SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરા પહેલી ભારતીય પ્રતિમા બનાવવાનું સર્વ પ્રથમ શ્રેય મથુરાને પ્રાપ્ત થાય છે. કુશનવંશી રાજાઓના શાસનકાળ પહેલાં બુદ્ધની મૂર્તિનું નિર્માણ પરંપરાથી વજિત હતું પરંતુ કુશાનેના શાસનકાળમાં બોદ્ધોના મહાયાન પંથને પ્રચાર થઈ ગયા પછી પહેલી બુદ્ધ મૂર્તિ બની અને તેને માટે જૈન તીર્થકરોની પ્રતિમાઓથી નમૂના લેવામાં આવ્યા. આ દ્રષ્ટિએ ગકાળની મથુરાકળા વિશેષતઃ જૈન સંપ્રદાયની છે; એમ શ્રીરાકૃષ્ણદાસજી પોતાના “ભારતીય મૂર્તિ કળા” નામક પુસ્તકમાં જણાવે છે. ૧ કુશાન રાજાઓને શાસનકાળ તે મથુરાકળાને સુવર્ણયુગ છે; એમ બેધડક કહી શકાય. આ હકીકતે આપણને કહેવા માંડે છે કે, જેને સંસ્કૃતિ આ નગરીમાં ધાર્મિક વિકાસ સાધી જે સોળે કળાએ ખીલી હતી એનું બોદ્ધો અને વૈદિકેને મન ઓછું મૂલ્ય હતું. એ ગીરવે એમને આકર્ષ્યા અને એમણે મથુરાની કાયાપલટ કરવામાં ભારે ભાગ ભજવે. આ પ્રાચીન સામગ્રીને માટે ભાગ આજે લખનૌના પ્રદર્શનગરને શોભાવે છે. મથુરાના સ્થાનિક પ્રદર્શનકાગારમાં પણ કેટલીક સામગ્રી ગોઠવાયેલી છે. આ શિ૯૫સામગ્રી વિવિધતા અને વિલક્ષણતાની દૃષ્ટિએ અત્યંત મહત્વની છે. છે જેન મતિઓ પ્રાપ્ત થઈ છે, તેમાં જુદા જુદા તીર્થકરોને ઓળખાવવા માટે તેમનાં વિશિષ્ટ લાંછને અથવા શિહોનો ઉપગ થયે છે પરંતુ કુશાનકાલીન પ્રતિમાઓમાં આવાં લાંછને જોવાતાં નથી. માત્ર અષભદેવની પ્રતિમાને ઓળખવા માટે એમને સ્કંધ ઉપર બે છૂટી લટો પડેલી જોવાય છે. પદ્માસનસ્થ અને ઊભી કાર્યોત્સર્ગસ્થ એમ બંને પ્રકારની પ્રતિમાઓ મળે છે. આમાં મિશ્રરૂપની ચોમુખ પ્રતિમાઓ જેને સર્વતોભદ્ર કહે છે તે પણ આજે પ્રાપ્ત છે. ડે બુહલરના મતે અહીંથી મળેલે નીચેને લેખ પ્રાચીનતમ છે - "समनस माहरखितास अंतेवावासिस वछोपुत्रस [ लावकास ] उत्तरदासक[f]स पासादो तोरनं ॥" –મહારખિત (મહારક્ષિત) મુનિના શિષ્ય, વછીને પુત્ર (વાલ્લી માતા) શ્રાવક ઉત્તરદાસકના મંદિરના ઉપયોગ માટે શણગારેલું એક તોરણ. આ ઉપરાંત સાધુઓની જે મૂર્તિઓ મળી છે તેમાં પણ સવસ્ત્ર અને હાથમાં વસ્ત્ર રાખીને ઊભેલી નગ્ન એમ બે પ્રકારની છે. નન મતિએ ઉપરથી રખે કઈ દિગંબર સંપ્રદાયની એ મૂતિઓ હોવાનું કલ્પી લે; કેમકે આગમ ગ્રંથમાં સ્થવિરકલ્પી અને જિનકલ્પી એવા સાધુઓના આચારભેદ બતાવ્યા છે એ મુજબ: સ્થવિરકલપી નગરનિવાસી અની ઉપદેશપરાયણ હોવાથી સચેલક રહેતા જ્યારે જિનકપીએ તપ:-પરાયણ બની જંગલમાં રહેતા અને અચેલક સ્થિતિમાં સંયમની સાધના કરતા. આથી જિનકલ્પી સાધુની અવસ્થાને બતાવતી એ મૂર્તિઓ માની શકાય. આ કંકલી ટેકરીમાંથી તૃપને એક ભાગ જડી આવ્યા છે. એ સ્તૂપના બે ભાગ પાડેલા છે. ઉપલે ભાગ સાંકડે છે. અને તેના મધ્યમાં સ્તૂપની આકૃતિ છે. કુલ તે ચાર આકૃતિઓ (મૂર્તિઓ) છેલ્લા ચાર તીર્થકર નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન જિનની છે. નીચેના ભાગમાં કણહ (૧)ની મૂર્તિ છે કે જેના માનમાં આ સ્તૂપ બનાવવામાં આવ્યું હતું. કડની અતિને વસ્ત્ર પહેરાવેલાં છે, એટલે વેતાંબર મૂર્તિ છે એમાં સંદેહ નથી. તેના ઉપર લેખ કેઈ અનિણીત લિપિમાં છે. આરંભમાં ૯૫ (૧)ની સાલ હોવાનું જણાય છે, કે જે વખતે વાસુદેવનું રાજ્ય હતું, તે લેખ આ પ્રમાણે વંચાય છે: * () [સિ] સં. ૧ () પ્રો. ૨ ૦િ ૨૮ ોદય[[ીતો formતો ચાનીચાણો શુાતો વાતો) [સરવાનો માર્ગ અક] (૨) સિનિ પામથા () પ્રહસ્થ fધ.............ધનધિ !” –સિદ્ધ સં, ૯૫ (?)માં બીજા [ માસ]માં ૧૮ દિવસે કેય (કેટિક)ગણના થાનીય કુલને વૈરશાખાના આ મહા[દિનની શિષ્યા ધામ(?)ની વિનતિથી ગૃહદત્તની પુત્રી ધનથી (ધનહસ્તિ)ની સ્ત્રીની ટિ]. 'આ અને બીજા લેખમાં કે ટિકગણુ, થાનીયશાખા અને વૈરિશાખા જેવા ભેદપભેદો નેંધાયેલા મળે છે. તેને ૮ પસત્ર' ની પાવલી સૂચી સાથે પણ મેળ ખાય છે. આ દષ્ટિએ મથુરાની સામગ્રી તાંબર જૈનેની પ્રાચીનતાને ૧૧. શ્રી. રાયપૃષ્ણદાસઃ ભારતીય મૂર્તિકળા', પૃ૬૫.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy