________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૫૬ :
[જેન તીર્થો પર થાવસજીવ પૂજી. બાદ ચંદ્રપ્રભુસ્વામીના સમયના સૌ મેં પૂછને ગિરનાર પર્વતની સાતમી ટ્રેક પર સ્થાપના કરી. બાદ નાગરાજ તથા શ્રીરામચંદ્ર તથા સીતાએ પૂછ અને પાછી સૌધર્મન્ડને સોંપી. બાદ સોમે તેની પૂજા કરી ગિરનારના સાતમ શિખર પર પુનઃ સ્થાપી. બાદ ત્યાંથી ધરણે તે પ્રતિમાને પિતાના આવાસમાં લઈ ગયા અને પોતે પદ્માવતી દેવી સાથે પ્રતિદિન પૂજવા લાગ્યા બાદ કાળક્રમે જરાસંધ સાથેના યુધ્ધમાં શ્રી અરિષ્ટનેમિકુમારના વચનથી ધરણે તે પ્રતિમા શ્રી કૃષ્ણને આપી. આ રીતે શ્રી શખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કેડાગામે વર્ષોથી પૂજાતી આવી છે. આ સંબંધમાં પં. શ્રી શીતવિજયજી તીર્થમાલામાં આ પ્રમાણે લખે છે કે
“વીરમગામથી આગલિ પાસ, સંખેસ પૂરી મનિ આસ ૧૫૬ યાદવ જરા નિવારી ઈણિ, યદુપતિ તીરથ થાણું તિર્ણિ ચંદ્રપ્રભુજી નવારિ કહી, તવ મૂરતિ ભરાવી સહી. ” . ૧૫૭
(પ્રાચીન તીર્થમાળા પૃષ્ઠ ૧૨૫) આવી રીતે આ તીર્થ છે તે ઘણું જ પ્રાચીન. આ તીર્થરથાનના પ્રદેશને વઢીયાર દેશ કહેવામાં આવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં અનેક તેત્રે, ઈદ, સ્તવને બનેલાં છે. આજ પણું આ તીર્થ મહાચમત્કારી છે. કા. શુદિ પૂર્ણિમા, પોષ દશમી, . શુ. ૧૫ ના રોજ મોટા મેળા ભરાય છે. યાત્રિકને ઘણું ચમત્કારોના દર્શન થાય છે. આજે પણ ઘણુ પરચા પૂરાય છે. સુંદર છ ધર્મશાળાઓ, ઉપાશ્રય પુસ્તકાલય અને ભેજનશાળા છે. અહીં શ્વેતાંબર સંઘ તરફથી જીવણદાસ ગેડીદાસ એ નામી કારખાનું ચાલે છે. વ્યવસ્થા શેઠ જમનાદાસ ભગુભાઈ સંભાળતા પરંતુ ત્યારબાદ અમદાવાદના આઠ સભ્યની એક કમીટી નીમી છે જે શંખેશ્વર તેમજ ભેંચણજીના કારખાનાની દેખરેખ રાખે છે.
ગામમાં પુરાણુ શંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર છે. હાલનું મંદિર નવું છે. પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન અને ભવ્ય છે. ઘણુ જ શાંતિનું સ્થાન છે. રાત્રે દિવ્ય વાજિંત્ર પણ સંભળાય છે. પ્રતિમાજી જીર્ણ થઈ જવાથી વેણીચંદ સુરચંદના પ્રયાસથી પ્રતિમા ઉપર સુંદર મેતીને લાલ લેપ કરવામાં આવેલ છે. ખાસ દર્શનીય સ્થાન છે. મંદિરનું ચિત્રકામ, બાંધણું અને શિ૯૫ પણ સરસ છે. બાવન જિનાલયનું ભવ્ય મંદિર દર્શનીય છે.
મલનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ઉપર તે કઈ શિલાલેખ નથી દેખાતે પરંતુ ત્યાંની દેવલિકાઓમાં બિરાજમાન સ્મૃતિઓ ઉપર તેરમી અને ચૌદમી શતાબ્દિના લેખે મળે છે. તેરમી શતાબ્દિને લેખ શ્રી સોમપ્રભસૂરિજીને છે અને
* કા. શુ. ૧૫ તથા ચૈત્ર શુ. ૧૫ને દિવસે શત્રુંજયગિરિરાજના ૫દ તાંબર કારખાના તરફથી બંધાય છે. પિચ દશમીએ ગેહ મેતીલાલ મૂળછવાળા તરફથી નોકરશી થાય છે,