SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૪૫ : hઠારા જખૌઃ નળીયાક તેરા ત્કારી મૂર્તિનું એક મંદિર છે. આખા કચ્છ પ્રદેશમાં આ મૂર્તિનું માહાસ્ય ઘણું છે. ૨, કોઠારા સુથરીથી કોઠારા ચાર ગાઉ થાય. અહીં પણ શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ મંદિર છે. મેટે પર્વત હોય તેવું મંદિર છે, બાર વિશાળ શિખર છે. આખા કચ્છમાં આવું મેટું મંદિર બીજું એકે નથી. સંવત ૧૯૧૮માં સોળ લાખ કેરીના ખચે શેઠ કેશવજી નાયક અને તેમના બન્યુ શેઠ વેલજી મલુએ આ મંદિર બંધાવ્યું છે. મંદિરની લંબાઈ ૭૮ ફિટ, પહોળાઈ ૬૪ ફીટ અને ઊંચાઈ ૭૪ ફીટ છે. ૩, જખૌ-કોઠારાથી સાત ગાઉ થાય છે. જખૌ બંદર છે. અહીં એક વિશાળ કંપાઉંડમાં ઊચા શિખરવાળાં જુદા-જુદા ગૃહ તરફથી બનેલાં આઠ મંદિર, વિશાળ ભવ્ય અને સુંદર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. કુલ ૨૦ શિખર છે, ૧૩૬ પાષાણુની પ્રતિંમાઓ અને ૧૨૫ ધાતુની પ્રતિમાઓ છે. જેનેનાં ૨૦૦ ઘર છે. મુખ્ય મંદિર વિ. સં. ૧૯૦૫માં શેઠ જીવરાજ રતનશીએ બંધાવેલ જે “રત્નક’ તરીકે પ્રસિધ્ધ છે. ૪, નળીયા-જખૌથી નળીયા છ ગાઉ થાય છે. અહીં સુંદર ચાર જિનમદિરો છે. દેરાસરજીને ૧૬ શિખર અને ચૌદ રંગમંડપે છે. આ વિશાળ મંદિર વિ. સં. ૧૮૧૭માં શેઠ નરશી નાથાએ બંધાવ્યું છે. ૨૦૦ ઘર શ્રાવકનાં છે. ૫. તેરા-નળીયાથી સાડાત્રણ ગાઉ થાય. અહીંને ગઢ ઘણે મજબૂત છે. અહીં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી અને શ્રી શામળા પાર્શ્વનાથજીનાં બે મંદિર છે. મોટા મંદિરને નવ શિખરે છે. વ્યવસ્થા સારી છે. .. , કટારીયા વાગડમાં કટારીયા તીર્થ પ્રસિધ્ધ છે. ગામ નાનું છે છતાં ગામની આસપાસ સૌંદર્ય સારું છે. જેનેના ફકત છ જ ઘર છે. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય મનહર છે. પ્રતિમાજી એવા રમ્ય છે કે-જોતાં ને તૃપ્ત થાય જ નહીં. અહીં એક સુંદર ન બેઠગ ચાલે છે. કાઠિયાવાડથી કચ્છમાં વેણાસરના રણને રસ્તે આવનારને વેણાસરનું રણ ઉતર્યા પછી માણાબો અને ત્યારપછી કટારીયા આવે છે. આપણુ કચ્છમાં પ્રાચીન નગરી છે. ઇતિહાસપ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર જગડુશાહના મહેલો અહીં પણ હતા. પહેલા આ નગરી બહુ જ વિશાળ હતી, મુસલમાના અનેક હુમલાથી આ નગરી ખેદાનમેદાન થઈ ગઈ. માત્ર પ્રાચીન અવશેષો જ કાયમ રહ્યા છે. અહીંનું અને મંદિર લાગુ જ ભવ્ય અને મનહર છે અને સ્મૃતિ ખૂબ પ્રાચીન તેમજ દર્શનીય છે. ૧૯.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy