________________
૪૨૮
જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રામાણિક કરાવે છે. વળી, ભગવાન મહાવીરના જીવનને ગર્ભાપહાર પ્રસંગ આખેયે શિલાપટ્ટ ઉપર અંકિત થયે છે એ પણ એનું પૂરતું સમર્થન કરે છે.
અહીંથી વિવિધ પ્રકારના કેરણીભર્યા આયાગપટ્ટો પણ મળી આવ્યા છે. એનું શિ૯૫વિધાન અજોડ છે. તેમાં ચેખૂટા આકારમાં વચ્ચે જેન તીર્થંકરની પ્રતિમા કતરેલી હોય છે અને આસપાસ જુદી જુદી જાતની પવિત્ર નિશાનીઓ શિલ્પબદ્ધ કરવામાં આવે છે. અષ્ટમંગલદર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્યયુગલ, સ્વસ્તિક, કુંભ અને નંદ્યાવર્ત—ગણાતા પૈકી કેટલાક લેવામાં આવે છે. વળી, સ્તંભે અને ચક પણ એમાં કતરેલા છે.
આ રચના સાંચીના પ્રવેશદ્વારના તેરણતંભે સાથે આબેહૂબ મળતી આવે છે. મથુરા સંગ્રહાલયમાં સુરક્ષિત (ક્યુ, ૨ સંખ્યક: ૩) આયાગપટ્ટ અનેક દષ્ટિએથી મહત્ત્વપૂર્ણ છે. આના ઉપર મથુરાના પ્રાચીન સ્તૂપની પ્રતિકૃતિ બનેલી છે અને ઉપરની બાજુએ છ પંક્તિને લેખ પણ છે, જેનાથી વિદિત થાય છે કે, “શ્રમણોની શ્રાવિકા ગણિકા લવણશેલિકાની પુત્રી ગણિકા વસુએ પિતાની માતા, બહેન, ભાઈ, પુત્ર, પુત્રી તથા અન્ય પરિજન સાથે અહમંદિરમાં • દેવકુલ, આયાગસભા, આયાગપટ્ટ આદિની સ્થાપના કરાવી.” બીજા ૫ટ્ટ ઉપર પ્રાચીન લિપિમાં કેતરાયે લેખ છે જે પ્રાયઃ કનિષ્કના રાજ્યના સમયમાં એટલે ઈ. સ. ના પ્રારંભમાં લખાયેલું હોવું જોઈએ તે લેખ આ પ્રમાણે છે – " (१) नमो अरिहंताणं सिंहकस वणिकस पुत्रेण कोशिकिपुत्रेन (२) सिंहनादिकेन आयागपटो प्रतिथापितो अरहंतपूजये ॥"
–અરહંતને નમસ્કાર સિંહ વણિકના પુત્ર અને કોશિકીના પુત્ર સિંહનાદિકે અહંની પૂજા માટે આયાગપટ્ટ પ્રતિષ્ઠિત કર્યો.
બીજો અયાગપટ્ટ જેને સમય બુહલરના મતે કનિષ્કના પહેલાના સમયનો છે; તે લેખનો અર્થ નેધવા જેવો છે -
૮ અ ત વધમાનને નમસ્કાર. શકે તથા પિથિયેને માટે કાળા નાગ સમાન ગતિ પુત્રની કોશિકોત્રની પત્ની શિવમિત્રાએ આયાગપટ્ટ (પૂજાની એક તક્તી) કરાવ્યું.”
આ શિલાલેખ અહીંના જિનમંદિરની પ્રાચીનતાને બેવડ પુરાવો રજૂ કરે છે. એક બીજો શિલાલેખ જૈન સાંપ્રદાયિક દ્રષ્ટિએ અગત્યનું છે. તે લેખને અર્થ આ છે -
૭૯ વર્ષના વર્ષાઋતુના ચેથા માસના વિશમા દિવસે ની આ શ્રાવિકા દિન(દત્તા)એ ભેટ આપેલી મૂર્તિ દેએ બંધાવેલ કસ્તૂપમાં પધરાવવામાં આવી.”
આ શિલાલેખ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે મથુરામાં એક પ્રાચીન સ્તૂપ હતું, જે બુહલરના મતાનુસાર ઈ. સ. ૧૫૭ (શક સં. ૭૯)માં દેવોથી બંધાયેલ મનાતે–અર્થાત્ એ એટલે પ્રાચીન હતો કે તેની રચનાની સાચી હકીક્ત ભુલાઈ ગઈ હતી.
આ સ્થળે સાધ્વીઓનાં નામ અને તેમની પ્રવૃત્તિની નેંધ પણ શિલાલેખમાંથી સાંપડે છે: એક લેખમાં સાધ્વીઓનાં નામવાળે અંશ આ રીતે મળે છે :–
............ મિરે રિરીનિ સર્ઝાપુ નિર્વતનું............... —પૂજ્ય સંગમિકાની શિષ્યા, પૂજ્ય વસુલાના ઉપદેશથી. આર્ય સંગમિકા અને આર્ય વસુલાના ઉપદેશથી અપાયેલા દાને ઉપરથી નક્કી થાય છે કે મથુરાના જેમાં સાધ્વીઓનું પણ અગત્યનું સ્થાન હતું.
લખનઉ અને મથુરાના સંગ્રહાલયમાં અનેક એવી પ્રતિમાઓ સુરક્ષિત છે, જેમાં ચારે બાજુએ એકેક તીર્થકરની ઊભી કે બેઠી મૂર્તિ હોય છે. આ ચારે પ્રતિમાઓ કેટલીક વખત એક જ તીર્થકરની હોય છે અને ક્યાંક ભિન્ન ભિન્ન તીર્થકરની હોય છે. ચારે બાજુએ દશન થવાથી અને બધી બાજુએ ભદ્ર-કલ્યાણુકર હોવાથી તેને “ સર્વતભદ્રિકા” પ્રતિમા કહેવામાં આવે છે. કશાનકાલીન સર્વતભદ્રિકા પ્રતિમાઓ મોટે ભાગે ઊભી જ મળે છે, તેમાંથી કેટલીક મથુરા સંગ્રહાલયની બી ૭૩, બી ૬૭, બી ૬૮, બી ૭૦ આદિ તથા લખનઉ સગ્રહાલયની જે. ૨૩૦, જે. ૨૩૫ વગેરે છે.
3.