SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે ન તો ઇતિહાસ ] : ૪૩૭ : બનારસ આ નગરીમાં નંદ નામને નાવિક થયે જેણે ધર્મચિ અણગારની વિરાધના કરી, તેમના હુંકારથી ભસ્મીભૂત થઈ, મૃત્યુ પામી, તે નાવિક હકીલ થયે અને આટલા ભવ કર્યા. "गंगाए नाविओ नंदो सभाए घर कोइलो। हसो मयंगे तीराए सीहो अंजणपन्चए ॥१॥ वाराणसीए बडओ राया तत्थेव आयओ। एएसि पायगो जो उसो इत्थेव समागओ ॥२॥" છેલ્લા ભવમાં એ નાવિક કાશી નગરીમાં જ રાજા થયો અને જાતિમિરણ જ્ઞાન થયું. તેણે એક અર્થે શ્લોક બનાવ્યા જેની પૂર્તિ ધર્મરૂચિ અણગારે કરી. રાજાએ પોતાના પાપની આલેચના કરી ક્ષમા માંગી અને પરમાતે પાસક થ. ધર્મરૂચિ અણુગાર કર્મ અપાવી મોક્ષે ગયા. ' આ નગરીમાં સંવાહન નામને રાજા થયો. તેને એક હજાર કન્યાઓ હતી, એક વાર શત્રુ રાજા આ નગરી ઉપર ચઢી આવ્યું ત્યારે રાણીના ગર્ભમાં રહેલા અંગવીર રાજ અને રાજલક્ષમીની રક્ષા કરી હતી. ' આ નગરીમાં બલ નામના ચંડાલ મુનિ થયા. તેમણે ત્યાંની રાજપુત્રી ભદ્રાને, અને તેના દ્વારા ત્યાંના બ્રાહ્મણને પ્રતિબંધ આપ્યા હતા. - વારાણસી નગરીમાં ભદ્રસેન શેઠ હતા. તેમની નંદા નામની પત્ની હતી. તેમને નંદશ્રી નામની પુત્રી હતી. ત્યાં કે ચેત્યે શ્રી પાર્શ્વનાથ પ્રભુ પધાર્યા. નંદશ્રીએ પ્રભુ પાસે દીક્ષા લીધી, પછી કંઈક શિથિલતા આવી ગઈ. ત્યાંથી કાળ કરી શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ. ભગવાન મહાવીરસ્વામી રાજગૃહમાં પધાર્યા ત્યાર શ્રીદેવીએ ત્યા આવી નાટ્યવિધિ બતા હતા. આ નગરમાં ધર્મઘોષ અને ધર્મયશ નામના બે અણગારે ચાતુર્માસ હતા. નિરંતર માસક્ષમણ કરતા. એક વાર ચોથા માસક્ષમણને પારણે ત્રીજી પિરસીમાં વિહાર માટે ચાલ્યા. શરદ્ ત્રાતની ગરમીને અને તરસ લાગી. ગંગા ઉતરતાં મનમાં લેશ પણ અનેષણય પાણીની ઈચ્છા ન કરી. તેમના ગુણેથી આકર્ષાઈ દેવતાએ દધિ આદિ લહેરાવવા માંડયું; તૃષાથી અત્યંત પીડાવા છતાં ય મુનિઓએ તે ન લીધું. ઉપગથી દેવને જાણી લીધા. આખરે દેવતાએ વાદળ વિવી ઠંડક કરી દીધી. મુનિરાજે શાંતિથી વિહાર કરી નજીકના ગામમાં ગયા અને શુદ્ધ આહારપાણ લીધાં.. આ જ નગરીમાં અધ્યાપતિ રાજા હરિચંદ્રના સત્યની પરીક્ષાની કટી થઈ હતી અને તેમણે સ્ત્રી-પુત્ર સહિત અનેક કષ્ટો સહ્યાં હતાં છતાં પિતાની પ્રતિજ્ઞાનું દઢતાથી પાલન કર્યું હતું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy