SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ર -ર,... . . .. - - ઈતિહાસ ] • ૩૦૫ શ્રી જીરાવલા, પાર્શ્વનાથજી છે. ગામ બહાર સુંદર બાવન જિનાલયનું મંદિર, વિશાલ ચેક અને નવી ધર્મશાળા બની રહી છે. હમણું ધર્મશાળા માટે જમીનના પાયે ખેદતાં સુંદર જિન મતિ નીકળી છે. મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ પણ ચાલે છે. પ્રાચીન લેખે પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે પણ ઘણું લેખે સોળમી અને સત્તરમી સદીના છે. ગામમાં ના ઉપાશ્રય છે. શ્રાવકેનાં આઠ-દસ ઘર છે. આ ગામની ચારે તરફ ફરતી પહાડી છે, દૂર દૂરથી પહાડ સિવાય કોઈ જ દેખાતું નથી. પ્રદેશ પહાડી હોવા છતાંયે ખૂબ ફળદ્રુપ છે. પહાડનાં ઝરણાંની મહેરથી પ્રદેશ લીલાછમ છે. ખારેક, આંબા વગેરે ખૂબ પ્રમાણમાં થાય છે. આ તીર્થસ્થાનનું મંદિર પહાડીની નીચાણમાં જ આવ્યું છે. જાણે , પર્વતની તલેટીનું મંદિર હોય એ ભાસ થાય છે. મૂલ મંદિરમાં પેસતાં જ મૂલનાયકજીનાં દર્શન થાય છે. આ તીર્થ છે જીરાવલા પાર્શ્વનાથજીનું પરંતુ અત્યારે મલનાયકછ તે છે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી. મૂલનાયકની બન્ને બાજુમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મૂર્તિઓ છે, જે પ્રાચીન, સુંદર અને ભવ્ય છે. મૂળ જીરાવલા પાર્શ્વનાથજી તે મૂળ મંદિરના બહારના ભાગની દીવાલમાં ડાબી બાજુના એક ખાંચામાં મૂલ મંદિરની પ્રદક્ષિણામાં જતાં મંદિરની દિવાલના જ ડાબા ભાગ તરફ બે નાની દેરીઓ કરી છે તેમાં બિરાજમાન છે. તદ્દન સન્મુખ છે તે શ્રી જીરાવલી પાર્શ્વનાથજી છે. બીજી મૂર્તિ પણ જીરાવલા પાશ્વનાથજી અથવા પાર્શ્વનાથજી તરીકે પૂજાય છે. દિવાલમાં જ ગોખલે કરી અંદર ભગવાન બિરાજમાન કરેલા છે. બીજી દેરીમાં પદ્માવતી દેવીની–શાસનાધિષ્ઠાયકની મૂર્તિ છે. મલનાયકજીની મૂર્તિને સુંદર લેપ કરે છે, પરંતુ એની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા તરત જ નજરે પડે છે. આપણે છીછરાવલા પાર્શ્વનાથજીના પ્રાચીન ઈતિહાસનું નિરીક્ષણ કરી લઈએ, જે ઉપદેશસપ્તતિકામાં છે જેને ભાવ નીચે મુજબ છે. મારવાડમાં બ્રાહ્મણપુર નામનું મોટું શહેર હતું ત્યાં અનેક શ્રાવકડુંગ વસતા હતા. બીજી પણ ઘણી વસતી હતી. અનેક સુંદર જિનમંદિરે હતાં. અને શિવમંદિર પણ હતાં. એ નગરમાં ધાજોલ નામે જનધર્મી શેઠ રહેતે હતે. શેઠની એક ગાય દરરોજ હીલી નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દઈ ઝવી જતી ઘેર આવીને સાંઝે દૂધ લેતી દેતી. થોડા દિવસો પછી ભરવાડણે આ સ્થાન જે. જ અત્યારનું વમનું ગામ જ બ્રાહ્મણપુર છે. બ્રહ્માણગચ્છનું ઉત્પત્તિસ્થાન ખા જ છે. અત્યારે અહીં સુંદર પ્રાચીન જિનમંદિર છે. શ્રાવકોના બે ઘર છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy