________________
જૈન તીર્થ સર્વસંગ્રહ सा० राजपाल भार्या राजश्री तत्पुत्र सं० ऋषभदास भार्या श्रा० रेपश्री तापुत्रसंघाधिप सं० कुंरपाल सं० सोनपालाभ्यां तत्सुत सं०. संघराज सं० रूपचंद सं० चतुर्भुज सं० धनपालादियुतैः श्रीअंचलगच्छे पूज्यश्रीधर्ममूर्तिसूरि त पट्टे पून्यकल्याणसागरसूरीणामुपदेशेनः विद्यमानश्रीवीरजिनमविवं प्रतिष्ठापितं ।। श्रीरस्तु ॥"
આ તીર્થમાં સં. ૧૬૭૧ ના ઉપરોક્ત લેખ સિવાય ચરણપાદુકાઓ ઉપર સં. ૧૮૭૭ની સાલના લેખે છે. વળી, દેરાસરમાં બે પ્રાચીન-લગભગ દશમા સિકાની સ્થાપાષાણની બોદ્ધ પ્રતિમાઓ જિનમૂર્તિ તરીકે પૂજાય છે. આ પ્રતિમાઓમાં વસ્ત્રાલંકારો પણ કતરેલા છે અને જે માં હેતુ માટે વાળે બૌદ્ધ પ્રતિમાઓ ઉપર આલેખાતે લેખ. પણ મૂર્તિના મસ્તકના ફરતા ભાગમાં કેતરે છે. આ સિવાય હાલમાં જ આરસનું એક મોટું સમવસરણ તૈયાર કરાવવામાં આવેલું છે.
અહીં વિશાળ જૈન ધર્મશાળા છે. તેમાં બધી સગવડ રહે છે. જેની વતી બિલકુલ નથી.
પ્રયાગ અલાહબાદ
આજે જે શહેર અલ્લાહાબાદ નામે ઓળખાય છે તે મધ્યકાળમાં પ્રયાગ નામે પ્રસિદ્ધ હતું પરંતુ બહુ પ્રાચીન કાળમાં એટલે ભગવાન ઋષભદેવના સમયમાં આ પ્રયોગ અધ્યાને જ એક ભાગ હતો. જેનેના પ્રાચીન સૂત્ર મજબ: આ ભાગ ૬ પુરિમતાલપાડા” નામે ઓળખાતું હતું. ભગવાન રાષભદેવને આ સ્થળે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. આજના કિલ્લામાં અક્ષયવટ નામે મેટે વડલે છે, તેની નીચે ભગવાન આદીશ્વરના કેવળજ્ઞાન કયાણકનું મરણ. કરાવતી પ્રાચીન પાદુકાઓ સ્થાપન કરેલી હતી અને એથી આ સ્થળને જેના પવિત્ર તીર્થસ્થળમાં ગણાવેલું છે. શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થક૯૫”માં જે ૮૪ મહાતીર્થો ગણુવ્યાં છે તેમાં “પુરિમતા ત્રાદિનાથઃ ” એમ. કહીને આ તીર્થને ખેંચ્યું છે.
ભગવાન મહાવીરસ્વામી આ પુરિમતાલપાડાના શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થિત રહ્યા હતા. એ સમયે અહીં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. વર્ચ્યુર નામને શ્રાવકે ભગવાનની પૂજા અહીં કરી હતી. અહીં અમેઘદશી ઉદ્યાનમાં ભગવાન મહાવીરનું સમવસરણ થયું હતું અને વિજય ચેર સેનાપતિના પુત્ર અભગ્નસેનના પૂર્વભવનું વર્ણન. તેમણે કર્યું હતું. એ પછી પુષ્પચૂલા નામની સાવીને અને અણિકાપુત્ર આચાર્યને અહીં કેવળજ્ઞાન થયું હતું. શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, એ અર્ણિકાપુત્રનું અહીં નિવણ થતાં એમને દેહ શુળીમાં પરોવાયે હતું અને દેએ. તેમજ લેકેએ મહોત્સવ કરી આ સ્થળનું માહામ્ય વધારી દીધું હતું.
પ્રાચીન તીર્થમાળાના કથન મુજબ: અહીં વડલા નીચે જે શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન પાદુકાઓ હતી, તેની . ૫. હંસલેમ સં. ૧૫૫૬ માં યાત્રા કરી હતી. તે પછી સં. ૧૬૪૮ માં રાય કયા નામના શૈવ વણિકે ઉત્થાપીને
ત્યાં શિવલિંગની સ્થાપના કરી દીધી. તે પછી ઔરંગઝેબે એ શિવલિંગને નાશ કર્યો હતો. ૧
એ સ્થાપેલી પાદુકા અને બે જિનમૂર્તિઓ વડલા નીચેના એક ભાગમાં આજે પણ પડી છે, જેને લોકે હિંદુદેવ માનીને પૂજે છે. ચૌદમા સૈકામાં અહીં શ્રીશીતળનાથ ભગવાનનું મંદિર હતું એમ શ્રીજિનપ્રભસૂરિ પિતાના “વિવિધ- તીર્થકલ્પ'માં નૈધે છે.
- અહીં એક શ્વેતાંબર મંદિર તૈયાર થયેલું છે પરંતુ પ્રતિષ્ઠા ન થવાથી ખાલી પડયું છે. દિગંબર જેનેનાં મંદિર, ધર્મશાળા અને તેમની વસ્તી સિવાય અહીં વેતાંબર જૈનની વસ્તી કે ધર્મશાળા નથી.
મધ્યકાળમાં પ્રયાગ નામે ઓળખાતા સ્થળનું મનહર વર્ણન “રામાયણ” અને “મહાભારતમાં કરેલું છે. ભારદ્વાજ મુનિને આશ્રમ અહીં હતું અને મય નામના ચતુર શિપીએ પાંડને નાશ કરવા લાક્ષગૃહની અહીં રચના કરી હતી. અહીં ગંગા, યમુના અને (ગુપ્ત) સરસ્વતી નામની ત્રણ નદીઓને સંગમ થતો હોવાથી. એને “ત્રિવેણીસંગમ” કહે
-
૧. “પ્રાચીન તીર્થમાલા સંગ્ર” પૃ8: ૭૬. • • •