SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ - : - - - - - - - - - - - : હ : ઇતિહાસ ] પાલીતાણા ૧૧, બાલાશ્રમ મંદિર જૈન બાલાશ્રમમાં હમણાં નવા બનેલા મકાનમાં જૈન મંદિર છે જે તલાટી રોડ ઉપર આવેલ છે. પાદુકા દહેરીઓ ૧. આદિનાથની દહેરી શ્રી કષભદેવ પ્રભુજીની દહેરી છે. ત્રણ જોડી પગલાંની સ્થાપના છે. કચ્છી રણસિંહ દેવરાજની ધર્મશાળા પાસે જે તળાવ છે તે સ્થાને આ દહેરી આવેલી છે. દહેરી ફરતે કેટ કરેલ છે. આ લલિતાંગ તળાવ મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે પિતાની ધર્મપત્ની લલિતાદેવીના નામથી બંધાવેલ છે. કહે છે કે આ તળાવ સાડાબાર લાખ રૂપિયા ખર્ચ કરી બંધાવવામાં આવ્યુ હતું. તળાવને કિનારે શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય આલિશાન મદિર પણ બંધાવ્યું હતું, જેમાંનું અત્યારે કહ્યું નથી, ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં તળાવ સારા રૂપમાં હતું. અત્યારે દહેરી ને પાદુકાઓ છે. તળાવ પુરાઈ જવાથી અત્યારે તે તે સ્થાન પર વસ્તી થઈ ગઈ છે. ૨. જુની તલાટીની દહેરી અત્યારે જે તલાટી છે તેની પહેલાંની તલાટી જે સ્થાને હતી ત્યાં બે દિકરીઓ છે જેમાં ત્રણ પાદુકાઓ છે. દહેરીના ચેહરા ઉપર જૂનું રાયણનું વૃક્ષ છે. પર્યુષણમાં ચિત્યપરિપાટી કરતા શહરનો જનસંઘ વાજતેગાજતે અહીં આવી દાન કરી શ્રી સિદ્ધગિરિરાજની સ્તુતિ યવદનાદિ કરે છે, ઠે. બાવાના અખાડા પાસે અને દરબારી કુલના પાછળના ભાગ. આ પવિત્ર સ્થાનની રક્ષા માટે ચેતરાને ફરતી જળા કરાવી લઈ રીપેરીગ આદિ કરાવવાની જરૂર છે. આ. કે. પેઢી અને સ્થાનિક રાજ આ તરફ જરૂર લક્ષ આપે, ૩, ગેડીજીના પગલાંની દહેરી ધાંધરકના નદીના ઘાટ ઉપર અને સ્મશાનથી થોડે દૂર આ દહેરી આવેલી છે, વિજયાદશમીએ શ્રી સંઘ તરફથી અહીં ધ્વજા ચડે છે. ૪. દાદાજીની દહેરી ખરતરગચ્છીય જંગમ સુગપ્રધાન જિનદત્તસૂરિજીની પાદુકાની દહેરી છે.જમવું ત્યાં નવું મંદિર બન્યું છે. ઘેઘાવાળાની ધર્મશાળા પછવાડે આવેલ ગેરકની વાડીમાં. શહેરમાં ત્રણ ઉપાશ્રય છે. તપાગચ્છના ઉપાયને બેટા ઉપાશ્રયના નામથી ઓળખાવાય છે. બીજે ખરતરગના અને ત્રીજો અંચલગચ્છને ઉપાથ છે. આ ઉપાશ્ચામાં અત્યારે યતિઓ કરે છે. પ્રાણ સાધુઓ અને રાણીઓ જુદી જુદી ધર્મશાળાઓમાં ઉતરે છે. ઉપાશાની વ્યવસ્થા શ્રી રાંધ કરે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy