________________
૨૬૫. અજિમગજ
(કોઠા નંબર : ૪૩૬-૪૩ce) ' અજિમગંજ અને બાહુચરને જુદાં પડતી ભાગીરથી નદી બંને પ્રદેશો વચ્ચે આડે દેહ નાખી પડેલી જોવાય છે. એક બીજા નગરમાં હોડી દ્વારા જઈ શકાય છે. અજિમગંજ રેલ્વેનું સ્ટેશન પણ છે.
સુશીદાબાદના પતન પછી એની સમૃદ્ધિના અવશે અમિગજમાં જળવાયેલાં લેવાય છે, કેમકે ત્યાંના શ્રીમંત અજિમગંજ અને બાહુચર આદિ પ્રદેશમાં આવી વસી ગયા ત્યારથી આ નગરે ધીમે ધીમે જન-ધનથી સંપન્ન બની ગયાં છે.
અહીં ૮૦૦ જેનોની વસ્તી છે. મોટે ભાગે સુખી અને સંપન્ન છે. આગરાથી લઈને કલકત્તા સુધીના પ્રદેશમાં . રેન શ્વેતાંબર ભાઈઓની વિશેષ વતી અજિમગંજ અને બાહુચરમાં જ જોવા મળે છે. અહીં કેટલાક જૈન શ્રીમંત -બગીરદારો પૈકી રા. બ. ધનપતસિંહજી, રા. બ. સીતાપચંદજી નાહર, સિંધી કુટુંબ, નવલખાવાળા આદિ ધનાઢયોના. -એશ્વર્યથી આ નગરની શોભા વધી ગયેલી છે. આ જાગીરદાર બાબુઓની આલીશાન અટ્ટલિકાઓ અને બાગ-બગીચા જતાં કોઈ ઉભવી નગરીનો ખ્યાલ આવી જાય છે. આ વૈભવ સાથે બાબુઓની ધર્મભાવના અને સાધર્મિક ભક્તિ પણ અનેરી હોય છે. કઈ પણ સાધમીની ભક્તિ માટે તેઓ સ્વયં ખડે પગે રહેતાં સંકેચાતા નથી. અહીંના જૈનમંદિરે - અને તેમાં સ્થાપન કરેલી અમૂલ્ય જિનપ્રતિમાઓ એ બાબુઓની ધાર્મિક ભાવનાની પ્રતીતિ કરાવી રહ્યાં છે અને - આસપાસનાં મેટાં તીર્થસ્થળમાં તેમણે કરાવેલાં નવાં મંદિર, જીર્ણોદ્ધાર અને ધર્મશાળાઓ એની સાક્ષી આપી રહ્યાં છે.
બાબુ નિર્મળકુમારસિંહજી નવલખાએ પિતાની હકુમતના પ્રદેશમાં ખેદકામ કરાવતાં તેમને જે પ્રાચીન કળા-કારી- ગરીની વસ્તુઓ જડી આવેલી તેનું સંગ્રહસ્થાન પિતાના બગીચામાં બનાવ્યું છે તે દર્શનીય છે..
અહીં જ ઉપાશ્રય, ર જૈન ધર્મશાળાઓ અને ૧૦ જિનમંદિર શોભી રહ્યાં છે. ૧. મહાજનપટ્ટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીગુલાબબાઈએ બંધાવેલું છે. આમાં પાષાણુની ૩
* અને ધાતની ૨ પ્રતિમાઓ છે. નવપદજીમાં પંચ પરમેષ્ઠીની પ્રતિમાઓ 'ટિકની છે. -૨, મહાજનપટ્ટીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું શિખરબંધી મંદિર મુહત કુટુંબે બંધાવેલું છે. તેમાં પાષાણની ૨૪
અને ધાતુની ૪ર પ્રતિમાઓ છે. ૩. મહાજનપટ્ટીમાં શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે સં. ૧૯૪૩માં બંધાવેલું છે. આમાં સ્ફટિકની
૧ અને શનિ રત્નની ૨ પ્રતિમાઓ છે તેમજ ૪ ગુરુમૂતિઓ વિદ્યમાન છે. ૪. મહાજનપટ્ટીમાં શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર રા. બ. સીતાપચંદજી નાહરે બંધાવેલું છે. આમાં
પાષાણની ૭, ધાતુની ૨૮, સ્ફટિકની ૩ અને ૪ ગુરુમૂર્તિઓ છે. - પ. મહાજનપટ્ટીમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર બાબુ ગણપતસિંહજી દૂગડે સં. ૧૯૪૦ લગ
ભગમાં બંધાવ્યું છે.' . મહાજનપટ્ટીમાં શ્રીપ પ્રભસ્વામીનું શિખરબંધી મંદિર અતિ શ્રીવિજયચંદ્રજીએ બંધાવ્યું છે. આમાં પાષાણુની
૧૦, ધાતુની ૭ મૂર્તિઓ તેમજ ૧ ગુરુમૂર્તિ છે. • - હ. રેલ્વેના પાટાની બાજુમાં શ્રીસંભવનાથ ભગવાનનું શિખરબંધી મંદિર રા. બ. બાબુ ધનપતિસિંહજીએ સં. ૧૯૩૩માં
બંધાવેલું છે. આ મંદિર ત્રણમાળનું વિશાળ અને રમણીય છે. આમાં અષ્ટાપદ અને સમેતશિખર આદિની રચનાઓ કરેલી છે. દાદાજીની ઘૂમટી પણ છે. મંદિરમાં પાષાણની કુલ ૮૬, ધાતુની ૧૬૪, સ્ફટિકની ૪, પાનાની ૧, કાળા
રત્નની ૧૨, અને સંગેઈસપની ૧ મૂર્તિઓ છે. - ૮ રામબાગમાં શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવેલું છે. તેમાં પાષાણની ૩૩ અને
ધાતની ૧૮ પ્રતિમાઓ છે. પાછળ કુંડ છે અને બગીચામાં દાદાજીની છત્રી છે. •