________________
જેન તીર્થ સર્વસંગ્રહ ૧૦. બેલનગંજમાં શેઠ તેજકરણ ચાંદમલના મકાનમાં શ્રી આદીશ્વર પ્રભુનું ઘર દેરાસર છે. ૧૧. શહેરથી ૨ માઈલ દૂર શહાગંજમાં તપાગચ્છીય દાદા શ્રીહીરવિજયસૂરિની દાદાવાડી અને શ્રી મહાવીર પ્રભુનું મંદિર
છે. જે શેઠજીકા મંદિર ના નામે ઓળખાય છે. તેના બેંયરામાં ઘણી પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરમાં શ્રી ગોતમસ્વામી, શ્રી સીમંધરસ્વામીની ચરણ પાદુકાઓ છે અને શ્રી આત્મારામજી મહારાજની મૂર્તિ છે. બહારના ભાગમાં શ્રીહીરવિજયસૂરિનાં પગલાં છે. અગાસી ઉપર શ્રી રણધીરવિજયજીની દેરી છે. મંદિર પાસે નજીકમાં શ્રીહીરવિજયસૂરિની દેરીમાં પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. પાસે એક ધર્મશાળા છે.
આજે અહીં શ્રાવકેની વસ્તી ઓછી થઈ છે પરંતુ એક કાળે જેનેની પુરાહોજલાલી હતી એટલું તે સ્પષ્ટ થાય છે. શ્રીબનારસીદાસે પિતાના મતની સ્થાપના આગરામાં કરી હતી, જેનું ખંડન શ્રી વિજય ઉપાધ્યાય જેવા પ્રકાંડ પંડિતને “યુક્તિપ્રબોધ ગ્રંથ દ્વારા કરવું પડ્યું હતું.
૨૪૮. ગીરડી–જુવાલુકા
(કે નંબર : ૪૩૧૧-૪૩૨) ગીરડી નામે સ્ટેશનનું નાનું ગામ છે. અહીંથી સમેતશિખર જવા માટે વાહને મળે છે. સ્ટેશનની નજીકમાં ર. બ. ધનપતિસિહજીએ યાત્રાળુઓની સગવડ માટે વિશાળ ધર્મશાળા બંધાવી છે. તેમાં દરેક પ્રકારની સગવડ મળે છે.
ધર્મશાળાની પાસે એક મનહર જિનાલય રા. બ. ધનપતિસિંહજીએ બંધાવેલું છે. મંદિરની આરસછત્રીમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની નાગફણાવાળી મૂર્તિ સ્વસ્તિકના લાંછનયુક્ત છે.
' અહીં કોલસા અને અબરખની ખાણે હોવાથી આ નાનું ગામ પણ વેપારનું મથક બની ગયું છે. અબરખ સફેદ, લાલ અને કાળી જાતનું હોય છે. જે અબરખ દળમાં અને લંબાઈમાં જાડાં અને મોટાં હોય તે વધારે કિમતી ગણાય છે. એને સાફ કરવાનાં કારખાનાં અહીંજ છે. .
બરા:
ગિરડીથી પાકી સડકે સમેતશિખરના માર્ગે ૧૦ માઈલ દૂર બરાકડ નામનું ગામ નદી કિનારે વસેલું છે. આ ગામના નામ ઉપરથી આ નદીને લેકે “બ્રાકર નામે ઓળખે છે. આ બ્રોકર નદી જ અસલની બાજુવાલકા હોવાની જેની માન્યતા છે.
અહીંથી ૩ માઈલ દૂર “જમક” નામે ગામ છે, જ્યાં શાલવૃક્ષનું ગાઢ વન પણ છે. એ જમક ગામ જ અસલનું જંભીય ગામ મનાય છે.
જૈનશાસ્ત્રોથી જણાય છે કે, જંભીયગામની બહાર આવેલા વ્યાવૃત્ત ચેત્યની પાસે જુવાલુકાના તટ ઉપર, સ્યામાક ગૃહસ્થના ખેતરમાં, શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીર સ્વામીને ધ્યાન ધરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.
ભગવાન મહાવીરે ૧૨ વર્ષની ઘેર તપશ્ચર્યા કરીને જે નદી કિનારે નિર્મળ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું એ ઋજુવાલુકા એ જ બ્રાકર નદી હવા વિશે યાત્રીઓ, કવિઓ અને સંશોધકેમાં બે મત છે.
પ્રાચીન “તીર્થમાળાના કર્તાઓ પણ આ કેવળજ્ઞાનના સ્થાન માટે એકમત નથી. અહીં ચારેક કવિઓના મતે કુમશ: નેંધીએ છીએ. (૧) “ગિરિ આગિ કે બારે, ઉપરથી દેવ જુહારે રિઝુવાલુઅ ભી ગામ, વિરહ જિન કેવળ કામ
-પં. શ્રી વિજ્યસાગર (૧૯મી સદી) (ર) સમેતશિખર આગલિ વીસ કેસ, રજુવાલુકાનઈ પાસઈ; જંલીગામ વિસાલ તુ, જ્યાં જ્ય જં..