SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ૩૫૩ : કાપરડાજી તીર્થ બનાવરાવ્યું હતું. ભંડારીજીએ અહીં મંદિર કેવી રીતે બનાવ્યું તેની ચમત્કારપૂર્ણ કથા આ પ્રમાણે મળે છે – “ “ભાણજી ભંડારી જોધપુર રાજ્ય તરફથી જેતારણના રાજકર્મચારી તરીકે નિયુક્ત થયા હતા. સારી રીતે વ્યવસ્થા ચાલતી પરંતુ એક ચુગલરે જઈને જોધપુર ફરિયાદ કરી. ત્યાંથી હુકમ આવ્યે ભડારીજીને હાજર કરે, હુકમ મળતાં જ ભડારીજી રેતારણથી નીકળી ચૂક્યા. રસ્તામાં કાપરડા આવ્યું. ત્યાં નોકરીએ રસેઈ બનાવી. ભોજનનો સમય થતાં નેકરે કહ્યું-જમવા પધારે. ભંડારીજીએ કહ્યું-હું નહીં જમું તમે બધા જમી લે. નેકરે પૂછયું-કારણ શું છે? ભંડારીજીએ કહ્યું-મારે નિયમ છે કે જિનેશ્વરદેવનાં દર્શન કર્યા સિવાય જમવું નહિં આખરે ગામમાં તપાસ કરતાં એક યતિજીને ત્યાં મૂતિ હોવાના સમાચાર મળતાં ભંડારીજી દર્શન કરવા ગયા. દર્શન, પૂજન પછી યતિજીએ પૂછયું-કેમ ઉદાસ છે? ભંડારીજીએ સ્ટેટને હુકમ જણાવ્યું. યતિજીએ કહ્યું તમે સાચા છે, ગારશે નહિં. નિદોષ છૂટશે. ભંડારીજી જોધપુર ગયા. નિર્દોષ થઈને આવ્યા પછી યતિએ કહ્યુંભંડારીજી અહીં એક મદિર બંધાવે. ભંડારીજીએ કહ્યું-ખુશીથી બનાવું પરંતુ મારી શક્તિ એટલી નથી. યતિજીએ જણાવ્યું–શે ખર્ચ કરશો? ભડારીએ કહ્યું-પાંચ રૂપીયા, યતિજી-ઠીક લાવે પાંચસો. પાંચસે લઈ યતિજીએ એક વાસણમાં ભરી ઢાંકી દીધા અને કહ્યું આમાંથી ખર્ચ પણ અંદર જોશો નહિ કે કેટલા બાકી છે. ભંડારી જીએ કામ શરૂ કર્યું. ૧૯૭૫ માં મંદિર બનાવવાનું શરૂ થયું અને ૧૯૭૮ માં પ્રતિષ્ઠા થઈ. મદિરનું ભેરૂ, ઉપરને માળ, પાંચ ખંડ, ચાર મંડપ વગેરે બન્યું હતું ત્યાં એક વાર ભંડારીજીએ રૂપિયાવાળું વાસણ ઊંધુ કરી રૂપિયા ગણી જોયા, પરંતુ ત્યારથી રૂપીયા નવા ન નીકળ્યા. પાંચસે રૂપીઆ ખર્ચાઈ ગયા. શેઠને પાછળથી ઘણે પશ્ચાત્તાપ થયે પણ હવે શું થાય? ચારે માળમાં મુખજી છે. પરમ દર્શનીય અને ભવ્ય સ્થાન છે. મૂલનાયકજીની પ્રતિષ્ઠાને લેખ આ પ્રમાણે છે " संवत १६७८ वर्षे वैवास सित १५ तियों सेोमवारे स्वाती महाराजाधिराज महाराजश्री गजसिंह विजयराज्ये उकेशवंशे राय लारणसन्ताने मंडारीगाने अमगपुत्र भानाकेन भार्या भक्ताहैः पुत्ररत्न नारायण नरसिंह सोढा पौत्र ताराचंद खंगार नेमिदासादि परिवारसहितेन श्रीकर्पटहेटके स्वयंभूपार्श्वनाथचत्ये श्रीपार्श्वनाथ...इत्यादि." આ પ્રતિમાજીના પરિસરમાં નીચે પ્રમાણે લેખ છે-- संवत १९८८ वर्षे श्रीकापटइंडा स्वयंभू पावनायम्य परिक। कारितः प्रतिष्ठितः धीजिनचंद्ररिभिः ॥ ૪૫
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy