SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ જૈન તીર્થ સર્વસંગ્રહ ભુવનેશ્વરના મંદિર-સ્થાપત્ય સંબંધે વિચાર કરતાં શ્રીનિર્મળકુમાર બસુ કહે છે-“શિલ્પશાસ્ત્રની દષ્ટિએ રેખ આ મંદિર કે ભદ્ર મંદિરની કક્ષાનું આ મંદિર નથી. વિશેષ તપાથી નક્કી થાય છે કે, વચમાં સ્થાપિત મહાકાય શિવલિંગ ઉપર ઢાંકવા માટે શિલ્પમર્યાદા તેડીને આ મંદિર બનાવવામાં આવ્યું છે જે મંદિરનું નામ છે ભાસ્કરેશ્વર મંદિર, એને રચનાકાળ ચક્કસ નથી, છતાં ઐતિહાસિક દષ્ટિએ બીજાં મંદિરે કરતાં આ મંદિર વધારે કીમતી છે. ભાસ્કરેશ્વર મંદિરના મધ્યમાં ૯ ફીટ ઊંચું અને ગૌરીપટ્ટ ઉપર ૪ ફીટ પહોળું શિવલિંગ છે, જેના ઉપર ભાગ ખંડિત થયે હેય એમ લાગે છે. આશ્ચર્ય તે એ છે કે, શિવલિંગ એક પથ્થરનું છે, જ્યારે ગૌરીપટ્ટ જુદી જુદી જાતના પથ્થરને છે. આ સિવાય ગૌરીપટ્ટની લંબાઈ સાથે શિવલિંગની લંબાઈ પણ મેળ ખાતી નથી. આ માટે રાજા રાજેન્દ્રલાલ મિત્ર જણાવે છે કે, પ્રાચીન કાળમાં અહીં અશોક સ્તંભ હતે. કાળાંતરે તેને સ્થાને લિંગસ્થાપના થઈ છે. ત્યાર પછી તેની ઉપર મંદિર ઊભું કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ શિરેભાગથી અનુમાન થાય છે કે, ભાસ્કરને તંભ ૨૯ થી ૩૩ ફીટ સુધી અત્યારે જમીનમાં ધરબાયેલો હોવો જોઈએ. તેમજ એ સમયે અત્યારના ઘરથી ૩૦ ફીટ જમીન હોવી જોઈએ. આ ઉપરથી નક્કી થાય છે કે, આ સ્થળમાં ઉપરના બદલે નીચેમાં વિશેષ શોધ કરવી જોઈએ, અને તેમ કરવાથી ઐતિહાસિક વિષયમાં ઈચ્છિત લાભ થશે. “અમે આસપાસની જમીન તપાસવાનું કામ શરૂ કર્યું. નીચેના ભાગમાંથી જે વસ્તુઓ મળે છે તે ઉપરની વસ્તુઓ કરતાં વિશેષ પ્રાચીન હેય એમ અમારે ખ્યાલ હતું. પરિણામે એક ન કુ દતાં તે સ્થાનમાંથી ૨ મૂર્તિઓ મળી આવી જેમાંથી એક બોદ્ધ પ્રતિમા અને બીજી જૈન તીર્થકરની મૂર્તિ હતી. પાષાણ બંધનની ખેદેલ મૂર્તિઓની ગઠન-રચના, માથાની શિખા અને હાથની કૃતિ વગેરે ઉદયગિરિની રાણી ગુફાને મળતું આવે છે એટલે તે સમયનું હોવાને સંભવ છે. બંગાલી સંશોધકે ઘણી વખત જેન અને બૌદ્ધને એક ગણ લઈ પુરાતત્ત્વની સામગ્રી વિશે વર્ણન આપે છે. આ ઉપરથી એમ જણાય છે કે, સેમપુર વિહારની માફક આ સ્થળમાં પ્રથમ જૈન અને બૌદ્ધ સંસ્કૃતિએ પિતાને પ્રભાવ પાથર્યો હશે તે પછી શૈવ આધિપત્યમાં આ સ્થળે પિતાનું મંદિર બંધાવાયું હશે. મુનિરાજ શ્રીન્યાયવિજ્યજી જણાવે છે કે, “મહાપ્રાભાવિક વાસ્વામી ઉત્તર પ્રાંતમાં દુકાળ પડવાથી સંઘ સહિત અહીં (જગન્નાથપુરીમાં) પધાર્યા હતા. અહીના બોદ્ધધમી રાજાને ચમત્કાર બતાવી પ્રતિબોધીને જેનધમી બનાવ્યા હતે. અહીં જીરાવાલા પાર્શ્વનાથનું સુંદર મંદિર હતું, પરંતુ શંકરાચાર્યજીના સમયે ત્યાંના રાજાએ બલાત્કારથી એ મંદિર પોતાના કબજે કર્યું. જો કે આજ પણ જગન્નાથપુરીમાં જૈન મૂર્તિ છે. ત્યાં દર બાર વર્ષે ખેાળું નવું ચડે છે. જેન તીર્થના સમરણરૂપે અહીં બ્રાહ્મણે પણ જાતિભેદ ગણતા નથી.” શ્રીનિર્મળકુમાર બસુની ઉપર્યુક્ત ધારણાને મુનિરાજ શ્રીન્યાયવિજયજીની આ હકીક્ત પ્રમાણિત બનાવતાં મંદિરના પુરાતન ઇતિહાસ ઉપર આ ઘે પ્રકાશ પડે છે. આ વિશે વિદ્વાને વધુ શોધ કરે એ જ ઈચ્છવાયેગ્ય છે. ઉદયગિરિ–ખંડગિરિ એરિસામાં જૈનધર્મનું મહત્વ શું હતું એ વિશે દુનિયાભરના ઐતિહાસિક વિદ્વાનોમાં પ્રસિદ્ધિ પામેલે ઉદયગિરિની હાથીગકામાં આવેલ મહામેઘવાહન ચક્રવર્તી મહારાજા ખારવેલને શિલાલેખ અગત્યની પ્રામાણિક વિગતે રજુ કરે છે. આ શિલાલેખ કેવળ જેનેની જ દષ્ટિએ નહિ પરંતુ ભારતની રાજકીય અને એતિહાસિક દૃષ્ટિએ અતિમૂલ્યવાન અને અદ્વિતીય છે. એતિહાસિક ઘટનાઓ અને ખારવેલના જીવનચરિતને અંક્તિ કરનાર ભારતવર્ષમાં આ સૌથી પહેલે શિલાલેખ છે. ૧. “પ્રવાસી' : ૧૩૪૧ વૈશાખ, પૃ: ૩૫-૪૦; “જૈન સત્ય પ્રકાશ' વર્ષ : ૧૨, અંક : ૧૧, પૃ8 : ૩૨૦-૨૨. ૨. “જૈન તીર્થને ઈતિહાસ', પૃઢ : ૫૬૦.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy