંદનંઈ ચરચિ૯ ચત્તરૂ એ, પૂજું પગલો પુલિંત ચંદ્ર માધવ હવડી પ્રથમ ગુણઠાણુઆ એ ” શ્રીજયવિજયજી પિતાની સમેતશિખર તીર્થમાલામાં જ જણાવે છે કેચદ્રપ્રભ જિન અવતર્યાએ ચંદ્રપુરી સુવિસાલ તક શ્રી ચંદ્રપ્રભ પાદુકાએ નિત નમીઈ ત્રિણ કાલ તક (ર૦) પટણું મગધસમ્રાટ શ્રેણિકના પૌત્ર ઉદાયીએ આ નગર વસાવ્યું છે. ગંગાને કિનારે અર્ણિકાપુત્રના હાડકાં (પરી) પર પાટલી વૃક્ષ ઊગેલું હતું તે સ્થાને નગર વસાવ્યુ છે. પાટલી વૃક્ષ ઉપર નગર સ્થપાયું હોવાથી નગરનું નામ પાટલીપુત્ર પડયું. તેમજ ત્યાં ફૂલે ઘણું થતાં હોવાથી તેનું નામ કુસુમપુર પડયું. રાજાએ દરેક સામગ્રી સહિત તેમજ જિનમદિરોથી વિભૂષિત ચાર ખૂણાવાળું નગર વસાવ્યું હતું. ઉદાયીરાજાએ અહીં શ્રી નેમિનાથ પ્રભુજીના સુંદર મંદિરની સ્થાપના કરી હતી. તેમજ હતિશાળા, અશ્વશાળા, રથ શાળા, પ્રાસાદ, મહેલ, કિટલે, દાનશાળા, પૌષધશાળા વગેરે બનાવ્યું. રાજા પરમ આતપાસક જૈન હતા. એક વાર રાજા પૌષધ લઈને સુતા હતા ત્યારે તેના દુશમને તેમને મારી નાંખ્યા. શુભ ભાવનાએ મરી રાજા વાગે ગયા. શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી સાઠ વર્ષ અને મહારાજા ઉદાયી પછી હજામ અને વેશ્યાને પુત્ર નંદ ગાદીએ બેઠે. આ વંશમાં બીજા આઠ રાજાઓ થયા અને નંદ વંશ ચાલે. નવમાં નંદના વખતમાં પરમ ઠાવકના કલ્પકના વશમાં થયેલા શકતાલમંત્રી હતા. તેને રશૂલભદ્રજી અને સિરીયક બે પુત્રો, યક્ષા, ચક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણ(સેણી,વેણ, રણ આ નામની સાત કન્યાઓ હતી. તેઓ અનુક્રમે એક એક વાર સાંભળે તે સર્વે તેમને યાદ રહી જતું. આ નગરમાં કેશા અને તેની બહેન ઉપાશા નામની વેશ્યાઓ હતી, , આ નગરમાં ચાણકય મંત્રી રહેતો. તેણે નંદરાજાના વંશને મૂળથી ઉખેડી મૌય વશની રથાપના કરી, ચંદ્રગુપ્તને ગાદી પર બેસાડો. તેની પછી તેના વંશના બિંદુ સાર, અશક અને કુણાલ નામના રાજાઓ થયા, પછી કુણાલપુત્ર સંપ્રતિ રાજા થયા તે ત્રણ ખંડ ભરતક્ષેત્રના સ્વામી હતા. પરમ શ્રાવક થયા. અનાર્ય દેશોમાં પણ સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની પ્રભાવના કરી હતી. સુપ્રસિદધ વાચક ઉમાસ્વાતિજી મહારાજે સભાષ્ય તવર્યાધિગમસૂત્ર અહીં જ બનાવ્યું. “
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy