SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ રાણપુર જી. : ૩૧૮ : જૈન તીર્થને લેવાની ઈચ્છા થઈ આ મંદિર બનાવવામાં લગભગ ૯ લાખ સેનાને (૧૫ કરોડ રૂપિયા ખર્ચ થ. વિ. સં. ૧૪૯૯માં બૃહત્ તપાગચ્છીય શ્રી રામસુંદરસૂરિજી મહારાજના હસ્તે મહાન ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. મંદિરજીનું નામ લેક્યદીપક દેવાલય, યાને ધરણુવિહાર પ્રસિદ્ધ છે રાકપુરજી એટલે “નલિની ગુમ વિમાન” થાને કળા કૌશલ્યને આદર્શ નમૂને. દેરાસરનું બાંધકામ સેવાડી તેમજ નાણાંના આરસ પત્થરથી કરવામાં આવ્યુ છે. પચીસથી ત્રીસ પગથિયાં ચડ્યા પછી દેરાસરની પ્રથમ સપાટી ઉપર અવાશ છે. આટલે ઊંચે અને વિશાલ પાયે જતાં મંદિરમાં કેટલે ખર્ચ થયે હશે તેની કલ્પના થઈ શકે છે. સપાટી ઉપર આવતાં જ મુખ્ય દ્વારમાં પ્રવેશ થાય છે. મંદિરાજીમાં પ્રવેશ કરવાને ચાર મુખ્ય દરવાજા બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક દરવાજાની બનાવટમાં હજારો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યું છે. દેરાસરમાં ૧૮૪૪ થાંભલા છે. કેટલાક થાંભલાની ઊંચાઈ ૪૦ થી ૪૫ ફૂટથી પણ વધારે છે આવા કેરણીવાલા થાંભલા આજે દસ હજારની કિંમતે થવા પણ મુકેલ છે. તેની ઉપર સુંદર આરસના મજબૂત પાટડા છે. મંદિરમાં ચારે ખૂણે બન્ને દેરાસર છે. તેના રંગમંડપ, સભામંડપ તથા મુખ્ય મંડપ પણ અલગ અલગ છે. કુલ મળીને ૮૪ શિખરબધ્ધ દેરીઓ છે. મન્દિરછમાં મૂલનાયક ચૌમુખની ચાર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફની ભૂલનાયકજીની ભવ્ય કૃતિ ઉપર સં. ૧૪૯૮ને લેખ છે, ઉત્તર તરફની મૂર્તિ ઉપર ૧૬૭૯ પૂર્વ તરફની મૂર્તિ ઉપર ૧૪૮ અને દછિણ તરફની મૂતિ ઉપર પણ ૧૪૮ને લેખ છે મૂલનાયકના દરવાજા પાસે લગભગ ૪૫ પંકિતને લાંબો લેખ છે, જેમાં સં.૧૪૬ બાદમાં મેવાડના રાજા બાષ્પ અને ગુહિલ વગેરે રાજાઓની ૪૦ પેઢીને નામ છે-વંશાવળી છે. બદમાં ૯ મી પંક્તિમાં પરમહંત ધરણાશાહ પિરવાડે આ મંદિર નિર્માણ કરાવ્યાને ઉલ્લેખ છે. ૪૨ મી પક્તિમાં લખ્યું છે કે “ જીવવિધાન બ્રીજagશુtવશ્વવરાજસિર” ત્યારપછી પ્રતિષ્ઠાપક બત્તપાગચ્છ શ્રી જગચંદસૂરિ-રેવેન્દ્રસૂરિ” આગળની પંક્તિ ખડિત છે, કિન્તુ તપગચ્છના આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે. મદિરના બીજા માળ ઉપરની ખૂબી તે ઓર મહત્વની છે. હુબહ દેવવિમાનને નકશે-નકલ જોઈ લે. અહીં પણ ભૂલનાયક ચમુખજી જ છે. તેઓ ૧૫૦૭, ૧૫૦૮, ૧૫૫૧ અને ૧૫૦૬ની સંવતના છે. ત્રીજા માળની ખૂબી તે એથી યે વધી જાય છે. અહીં પણ મુખજી છે. મંદિરની ૮૪ દેરીઓ ઘુમટ * શ્રી સમસુંદરસૂરિજીનું જીવનવૃત્તાંત સામસભાગ્ય કાબુમાંથી જોઈ લેવું. તેમાં ગણપુરના મંદિરની પ્રતિષ્ઠાને તથા રાણકપુર પણ વિસ્તારથી ઉલ્લેખ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy