SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ વરાણા : ૩૨ ઃ [જેન તીર્થોને એક પ્રાચીન ભેંયરું છે, જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરમાં ઉધ્ધારની જલ્દી જરૂર છે. મદિર ઘણું જ પ્રાચીન છે. કેરણ મૂલ મંદિર કરતાંયે બહુ જ સરસ અને બારીક છે. ખભાઓમાં અને મંદિરના બહારની ભાગમાં પુતળીઓની ગોઠવણી, અંગમરેઠ, હાવભાવ, ભારતની પ્રાચીન નૃત્યકળાને આબેહૂબ ચિતાર ખડે થાય છે. કેટલાંક પુતળાં મર્યાદાનું ઉલ્લંઘન કરે તેવાં છે જે જોતાં આશ્ચર્ય થાય છે. ૨. નેમનાથજીનું મંદિર પણ બહુ જ સુંદર છે યદ્યપિ કારીગરી ઓછી છે પરનું મંદિર મજબૂત અને દર્શનીય છે. અહીં પણ એક જોયરૂં છે. રાણપુરમાં આ શુ. ૧૦ અને ફાગણ વદિ ૧૦ (હિન્દી ચૈત્ર વદિ ૧૦ ના મેટા મેળા ભરાય છે. કુ. ૧, ૧૦ ધ્વજદંડ ચડે છે. ધનાશાહના વંશજો કે જેઓ ઘારાવમાં રહે છે તેઓ ચઢાવે છે. હજારો યાત્રી મેળા ઉપર આવે છે. રાણકપુરમાં પ્રાચીન સમયમાં ૩૦૦૦ હજાર શ્રાવકેનાં ઘર હતાં આજ તે ભયંકર જંગલ અને પહાડી છે. તીર્થની વ્યવથા શેઠ આ ક. પેઢી તરફથી ચાલે છે. તેની ઓફીસ સાદડીમાં છે. રાજુકપુરમાં આવેશન સુંદર ધર્મશાલા છે. યાત્રિએ સામાન લઈને આવવુ ઠીક છે. ખાસ રહેવા જેવું સ્થાન છે. અ૭ એક સૂર્યમંદિર છે. અહીંથી મેવાડને પગ રસ્તે ચીધે છે કેશરીયાજી જવાય છે દરેક યાત્રી આ તીર્થને લાભ જરૂર ચે. વરાણું. રાણ સ્ટેશનથી ત્રણ માઈલ દર વરકાછિ તીર્થ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. “અંતરીક વકાણે પાસ આ સકલતીર્થ સ્તોત્રમાં દરેક જૈન પ્રાતકાલમાં યાદ કરતાં બોલે છે અને તેમાં વરકાણા તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને ભક્તિથી નમે છે. રંગમંડપ અને નવચૌકીક એક ખંભા ઉપર વિ. સં. ૧૨૧૧ ને લેખ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને પ્રાચીન છે. મહારાજા સંપ્રતિના સમયની છે. તેનું પરિકર કે જે પીત્તલનું છે, પાછળથી સં ૧૯૦૭ માં બનેલું છે. મંદિરમાં લગભગ ૨૦૦ જિનમતિઓ હશે. મંદિરના દરવાજામાં પેસતાં જ ડાબા હાથ તરફના હાથીની પાસે એક શિલાલેખ છે તે સં. ૧૬૯૬ને છે. તેમાં લખ્યું છે કે પિષ વદિ ૮ મે, શુક્રવારે સેવાના અધિપતિ મહારાણા જગતસિંહજીએ તપાગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના સદુપદેશથી વરાણા તીર્થમાં પિપદ ૮-૯-૧–૧૧ ના ભરાતા મેળાના દિવસોમાં યાત્રીઓનું મહેસૂલ માફ કર્યો ઉલલેખ છે. વરાછામાં નાની વસ્તી નથી; ગામ નાનું છે. લવાહ પ્રાંતની પંચાયતનું મુખ્ય સ્થાન છે. અહીં આચાર્ય શ્રી વિજયવદભસૂરિજી મહારાજના ઉપદેશથી વરકા પાર્થનાધ જન વિદ્યાલય ગુરુકુલ ચાલે છે. આ સંસ્થા મારવાડમાં કેલવા પ્રચાર માટે પ્રસિદ્ધ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy