SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ કે ઇતિહાસ ] : ૨૨૫ : રામસન્ય મારી તે એ મહાનુભાવોને એ જ ભલામણ છે લગાર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જાગ્રત થાઓ. વીતરાગદેવના અનુયાયીઓને, શ્રી વીતરાગધર્મના ઉપાસકેને અને વીતરાગદેવના પૂજકને આવા નકામા કલેશ, ઝગડા, વિર, વિધ, ઈષ્ય શેભા નથી દેતા. આમાં કાંઈ જ લાભ નથી સ્વામીભાઈઓમાં આપસમાં પ્રેમ-સ્નેહ અને ભકિત જ ઘટે - થરા ઉણથી ચાર ગાઉ દૂર છે. વિશાલ સુંદર જિનમંદિર છે. શ્રાવકેનાં ઘર પણ સારી સંખ્યામાં છે ભાવિક, ધર્મશ્રદ્ધાયુકત અને જૈનત્વના સંસ્કારથી શોભતા છે. અહીં પણ વર્ષો જૂને કલેશ-કુમ્પ તે હવે જ પરંતુ આ વર્ષે જ પૂ. આ શ્રી વિજયભકિતસૂરિજીના સદુપદેશથી એ કલેશ મટયો-સંપ થયે; અને શ્રી શંખેશ્વરજીને સંઘ પણ નીકળ્યો. અહીં હસ્તલિખિત પુસ્તક ભંડાર સારે હતે. પરંતુ શ્રાવકની ઉપેક્ષાવૃત્તિથી વેરણછેરણ થઈ ગયો છે તેયે થોડો હસ્તલિખિત પ્રતે રહી છે ખરી. નાની સરખી લાયબ્રેરી છે. પાઠશાળા સારી ચાલે છે. બાકીનાં ગામો નાનાં છે. એટલે તે સંબધી નથી લખતા. આકેલીમાં જિનમંદિર કે ઉપાશ્રય નથી. બાકી બધે છે. રામસૈન્ય. ભીલડીયાજી તીર્થથી ઉત્તર દિશામાં બાર ગાઉ અને ડીસા કેમ્પથી વાયવ્યમાં દશ ગાઉ દૂર રામસૈન્ય તીર્થ આવેલું છે. રામસેન્યની પ્રાચીનતા માટે ગુવાવલીમાં એક ઉલ્લેખ નીચે પ્રમાણે મલે છે– नृपादशाग्रे शरदां सहस्र यो रामसेनाहपुरे चकार नाभेयचैत्येऽटमतीर्थराजविम्वप्रतिष्ठां विधिवत्सदर्यः ।। વિક્રમ સંવત ૧૦૧૦ માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી સર્વદેવસૂરિજીએ આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુજીની મૂતિની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. * મા પ્રદેશમાં થરાદ, કાકેર, ભાભેર વગેરે સારા ગામો છે. ત્યાં સુદર જિનમંદિર, દર્શનીય પ્રાચીન જિનમૂર્તિઓ અને પ્રાચીન સ્થાને છે. + આ. શ્રી સર્વદેવસૂરિજી ભગવાન શ્રી મહાવીરરવામીની પટ્ટપરંપરામાં ૩૮ માં આચાર્યું છે. તેઓ વડગ૭થાપક આ. શ્રી ઉોતનસૂરિજીના શિષ્ય છે. શ્રી ઉદ્યોતનસૂરિજીએ ટેલીગ્રામની સીમમાં વડના ઝાડ નીચે શુભ મુહૂર્વે ૮ શિષ્યોને વિ. સ. ૯૯૪ માં, વીર સંવત ૧૪૬૪ માં આચાર્ય પદવી આપી હતી, તેમાં સર્વ દેવસૂરિજી હતા. શ્રી સર્વદેવસરિજીએ ચંદ્રાવતીના રાજાના જમણા હાથમાં મહામ ને કંકર્ષક, જેમણે ચંદ્રાવતીમાં ભવ્ય મંદિર બનાવ્યું હતું. તેમને ઉપદેશ આપી મહાન સઈદને ત્યાગ કરાવી દીઢ અાપી હતી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy