SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - - - - - - અજારા ક ૧૩૬ ઃ [ જૈન તીર્થોને ઉપર્યુક્ત અજયનગર અત્યારે અજારા તરીકે પ્રસિદ્ધ છે.શ્રી પાર્શ્વનાથ ભગવાનની એ મૂર્તિ વિદ્યમાન છે. આ મૂર્તિને ઇતિહાસ ઘણે જ પ્રાચીન છે. આ પ્રભાવિક પ્રતિમાજીને પૂરે છ લાખ વર્ષ સુધી ધરણેકે પૂજી હતી. બાદ છ સે વર્ષ કુબેરે પૂજી હતી. ત્યાંથી વરુણદેવ પાસે ગઈ. તેમણે સાત લાખ વર્ષ સુધી પૂ. બાદ અજયપાલ રાજાના સમયમાં આ પ્રતિમાજી પ્રગટ થયા. પ્રતિમાજી મહામકારી અને પ્રભાવિક છે. દર્શન કરતાં રેગ, શોક અને ભય વિનાશ પામે છે. જેમાં મૂળનાયક શ્રી અારા પાર્શ્વનાથજી બિરાજમાન છે તે આ ગભારે અને રંગમંડપનું વાતાવરણ એટલું બધું શાંત અને પવિત્ર છે કે ત્યાં જનાર મુમુક્ષુને પરમ શાંતિ અને આહલાદ આવે છે. જાણે સાક્ષાત્ ધર્મરાજ બેઠા હોય અને મહારાજાની સેનાને ચાલ્યા જવાને મને આદેશ કરતા હોય એવી ભવ્ય મૂર્તિ છે. ત્યાંના અણુએ અણુમાં પવિત્રતા અને શાંતિ ભર્યા છે, આત્માને પરમ તાઝગી આપી આત્મતત્વનું વીતરાગદશાનું અપૂર્વ ભાન કરાવે છે. વીતરાગતા શું વસ્તુ છે? એ વીતરાગતા કેમ પ્રાપ્ત થઈ શકે છે? એ આખી વસ્તુ ભાવના સમજવા ઈચ્છનાર મુમુક્ષુએ શાંતિથી બે ઘડી બેસી કઈક લાભ લેવા જેવો છે. અજારા અત્યારે તદ્દન નાનું ગામડું છે. ઉનાથી એક કેશ દર છે. દ્વીપબંદરથી ચાર ગાઉ દૂર છે. અજારા ગામની આસપાસ ઘણી વાર જિન મૂર્તિઓ અને શાસનદેવદેવીની મૂર્તિઓ નીકળે છે. કેટલીયે ખંડિત મૂર્તિઓ આજ પણ નજરે પડે છે. ગામના પાદરમાં જ ચકેશ્વરી દેવીની મૂર્તિ યાવતી દેવીની મૂર્તિ દેખાય છે. ગામવાળા તેને યાદરદેવી તરીકે પૂજે છે.આ ઉપરાંત અજયપાલને ચોતર એક તળાવ વગેરે પણ દેખાય છે. વિ. સં. ૧૯૪૦ માં ચેતરાની આસપાસથી બાવીશ જિનમૃતિઓ અને યક્ષચક્ષિણની મૂર્તિઓ નીકળી હતી. તેમાં સંવત્ ૧૩ર૩માં પ્રતિષ્ઠાપેલ બે કાઉસગીયાની મૂતિઓ પણ હતી. અજયપાળને ચેતરે ખેદતાં એક શિલાલેખ નીકળ્યો હતો જેમાં વિ. સં. ૧૩૪૩ માં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવ્યા લેખ મળ્યો હતો, જે ભા. પ્રા. શે. ૧ નં. ૧૧૫ માં પ્રકાશિત થયેલ છે. હજી ખેદકામ થતાં વિશેષ મૂર્તિઓ મળી આવવા સંભવ છે. . અજારા પાર્શ્વનાથજીના મંદિરમાં નીચે જબ શિલાલેખ છે. ૧૦ સંવત ૧૬૯૭ ના વૈશાખ શુદિ ત્રીજ રિહિણી અને મંગળવારે ઉનાનિવાસી શ્રીમાલી જીવરાજ દશીના પુત્ર કૃઅરજી દોશીએ દીવના સંઘની સહાચતાથી શ્રી વિજ્યદેવસૂરિજીની વિદ્યમાનતામાં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યે છે. આ ચૌદમે જીદ્ધાર છે. ૨. વિ. સં. ૧૬૭૮ કુ. શ્ર૯ શનિવારે ઋષભજિનપાદુકાની સ્થાપના કરી છે. પ્રતિકા૨ક વિજયદેવસૂરિરાયે કલ્યાણકુશલ ગણિ. આ લેખ મંદિરની જમણી
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy