SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ * ૨૮૦ : [ ન તને વખતે. પ્રતિષ્ઠાપક ધર્મઘોષસૂરિની પરંપરાના શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી હતા. વિ. સં. ૧૩૭૮ જે. વદિ ૯ ના શુભ દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. તથા આ જીર્ણોદ્ધાર કરાવનારની મૂર્તિઓ પણ આ મંદિરના ગૂઢ મંડપમાં છે. વસ્તુપાલ તેજપાલનું મંદિર, વિમલશાહના મંદિરની પાસે જ વરતુપાલ તેજપાલનું વિશાળ આલેશાન ભવ્ય મંદિર છે. એ જ સુંદર કેરણી, એ જ ભવ્યતા અને મહત્તા વરતુપાલના મદિરમાં પણ વિદ્યમાન છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની ત્રણ હાથ મોટી સુંદર મૂતિ છે. આ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭માં કરાવવામાં આવી છે. પ્રતિછાપક આચાર્ય નાગેન્દ્રગ૭ના શ્રી વિજયસેનસૂરિજી મહારાજ હતા. મદિરનું નામ લુણિગવસહિ-લુણવસહિકા છે. આ નામ વસ્તુપાલના મોટાભાઈના નામ ઉપરથી પડયું છે, એટાભાઈની સ્મૃતિમાં આ મંદિર બનાવ્યું છે. આ સિવાય ૧૨૮૮, ૧૨૮૯ ૧૨૯૦ ૧૧ અને ૧૨૯૩ના લેખે બાવન જિનાલય મંદિરમાં છે. આ બધાં મદિર વસ્તુપાલ તેજપાલનાં જ બધાવેલાં છે. મદિરછમાં નાગેન્દ્રગચ્છના મહેદ્રસૂરિજીના શિષ્ય શાન્તિસૂરિ, તેમના શિષ્ય આનંદસૂરિ,-અમરસૂરિ, તેમના શિષ્ય હરિભદસૂરિ અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ સં. ૧૮૭ના ચિત્ર વદિ ૩ ( ગુજરાતી ફાગણ વદિ ૩)રવિવારે પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરના પછવાડેના ભાગમાં દશ હાથી છે જેના ઉપર વસ્તુપાલ તેજપાલ અને તેમના કુટુમ્બીઓની મૂતિઓ હાથ જોડી બેઠેલી છે. મદિરના રંગમંડપમાં ડાબી બાજુ અને જમણી બાજુ આરસના બે મેટા ગોખલા બનેલા છે. લેકે આને દેરાણી જેઠાણના ગોખલા કહે છે. આ કાંઈ નાના ગોખલા નથી પરંતુ સુંદર કારીગરીવાળાં બે નાનાં મંદિર જેવાં છે, વર્તુપાલ તેજપાલના મંદિરની બનાવટમાં લગભગ એક કરોડ એંશી લાખ રૂપિયાને ખર્ચ થયો છે. મંદિરની પ્રદક્ષિણામાં જમણી તરફ પૂર્વ તરફની દિવાલની પાસે આરસના પથ્થર ઉપર શકુનિકા વિહારનું સુંદર દશ્ય કરેલું છે. તેના ઉપર સં. ૧૯૮૮ છે. અને ચકેશ્વરસૂરિ સંતાનીય શ્રી વર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આરાસણ રહેવાસી આસપાલ શ્રાવકે પિતાના કુટુંબ સહિત બનાવરાવેલ છે. લુણવસહી શેભનદેવ નામના કારીગરે બનાવી હતી. આ * આ જ નામનાનું એક શકુનિકાવિહારનું ચિત્ર કુંભારીયાજી-આરાસણના મંદિરમાં છે. પ્રતિહાપક અને સાલ વગેરે એક જ છે. '
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy