SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૨૬૭ : ભિન્નમાલ સાંભળી પેટવાળો સાપ ગુસ્સામાં આવીને બે-તું મારી વાત રહેવા દે; તારા બીલમાં કઈ ઉનું ઉનું કઠતું તેલ રેડે ને તું મરી જાય અને તારી નીચે રહેલું અગણિત તારું ધન એ માણસને પ્રાપ્ત થાય. રાજા તે ઊંઘમાં હતા. બંને સાપની આ વાત રાજાની પાસે જ સુતેલા તેના મંત્રીએ સાંભળી. બધું યાદ રાખી એને ઉપગ કર્યો. રાજા નિરગી થશે અને બીલ નીચેથી ધન પણું મળ્યું. આ દ્રવ્યથી રાજા જગસિહે સૂર્યમંદિર બનાવરાવ્યું. શહેરની પાસે એક તળાવ ઉપર ઉત્તર તરફ ગજનીખાનની કબર છે. એની પાસે જ જૈન મંદિર ખંડિયેરરૂપે પડયું છે. એમાં થાંભલાના પત્થર ઉપર લેખ છે જેમાં લખ્યું છે કે “સં. ૧રૂરૂ વર્ષે જેમા થિરાધકગીય પૂર્ણચંદ્રસૂરિજીનું નામ છે અને શ્રી મહાવીરસ્વામિ મદિરે આવી રીતે ભિન્નમાલની ચારે તરફ મંદિરનાં ખંડિયેરે, જૂનાં મકાને વગેરે પણ દેખાય છે. ભિન્નમાલમાં અત્યારે ૩૫૦-૪૦૦ ઘર છે. ચાર સારાં જિનમંદિરો છે. ૧. શ્રીમહાવીર ભગવાનનું મંદિર-આ મંદિર મૂલ પ્રાચીન છે. મહારાજ કુમારપાલે આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અત્યારે તે સં. ૧૮૭૩ માં શ્રી વિજય જિનંદ્રસૂરિવરપ્રતિષ્ઠિત શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે. આ મંદિરની બધી મતિયો પ્રાયઃ ૧૮૭૩ ની પ્રતિષ્ઠિત છે. મંદિર પ્રાચીન ભવ્ય, વિશાલ અને સુંદર છે. ૨. શાંતિનાથજીનું મંદિર-આ મંદિર પણ પ્રાચીન અને શિખરબધ છે. અહીંની મૂર્તિ સં. ૧૯૩૪ માં સમ્રાટ અકબરપ્રતિબંધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીપ્રતિષ્ઠિત છે. ૩. પાનાથજીનું મંદિર-ઉપરના મંદિરની પાસે જ આ એક નાનું મંદિર છે. સુંદર પરિકરસહિતની શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે જેની પલાંઠી નીચે, નીચે પ્રમાણે લેખ સારુ વંચાય છે " सवत १६८३ वर्षे आपाढयदि ४ गुरौ श्रीमालवासी सा. पेमा खेमा पार्थवि का. प्र. श्रीविजयदेवसरिभिः ।।" આ મંદિરની પાસે જ તપાગચ્છ જૂને ઉપાય છે. ઉપાશ્રયમાં પણ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે. ૪. શેઠના વાસમાં ચી ખુરશી પર બનાવેલું આ કાવ્ય શિખરબદ્ધ મં૬િ છે. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીની સર્વ ધાતુમય પરિકર સહિતની મૂર્તિ છે, આ મંદિરમાં મહાપ્રભાવિક પરમ મિત્કારી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ હતી. મંદિર જૂનું શ્રી નાથજીનું છે, જેને લેખ આ પ્રમાણે છે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy