________________
, વાલપાડા
૫૦૧
સં. ૧૯૫૪માં અહીં ભારે ભૂકંપ થયે ત્યારે લેકે જીવ લઈને નાઠા હતા, એ સમયે આ મંદિરને ખૂબ નુકસાન પહોંચ્યું હતું, પરંતુ મૂળનાયકની પ્રતિમા બરાબર રિથર હતી. સં. ૧૯૫૮માં તેની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવેલી છેસૂર્યપહાડઃ
ગવાલપાડાથી સૂર્યપહાડ ૧૪ માઈલ દૂર છે. આ પ્રદેશ દશભુજા સેમેશ્વર પરગણામાં આવેલ છે. જંગલને. ખાડા-ટેકરાને રસ્તે પસાર કર્યો પછી ડૂબાપાડા નદીને નાવથી પાર કરવી પડે છે. સૂર્યપહાડ બહુ મોટો અને કેટલાયે માઈલેમાં પથરાયેલે છે, તેના ઉપર જંગલી જાતિઓ વસે છે. આ પહાડ ઉપર હિંદુઓનાં કેટલાંક સ્થાને બનેલાં છે પરંતુ અહીંની ૧ પ્રાચીન ગુફામાં પ્રવેશ કરતાં તીર્થકરની કાર્યોત્સર્ગસ્થ મૂર્તિઓ કેરેલી જોવામાં આવે છે.
. ગુફામાં જમણી બાજુની જિનપ્રતિમા ૪ ફીટ ઊંચી અને ૧૫ ફૂટ પહોળી છે, તેની જમણી બાજુએ ઉપરના ભાગમાં ૬ અને નીચેના ભાગમાં ૪ અક્ષરે કતરેલા છે, પ્રતિમા નીચે પદ્યનું ચિહ્ન હોવાથી છઠ્ઠા ભગવાનની આ મૂર્તિ જણાય છે. ડાબી તરફની બીજી મૂર્તિ ૨ ફીટ ઊંચી અને ૧ ફૂટ પહોળી છે, તેની નીચે વૃષભ લંછન અંકિત હોવાથી પ્રથમ તીર્થંકર શ્રીઆદીશ્વર ભગવાનની મૂતિ. લાગે છે. આ મૂર્તિની પાછળ ભામંડલ વિદ્યમાન છે, એ મૂર્તિની ડાબી બાજુએ ૪ અક્ષરો કતરેલા છે.
આ લેખના અક્ષરેની લિપિ લગભગ ૧૦૦૦ વર્ષની પ્રાચીન હેય એમ શ્રીલંવરમલજી નાહટા નેધે છે, આ પહાડ પર બીજી કેટલીયે મૂર્તિઓ જ્યાં ત્યાં પડેલી જોવાય છે.
આ રીતે ગવાલપાડા જિલ્લાના પંચરત્ન, પાતાલપુરી, જેગીગુફા, ટૂંકેશ્વરી આદિ પહાડ ઉપર પણ કેટલીયે મતિઓ અને ખંડિયેર પડેલાં છે. એ પહાડોમાં તપાસ કરવામાં આવે તે જૈન અવશેષો મળી આવે અને આ પ્રદેશ સુધી ફેલાયેલા જૈનધર્મનાં ચિને ઈતિહાસ જાણવા મળી શકે.
. ઓરિસા
ભુવનેશ્વરઃ
કલકત્તાથી મદ્રાસ જતી બી. એન. રેલ્વેમાં ભુવનેશ્વર સ્ટેશન છે. ભુવનેશ્વરને વિસ્તાર ચાર-પાંચ કેશ પ્રમાણ છે. ભુવનેશ્વરના અગ્નિખૂણામાં ચાર-પાંચ માઈલ દૂર ધવલી પહાડ છે, ત્યારે બીજી દિશા એટલે વાયવ્ય તરફ એટલા જ અંતરે અંડગિરિ અને ઉદયગિરિના પહાડે છે, જેમાં સમ્રાટ ખારવેલને હાથીગુફાવાળો પ્રસિદ્ધ શિલાલેખ છે. આ બંને સ્થાનોમાં ઈ. સ. પૂર્વે બીજી અને ત્રીજી શતાબ્દીનાં સંસ્મરણે અંકાયેલાં મોજુદ છે. એ બંને પુરાતન પ્રસિદ્ધ ધામની વચ્ચે ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર આવેલું છે.
ભુવનેશ્વરમાંથી પુરાતન કોઈ વસ્તુ મળી આવી નથી, અને જે મળે છે તે ઈ. સ. ની નવમી શતાબ્દી પહેલાની નથી. ધવલી પહાડ અને ઉદયગિરિ–ખંડગિરિમાંથી મળી આવેલી પુરાતન ઐતિહાસિક સામગ્રીના સમયની વસ્તુઓ હજી અહી' શોધવામાં આવી નથી; પરંતુ એ એક હકીકત છે કે, એ સમયે પણ આ સ્થળ એટલું જ પ્રસિદ્ધ હોવું જોઈએ.
' આ મનિની ચમત્કારિક ઘટના વિશે શ્રી. અગરચંદજી નાહટા ‘એશિવાલ નવયુવક' સને ૧૯૩૮ના જુલાઈ અંકમાં વાત નોંધે છે તેનો સાર એ છે કે ધરતીકંપ પછી અહીંના જૈનાએ મૂળનાયકની આ નાની પ્રતિમાને બદલે માટી પ્રતિમા સ્થાપન કરવાનો વિચાર
= 2 ક ર ક ાંકરદાનજી નાહટાને મૂર્તિ મેળવવાનું કામ સોંપવામાં આવ્યું. એ માટે મેડતા અને બિકાનેરથી મૂર્તિ લાવવાને પ્રબંધ કરવામાં આવ્યો પરંતુ શેઠ શંકરદાનજી નાહટાને અને બિકાનેરના શ્રીપૂજને સ્વપ્નમાં એ પ્રાચીન મૂર્તિ ચમત્કારી હોવાથી ન • બદલવા વિશેનું સ્વપ્ન આવ્યું, આથી એ પ્રાચીન મૂર્તિને જ ફરીથી સ્થાપન કરવામાં આવી.
છીછરાદ નાહટાએ આસામનાં જૈનમંદિરની હકીકત ઉપર્યુક્ત અંકમાં આપેલી છે. તેમાંથી આ મંદિર વિશેની હકીકત તાર ૨. “જેને સત્ય પ્રકાશ વર્ષ: ૮, અંકઃ ૧૨