SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૨૮૫ : આબુ-અચલગઢ માઈલ થાય છે. એરીયા ગામ જવાની સડક જ્યાંથી જુદી પડે છે અને જેને નાકે પાણીની પરબ બંધાવેલી છે ત્યાંથી અચલગઢની તલાટી સુધીની પાકી સડક અને ઉપર જવાનાં પગથિયાં (સીડી) વગેરે અચલગઢ જિન મંદિરની વ્યવસ્થાપક કમિટીએ બહુ જ મહેનતથી બંધાવેલ છે. આથી યાત્રિકને ઘણી જ અનુકૂલતા થઈ છે. અચલગઢ ગામ એક ઊંચી ટેકરી ઉપર વસેલું છે. પહેલાં તે ઘણી વસ્તી હતી, અત્યારે વસ્તી થોડી છે. આ પર્વતની ઉપર અચલગઢ નામને કિટલે બને છે જે અત્યારે ખંડિત છે. આ જ કારણથી ગામનું નામ પણ અચલગઢ કહેવાય છે. કુમારવિહાર તલાટીની પાસે જમણી તરફ સડકથી થોડે દૂર નાની ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બનેલું છે. આ મદિર ગુજેશ્વર પરમાતા પાસક મહારાજા કુમારપાલે બધાવ્યું હતું. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ અબુધાદિકલ્પમાં લખે છે કે कुमारपालभूपालश्चौलुक्यकुलचन्द्रमाः । श्रीवीरचैत्यमस्याच्चैः शिखरे निरमीमपत् ॥ ५० ॥ ભાવાર્થ–ચૌલુક્ય કુલમાં ચંદ્ર સમાન મહારાજા કુમારપાલે આબુના ઊંચા શિખર ઉપર શ્રી વીર પ્રભુનું ચેત્ય બનાવ્યું.. શ્રી સેમસુંદરસૂરિજી પણ પિતાના અબુદગિરિકલ્પમાં લખે છે કે--આબ પર્વત ઉપર ગુજરાતના સેલ કી મહારાજા કુમારપાલનું બનાવેલું શ્રી મહાવીર સ્વામીનું સુશોભિત મંદિર છે. આ મંદિરમાં અત્યારે તે શાન્તિનાથ ભગવાનની સુંદર પરિકરવાની વિશાલ મૃતિ છે. તેના ઉપર કોઈ લેખ વગેરે નથી, પરંતુ જીર્ણોદ્ધાર સમયે પાછળથી પરિવર્તન કરી આ મૂર્તિ બિરાજમાન થઈ હશે. આ પરિવર્તન કયારે થયું એ કહેવું મુશ્કેલ છે. જ્ઞાનવિમલસૂરિ પોતાની તીર્થમાલામાં રચના સં. ૧૭૫૫ માં લખે છે કે “અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીરસ્વામી છે અને આ મંદિર જિનબિંબથી ભરેલ હોવાનું લાગ્યું છે, ૧૮૭૯ની અપ્રકટ તીર્થમાલામાં લખ્યું છે કે ભૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે અને બાજુમાં ધાતુની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ બિરાજમાને છે. એટલે એમ લાગે છે કે ૧૧૫ અને ૧૮૭૯ની વચમાં મૂલનાયકની મૂર્તિનું પરિવર્તન થયું હશે. શ્રી શીતવિજયજી પિતાની વિ. સં ૧૭૪૬માં રચાયેલી તીર્થમાલામાં લખે છે કે કુમારપાલે બંધાવેલા મંદિરનું નામ “ભાણવસહી ” છે તથા તેમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. તથા આ મદિરમાં બિરાજમાન કાઉસગ્ગીયાના લેખમાં પણ લખ્યું છે કે શ્રી અરિષ્ટ નેમિનાથના મંદિરમાં આ મૂર્તિ બિરાજમાન કરી. આલેખ વિ. સં. ૧૩૦રને છે. આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિરમાં
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy