SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૬ : શ્રી શત્રુજય મુસલમાની જમાનામાં પણ ધમવીર, દાનવીર શ્રીમન્ત જૈનોએ પિતાની લાગવગ ઠેઠ સૂબાઓ અને પાદશાહો પાસે પહોંચાડી, તીર્થ રક્ષા કરી જીર્ણોદ્ધાર કર્યા હતાં અને લાખો-કરડે રૂપીયા ખચ લક્ષ્મીને સદુપયોગ કર્યો હતો. ૧. બાહડશાહના ઉદ્ધારમાં ર૯૦૦૦૦૦૦-લગભગ ત્રણ કરોડનો વ્યય થયો છેઆવી જ રીતે સલમા કરમાશાહના ઉદ્ધારમાં પણ સવા કરોડનો ખર્ચ થયો છે. આ સોળ મુખ્ય ઉદ્ધા સિવાયના નાના ઉદ્ધાર તે પાર વિનાના થયા છે. મહારાજા શ્રેણિક, સમ્રા સ પ્રતિ, આમરાજા, મહામંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ, જગડુશાહ, પેથડશાહ વગેરેનાં નામે નાના ઉદ્ધારકેમાં મળે છે. છેલ્લે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ખભાતના તેજપાલ સોનીએ એંશી લાખ રૂપિયા ખર્ચ મૂલમંદિરનો નાનો ઉદ્ધાર કરાવ્યાનો લેખ છે, જેને લેખ મૂલ ગભારાના પૂર્વારના મડપમાં છે. એક લેખ કરમાશાહને અને બીજો લેખ તેજપાળ સોનીને છે. આ વખતે ૭૨ સંઘવીઓ હતા. તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આદિ એક હજાર સાધુસમૂહ અને બે લાખ યાત્રિકે હતા. કહે છે કે ત્યારપછી આ મેટા સંધ નીકળ્યો નથી. તેજપાળ સોનીએ આ પ્રમાણે કામ કરાવ્યું હતું-“આ પ્રસંગે ખંભાતના તેજપાળ સેનીને શત્રુંજય તીર્થને પિતાના તરફથી જીર્ણોદ્ધાર કરાવવાને આદેશ મળ્યાથી કુશળ કારીગરો દ્વારા તેણે શ્રી ષભચૈત્યને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. આ જિનાલય ૧૨૪૫ કુંભ સાથે બાવન હાથ ઊંચુ ચાર ગિનીઓ અને દસ દિગપાળ યુક્ત તૈયાર કરાવ્યું. ફરતી કર દેવકુલિકાએ બંધાવી અને મૂલ પ્રાસાદનું નામ “નંદીવન રાખ્યું જે અદ્યાવધિ પ્રસિદ્ધ છે.” - શત્રુંજય પ્રકાશ પૃ. ૯૪. આ સિવાય તે વખતે, સાથે સાથે જ રામજીશા, જશુ ઠકકર, કુઅરજી શા અને મધુ શેઠે પણ મંદિર બંધાવ્યા હતા અને બંધારના રામજી શ્રીમાલીએ ભમતીમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું હતું. આ બધા મંદિરો અને મૂલ મંદિરમા-ન દીવર્ધન પ્રાસાદમા જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરી હતી. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી એક મહામાભાવિક યુગપ્રધાન આચાર્ય થયા છે. તેમનો વિ. સં. ૧૫૮૩ માં જન્મ, વિ. સં. ૧૫૯૬ માં દીક્ષા, વિ. સં. ૧૬૧૦ આચાર્ય, વિ. સ. ૧૯૩૯માં અકબરને પ્રતિબોધ આપવા અકબરના આમંત્રણથી ફત્તેહપુર સીક્રી ગયા, ૧૬૪૧ મા જગદગુરુ બિરૂદ, જયારે માફ કરાવ્ય, અકબરને માંસાહાર છોડાવ્યો, બાર દિવસ સમસ્ત હિન્દમા અમારી પળાવી. પાછળથી કુલ છ મહિના અમારી પળાવી. જૈન તીર્થો શત્ર જય, ગિરનાર, તારંગાઇ, કેસરીયાજી, આબુ, રાજગૃહી, સમેતશિખર વગેરે તીર્થોને કરમુકત બનાવી જૈન સંઘને સોપાવ્યાં. તેઓ અને તેમના શિષ્ય-પ્રશિષ્યએ મેગલ દરબારમા અનુપમ માનસત્કાર અને ગૌરવ મેળવ્યાં તેમજ પ્રજાહિતનાં ઘણું કાર્યો કરાવ્યાં. ઉ. શ્રી શાનિચદ્રજી ગણિ, વિજ્યસેનસૂરિજી, ઉ, ભાનુચંદ્રજી, સિદ્ધિચ દ્રજી, વિવેકહર્ષ ગણિ, પરમાણુંદ મુનિ વગેરેએ મોગલ સમ્રાટોને પ્રતિબોધી અહિસાને વિજયધ્વજ ફરકાવ્યો છે. મોગલ સમ્રાટને અહિંસક બનાવવાનું અનુપમ માન જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જ ઘટે છે. તેમની
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy