SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ]. : ૩૩ : અવતી પાર્શ્વનાથ આખરમાં બન્ને વચ્ચે ભયકર યુદ્ધ થયું. યુધ્ધમાં ચંડપ્રદ્યોત હાર્યો અને કેદ પકડા. ઉદાથી રાજ તેમને પકડીને વિતભયપત્તન લઈ જતા હતા. રસ્તામાં ચાતમસ આવવાથી રાજા ઉદાયીએ દશ રાજાઓ સહિત વચ્ચે જ પડાવ નાંખ્યો જેથી દશપુર નગર વસ્યું. બાદમાં પર્યુષણ પર્વના દિવસે માં ઉદાયી સાથે ચંડઅદ્યતે પણ ઉપવાસ કર્યો હતો જેથી ઉદાયી રાજાએ તેને પોતાને સ્વધર્મ સમજી ક્ષમાપના કરી અને તેને છૂટે કર્યો. ચડપ્રદ્યોત અવનિ આવ્યો અને ઉદાયી વિતભયપત્તન ગયે રોહા નામને બુદ્ધિશાલી નટપુત્ર અહીને જ રહેવાસી હતો. કોકાસ નામના ગૃહસ્થ અહીં ધન કમાઈ ધમરાધન કર્યું હતું. અટનમલ નામને પ્રસિધ્ધ પહેલવાન અહીનો હતે. ચંડરૂદ્રાચાર્ય અહીં પધાર્યા હતા. આ ઉલેખ નંદી સૂર, આવશ્યક ટીકા અને ઉત્તરાધ્યયનમાં છે. ભગવાન મહાવીર સ્વામી પછી ૨૦૦ વર્ષે સમ્રાટું સપ્રતિએ આર્ય સુહસ્તિસૂરિજીના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ અહી જ થયા હતા. અતિસુકુમાલે આર્યસહસ્તસૂરિજીના ઉપદેશથી નલીનીગુલમ વિમાનની ઈચ્છાથી અહીં જ દીક્ષા લીધી હતી. તેઓ અહીંના નિવાસી હતા. તેમનું વર્ગગમન અહી ક્ષીપ્રા કાઠે થયેલું અને જેમની સ્મૃતિરૂપે તેમના પુત્ર અવન્તિ પાર્શ્વનાથજીની સ્થાપના કરી હતી. બાદ આ સ્થાન બ્રાહ્મણોના હાથમાં ગયુ. તેમણે જિનબિંબ આચ્છાદિત કરી મહાદેવજીનું લિંગ સ્થાપ્યું પરંતુ સુપ્રસિદ્ધ દાનવીર પરદુઃખભજન રાજા વિક્રમાદિત્ય અહી રાજ્ય કરતા હતા ત્યારે વૃધવાદી સૂરિજીના શિષ્ય પ્રખર વૈયાયિક તાકિકશિરોમણી શ્રી સિદ્ધસેન દિવાકરે અહીં આવી, જ્ઞાનથી અહીનું સ્વરૂપ જાણ, મદિરમાં જઈ, કલ્યાણમ દિર સ્તોત્ર બનાવ્યું. સત્તરમી ગાથાએ લિગ ફાટયું અને શ્રીઅવનિત પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળી એ મૃતિ એક ઘોડેસ્વાર જાય એટલી ઊંચે ગઈ. પછી સ્થિર થઈ અને કલ્યાણ મદિર તેત્ર સમાપ્ત થયું. આજ તે ક્ષીપ્રાકાઠે નજીકમાં અનંત પેઠમાં અવન્તિ પાશ્વનાથજીનું મંદિર છે, તેમાં એ મૂર્તિ ગાદી ઉપર બિરાજમાન છે. પાસે જ સુંદર વેતાંબર જન ધર્મશાળા છે, ક્ષીપ્રાકોઠે અનેક ઘાટે બનેલા છે, બીજા ઉજનીમાં મહામંત્રી પિથડકુમારે મંદિર બંધાવ્યું હતું. જુઓ, યાકુચિનપુરે જનાિ (ગુર્નાવલી) ઉજજયિનીમાં યતિને પ્રાચીન ગ્રથભંડાર છે. ગામમાં શરાફામાં શ્રીશાન્તિનાથજી તથા મંડીમાં વાસુપૂજ્ય સ્વામિ, ખારાકુવા થી ચિતામણી પાર્શ્વનાથજી તથા સહસફણ પાશ્વનાથજી, તથા દેરાખડકી અને નયાપુરીમાં સુંદર મંદિર છે. રાખડકીમાં ૫૦
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy