SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦૮ ૧ ભે પાવર-અમીઝરા [ જૈન તીર્થોને ચાતુર્માસ રહ્યા હતા. સંવત્સરીના દિવસે ઉપવાસ કરી ઉદાયી રાજાએ પોતાના સ્વધર્મી બધુ બનેલા રાજા ચંડપ્રદ્યોતને સાચી ક્ષમાપના આપી હતી, પછી અહીં દશપુર નગર વસાવ્યું હતું જે એક તીર્થરૂપે ગણાયું છે. પાછળથી દશપુર મદાર બન્યું છે. અહીં સુંદર દશ જિનમદિર છે. શ્રાવકેનાં ઘર પણ સારી સંખ્યામાં છે ઉપાશ્રયપુસ્તકાલય વગેરે છે. ગામ બહાર ઘણા પ્રાચીન ટીંબા પણ છે. ખોદકામ કરતાં જેના પ્રાચીન સ્થાપત્ય મળવાને સંભવ છે. પાવર વાલીયર સ્ટેટમાં આવેલા રાજગઢથી દક્ષિણ પશ્ચિમે પાંચ માઈલ દૂર પાવર તીર્થ છે, આનું પ્રાચીન નામ ભાજકુટ હતુ. ભેપાવરની પાસે જ સુંદર મહીનદી કલકલ નિનાદે વહે છે. વિણ એમ માને છે કે આ ભેજકુટ પાવર) નગરની નજીકમાં અમીઝરાની પાસે “અમાઝમકા' દેવીના સ્થાનકથી કૃષ્ણ રકમણીનું અપહરણ કરી ગયા હતા. આ વખતે પણ આ ભેજકુર નગર પુરી જાહોજલાલીમાં હતું. જ્યારે જૈન સાહિત્યમાં ઉલેખ મળે છે કે “શ્રી કૃષ્ણના પુત્ર રૂકમાં કુમારે શ્રી નેમિનાથ પ્રભુજીના શાસનકાળમાં અહીં ભેજકુટનગર વસાવ્યું હતું અને આ નગરમાં પૂજન, દર્શન માટે સુમેરુ શિખરવાળું સુદર જિનમંદિર બનાવી શ્રી શાંતિનાથ ભગવાનની ઊભી કાર્યોત્સર્ગ મૂર્તિ બિરાજમાન કરી હતી. પ્રતિમાજી સુદર, શ્યામ, મનોહર અને ભવ્ય છે. એ પ્રાચીન પ્રતિમાજી પાવરમાં અત્યારે વિદ્યમાન છે. મહાભાવિક ચમત્કારી અને પરમશાંતિદાયક આ પ્રતિમાજીના દર્શન જરૂર કરવા ગ્ય છે. વેતાંબર જૈનસ ઘ તરફથી હમણાં જ સુંદર જીર્ણોદ્ધાર થયેલ છે. સુમેરૂ શિખરના સ્થાને મુખજી છે અને તેની ઉપર શિખર છે. મંદિરમાં ગિરનાર, પાવાપુરી, ચમ્પાપુરી, સમેતશિખર અને તારં: ગછિના દિવાલ પર કતરેલા રંગીન પટેલ પણ દર્શનીય છે. અહીં અત્યારે બે વેતાંબર જૈન ધર્મશાળાઓ, એક બગીચે અને એક ચતુર્મુખ જલકુડ વિગેરે છે. તેને વહીવટ જેન વેતાંબર સ ધ કરે છે. અત્યારે તે મુંબઈની સુવિખ્યાત શ્રી ગોડીજી. પાર્શ્વનાથજીની પેઢી વહીવટ સંભાળે છે. દર વ ત્યાથી ૬૦૦ રૂપિયા આવે છે અને વ્યવસ્થા થાય છે. અમીઝરા તીર્થ વાલીયર સ્ટેટના એક જીવલાનું મુખ્ય સ્થાન અમીઝરા છે પરંતુ આ નામ અહીં જિનમંદિરમાં બિરાજમાન છોબમીઝરા પાશ્વનાથજીની ચમત્કારી પ્રભાવિક મૂતિ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ નગરનું નામ ફન્દપુર હતું. શ્રી કૃષ્ણજી કિમથી નું અપહરણ આ નગરમાથી કરી ગયેલા અને ગામ બહાર રહેલા મલાજાના * જીલ્લાનું નામ અમીઝરા છે, તેમજ રાજગઢ વગેરે આ જીલલામાં ગણાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy