SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નાગફણી પાર્શ્વનાથ : ર૩ર : [ જૈન તીને ધરણેન્દ્રની મૂર્તિ ઉપર શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ બનાવી ચુદર જિનમદિરમાં પ્રતિષ્ઠા કરાવી. તેની મનેકામના પૂર્ણ થઈ. આવી જ રીતે વડગચ્છીય યાદવસિહ અને શ્રીશાન્તિસૂરિજીએ ચિન્તામણિ અને પદ્માવતી મત્રની સાધના કરી હતી આ સ્થાન શાંત, ધ્યાન કરવાલાયક અને મંત્ર સાધન કરવા ગ્ય છે. અહીં જીર્ણોદ્ધારની જરૂર છે. આ પ્રાંતમાં આ તીર્થને નાગકડા, નાતન તથા નાગેતન નામથી પણ બધા ઓળખે છે. આ તી માટે એક સુંદર એતિહાસિક દંતકથા મળે છે, જે આ પ્રમાણે છે. જે વખતે સૂર્યવંશી મહારાણા પ્રતાપના હાથમાંથી ચિત્તોડ અને મેવાડનું રાજ્ય સમ્રાટ અકબરે જીતી લીધું તે વખતે મહારાણા પ્રતાપ રાજ્ય છોડી મેવાડના પહાડે અને જંગલમાં છુપાઈને ફરતે હો ત્યારે એ જંગલમાંથી વિહાર કરીને જતાં મહાન જૈનાચાર્ય શ્રી લહમીસાગરસૂરિજીના તેમને દર્શન થયાં. રાણાજીએ તેમનો ઉપદેશ સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીને ત્યાં રેકી વિજ્ઞપ્તિ કરી કેગુરુદેવ! મને મારું રાજ્ય પાછું મળે તેવો ઉપાય દશ. આચાર્યશ્રીએ લાલતું કારણ જાણ કહ્યું કે–ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજીનું આરાધના કરવાથી તમારા મનોરથ ફળશે. બાદ મહારાણા પ્રતાપે તેવા સ્થાન સંબંધી પૃચ્છા કરતાં સૂરિજીએ તેમને મેવાડના પહાડોમાં બિરાજમાન અને ધમાસીની નળમાં થઈને જવાય છે તે રસ્તે શ્રીનાગફણી પાર્શ્વનાજીનું રથાન બતાવ્યું. રાણાજીએ અહીં આવી ખૂબ દેતા અને શ્રધ્ધાથી આરાધના કરી, જેથી તેમની મન કામના ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ. આ સાધના પછી ટૂંક સમયમાં રાણા પ્રતાપને ન ધર્મના દાનવીર શેઠ ભામાશાહે રાણાજીને ખૂબ જ મદદ કરી. રાણાજીએ ત્યારપછી બાવન કિલ્લા જીત્યા, ઉદેપુર જીત્યું અને પિતાને રાજ્યાભિષેક પુનઃ દબદબાથી કરાવ્યું, જેના પ્રભાવથી પિતાનો અભ્યદય થયું. તેને મહારાણા પ્રતાપ કેમ વિસરે ? તેણે પોતાની આરાધનાના સ્થાને ભવ્ય જિનાલય બંધાવી ઉદ્ધાર કર્યો. વળી પાતાના ઉપકારીની હરહંમેશ યાદ રહે તે માટે પિતાની રાજધાનીમાં પણ ધરણે-પરવતી સહિત શ્રી પાશ્વનાથજીનું ભવ્ય મંદિર બંધાડ્યું ને પાશ્વનાથજીની મૂતિને નાગફણી” એવું નામ આપ્યું. અત્યારે પણ આ તીર્થને માટે મહિમા અને પ્રભાવ છે. ઇડરથી કેસરીયા પગ રસ્તે જનાર ગુજરાતના સઘ અહીં જરૂર યાત્રા કરવા આવે છે. ઈડરથી મેવાડની હદમાં પેસતાં જ બે ડુંગરની વચ્ચે આ તીર્થસ્થાન આવેલું છે. અત્યાર પણ અહીં વધુ ઘણા ચમત્કાર દેખાય છે. એક વાર..ને સઘ યાત્રા કરવા આવ્યા હતા એમાં એક દૂર બેઠેલી બાઈ પણ દર્શન માટે ગઈ. અજાણતા પર ચોવી આશાતના ન ધક્ય તે માટે અત્રદેવે ભમરાએ સમુહ અદિરમાવિક
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy