SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ગીરડી-જુવાલુકા ૪૪૧ વર્ધમાન તિહાં નાણુ ભણી જઈ, સુમુખિ જિનહર વીર નમીજઇ આણી ભાવ રસાલ તુ. જ્ય યે જં૦. ' ઈમ સુણી લકની વાત, તિહાં જઈનઈ કીધી જાત્ર; ઈહાંથી કીજઈ સ્થાન તુ, જય જય જં૦. . –પં. શ્રી હંસલેમ (સં. ૧૫૬૫) (૩) “સમેતશિખરથી જિમણ પાસ, જંભીય ગામ અકઈ બહુ વાસ ' રિજુવાલુકા નદીનઈ તીર, કેવલ પામ્ય શ્રી મહાવીર, જી. –પં. શ્રી જયવિજ્ય (સં. ૧૬૬૪) ૪) “ગિરિથી દૂર દક્ષિણ દિશિ, દેખિઇ રિજીવાલા રે નામ દાદર તટની હમણાં વહે, વીર જિન કેવલ ઠામ. –પં. શ્રીભાગ્યવિજ્ય (સં. ૧૯૫૦) આ અવતરણ પિકી (૧) પં. વિજયસાગર નામના યાત્રી આ સ્થળને સમેતશિખરથી ૧૨ કેશ દૂર બતાવે છે, ત્યારે (૨) પં. શ્રીહંસસમ એ સ્થળને સમેતશિખરથી ૨૦ કૅશ દૂર બતાવતાં ઊમેરે છે કે- લેકના કથનથી એમ જણાય છે, (૩) પં. શ્રીજયવિજયે સમેતશિખરથી જંભીયગામ કેટલું દૂર છે તે બતાવ્યું નથી પરંતુ તેનાથી જમણી બાજુએ હેવાનું સૂચન કર્યું છે, જ્યારે (૪) પં. સૌભાગ્યવિજયજી એ સ્થળને દક્ષિણ દિશામાં રહેલી દાદર નદીને જુવાલુકા બતાવે છે.. - પં. શ્રીકલ્યાણવિજયજી આ વિશે સંશોધન કરતાં ઉલ્લેખે છે કે—“આ ઉલેખેથી ભગવાનની કેવળ કલ્યાણની ભૂમિને નિશ્ચિત પત્તો લગાડ કઠણ છે. આજકાલ જ્યાં સમેતશિખરની પાસે કેવળભૂમિ બતાવવામાં આવે છે તેની પાસે ન તે જીવાલુકા અથવા એનાથી મળતાઝુલતા નામવાળી કઈ નદી છે અને ન જંભિયગ્રામ અથવા એના અપબ્રણ નામનું કઈ ગામ છે. સમેતશિખરથી પૂર્વ—દક્ષિણ દિશામાં દાદર નદી આજે પણ છે. પરંતુ હજુવાલિકા અથવા ઉત્તવાલિયા નદીને ક્યાંઈ પત્તો નથી. હા, ઉક્ત દિશામાં ‘આ’ નામની એક મોટી નદી અવશ્ય વહે છે, જે આ આજને જ ઉgવાલિયા માની લેવામાં આવે તે જુદી વાત છે, પરંતુ એક વાત અવશ્ય વિચારણીય છે કે આ એક મોટી અને આ નામથી પ્રસિદ્ધ પ્રાચીન નદી છે. “સ્થાનાંગસૂત્ર’માં ગંગાની પાંચ સહાયક મોટી નદીઓમાં આની “આઇ”. 3. તારથી જ પરિગણના કરવામાં આવી છે. આથી આજીને ઉજુવાલિયાને અપભ્રંશ માન ઠીક નથી. એક વાત એ પણ છે કે, આજ અથવા દાદર નદીથી પાવા-મધ્યમા, જ્યાં ભગવાનનું બીજું સમવસરણ થયું હતું તે લગભગ -૧૪૦ માઈલ દૂર પડી જાય છે. ત્યારે શાસ્ત્રોમાં ભગવાનના કેવળજ્ઞાનના સ્થાનથી મધ્યમાં ૧૨ ચેજન દર બતાવી છે. આવશ્યકણિના લેખાનુસાર ભગવાન કેવલી થયા એ પહેલાં ચંપાથી વંભિય, મિડિય, છમ્માણી થઈને મધ્યમાં ડાયા હતા અને મધ્યમાથી પાછા જભિય ગામમાં ગયા હતા, જ્યાં ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. આ વિહારવર્ણનથી સમજાય છે કે, “જભિયગામ” અને “રાજીપાલિકા” નદી મધ્યમાના રસ્તામાં ચંપાની પાસે જ ક્યાંક હોવાં જોઈએ. કળ કાવીર ભગવાન એક રાતમાં જ મધ્યમાં પહોંચ્યા હતા. આથી ૧૨ ચાજનને હિસાબ પણ ઠીક ઠીક બંધ બેસે છે.” હરાજ શ્રીન્યાયવિજયજી કહે છે કે “ આ સ્થાન પરત્વે કેટલાક મહાનુભાવે એમ કહે છે કે, આ સ્થાપના -તીર્થ છે. અમારી દ્રષ્ટિએ આ વાત લગારે સાચી નથી લાગતી. અહીંથી ભગવાન શ્રીમહાવીરદેવ પાવાપુરી ગયા છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે આ સ્થાનથી પાવાપુરી (અપાપાપુરી) ૧૨ ચેાજન દૂર છે, આજે પણ પ્રાય: અહીંથી પાવાપરી એટલી જ દૂર છે. પગરસ્તે લગભગ ૧૦૦ માઈલ દૂર અહીંથી પાવાપુરી છે. ૧૨ જનની દૃષ્ટિએ આ વસ્ત Sતી રહે છે. બીજું જમગ્રામ અને રાજુપાલ નદી પણ વિદ્યમાન છે; એટલે પ્રભુ શ્રીમહાવીર દેવના કેવળજ્ઞાનને સ્થાન આ જ છે એમ અમને નિર્વિવાદ લાગે છે. ૨ હ ત મતભેદ કેવળજ્ઞાનના સ્થાન માટે એકમત નથી; એટલું તે સમજાય છે. છતાં અહીં બરાડ ગામની રહી કિનારે ૧ નાજુક ધર્મશાળા અને ૧ જિનાલય છે. તેમાં ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકની સ્થાપનારૂપે ચરણપાદુકાઓ પધરાવેલી છે. ચરણપાદુકા ઉપર પણ આ પ્રકારે જીર્ણોદ્ધારને લેખ વિદ્યમાન છે – ૧. “ ભગવાન મહાવીર” પૃ૦ ૩૫૭-૫૮. - ૨. “ન તીર્થોને ઇતિહાસ” પૃ૦ ૪૬૬-૬૭.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy