SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ખ ભાત : ૨૫૦ : [ જૈન તીર્થોન કવિ ઋષભદાસ ખંભાતની યશગાથા ગાતાં રાજીયા-વાજીયાને પરિચય આ પ્રમાણે આપે છે – " પારેખ વાયા રાઆ જૈન સિમ જાણું, છન મતવાસિ ઇન જપે, સિર વહે છનની આણ; અનેક ગુણ રાજીઆ કહેતાં ન પામું પાર રે. આ બને બધુઓએ પાંચ સુંદર જિનમંદિર બનાવ્યાં હતાં. રાણકપુર વગેરેના સંઘ કાઢ્યા હતા. તેઓ મહાદાનેશ્વરી, પરમ રાજ્યમાન્ય અને પરોપકારી હતા. જુઓ સુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકબર સાર; વગિ વંશમાં રાજીઓ, દયા દાન નહિં પાર.” આવા ગુણસંપન્ન આ શ્રાવકે ખંભાતના રત્નરૂપ હતા. આ સિવાય સંઘવી સેમકરણ, સઘવી ઉદયકરણ, રાજા શ્રી મલ્લ ઠક્કર જયરાજ, જસવીર, ઠક્કર લઈઓ વગેરે અનેક વીરપત્રો ખંભાતમાં થયા છે. કવિવર જાલદાસ તેમનાં કર્તવ્યેને પરિચય આ પ્રમાણે આપે છે, પારિપ વજઓ નિરજીઓ, સજસ મહીમા જગમાં ગાજીઓ, અહઠ લાખ રૂપક પુણ્ય હામિ, અમારિ પળાવી ગામેગામિ; એસ વશિ સોની તેજપાલ, શત્રુજય ગીર ઉધારવી સાલ, લ્લાહારી દેય લાખ રસહ ત્રાંબવતીને વાસી તેહ. સોમકરણ સંઘવી ઉદયકરણ અલખ રૂપક તે પુણયકરણ, ઉસઈસી રાજા શ્રીમાલ અલખ રૂપકિ ખરચઈ ભલ ઠક્કર જયરાજ અનિજ સવીર, અધલખ રૂપક ખરચઈ ધીર, ઠક્કર કીકા વાઘા જેહ અલખ રૂપક ખરચાઈ તેહ.” ખંભાતના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના પ્રાચીન મંદિરમાં ઠેઠ અગિયાર ને પાંસઠ (૧૧૬૫) અને ૧૩ઘર ને લેખ છે તેમજ ૧૩૬૬ ને અલ્લાઉદ્દીનના સમયને પણ લેખ મળે છે અર્થાત બારમી સદીથી તે ઠેઠ અઢારમી સદીના પ્રાચીન લેખે મલે છે; એમાં સોળમી, સત્તરમી અને અઢારમી સદીના પુષ્કળ લેખે મળે છે ખંભાતની વર્તમાન સ્થિતિ ખંભાતમાં ૭૬ જૈન દેરાસર છે. ઉપાશ્રય તથા પૌષધશાળ ૧૦, ધર્મશાળા ૩, પાંજરાપોળ ૧ અને જેનાં ઘર ૫૪૫ છે. પાંચ જ્ઞાનભંડાર છે. ખંભાતમાં ખારવાડાને લત્તો જેનોની વસ્તીથી ભરચક છે તેમજ સ્થભન • પાશ્વનાથજીનું સુંદર ભવ્ય મંદિર આ લતામાં આવેલું છે. સ્થંભન પાર્શ્વનાથજીની
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy