________________
४२४
જૈન તીર્થ સર્વસંગ્રહ . બીજી એક ચતુર્મુખ જૈન મૂર્તિના પબાસનવાળો ભાગ મળી આવ્યું છે તેમજ બીજા બે પથ્થરો લેખવાળા મળ્યા છે તે બધા બ્રાહ્મી લિપિમાં છે. તેમાં પબાસનવાળા શિલાલેખ સં. ૭૪ની સાલને કુશાનકાલીન છે. ડે. કુહરરે બતાવ્યું હતું તેમ આ શક સંવત નથી.
(१) "सं० ७०४ प्र० १ दि० ५ अयवरणतो गणतो कुलातो वननकरितो शाखातो अयशीरकातो........नधनस्य वाचकस्य
શિરિન ચર્ચાહવા પણ તિધારિયે શિશિને માર્યા કેવી સુનિવે ઘરવાળે તિ....... ”
કુશાન સંવત્ ૧૨ના લેખવાળી જૈન મૂર્તિ રામનગરમાંથી જ મળી આવેલી છે તે ઉપર આ પ્રકારે લેખ છે:(२) "सं० १०२ व० ४ दि० १० एतस्य पुर्वायां कोट्टियातो गणतो ब्रह्मदासियातो कुलतो उचेनगरीतो शाखातो गणिस्य आर्य
पुशिलस्य शिशिनि दति लाति............तिहरिनन्दिस्य भगिनिये निवर्तना साविकानां वद्धकिनिनं जिनदासि रुद्रदेव दातागाला
દેવ સાનિના દ્ધ મિત્ર.......કુમારિ વમવાર ત્તિના પ્રક્રિારિ રુદ્રદતી લયાસિ મિત્રશિર ”
ગામની ઉત્તર દિશાએ કંઈક દૂર એક મોટા ટેકરા ઉપર એક સમયે જૂનાં કેટલાંક મંદિરે હશે એવું જણાઈ આવે છે. તેમાંથી એક જૈન મંદિરને સભામંડપ મળી આવ્યું છે. તેના ઉપર ઈ. સ. ૯૬ થી ૧૫ર સુધીના લેખો કતરેલા મળે છે. તેની પાસે જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઈટેનું બનાવેલું એક અર્વાચીન જૈન મંદિર પણ વિદ્યમાન છે.
આ સિવાય બીજા કેટલાક શિલાલેખે મળી આવ્યા છે તે ઉપરથી જણાય છે કે ઈ. સ. ૧૦૦૪ સુધી તે આ નગર આબાદ હતું. એ પછી મુસ્લિમ કાળમાં આ નગરનું પતન થયું એમ વિશેષજ્ઞોનું માનવું છે.
૨૪૩. મથુરા
(ઠા નંબર : ૪ર૬૬) યમુના નદીના કિનારે વસેલી મથુરા પુરાતન નગરી છે. ૨૫ આર્યદેશો પૈકી ચૂરસેન જનપદની રાજધાનીની આ નગરી હતી. એને “ચિરકાલ પ્રતિષ્ઠિત” કહેવામાં આવી છે. મથુરાનું બીજું નામ ઇંદ્રપુર હતું. એની ભૂતકાલીન યશસ્વી સમદ્ધિ આજે અહીં રહી નથી છતાં એના પ્રાચીન વૈભવની એંધાણી ધૂળમાં દટાયાની ઝાંખી થઈ આવે છે. • આજે તે આ વૈદિકેનું તીર્થધામ બનેલું છે પણ એક કાળે મથુરા સાથે જૈનધર્મને ગાઢ સંબંધ હતે એમ જૈન અનુશ્રુતિએ કહેવા લાગે છે :
- સાતમા તીર્થકર શ્રીસુપાર્શ્વનાથના સમયથી આ નગરીની મહત્તાને આરંભ થાય છે. કલ્યાણક ભૂમિ ન હોવા છતાં આ નગરીની ગણના જૈનોની પવિત્ર તીર્થભૂમિ જેટલી આંકેલી છે, એ હકીકત અહીં ભજવાયેલી મહત્વની ઘટનાઓનો સંકેત કરે છે. ત્રેવીસમા શ્રીનમનાથ ભગવાનના સમયમાં ઉગ્રસેન રાજાની અહી રાજધાની હતી. તેમની પછી સતીશિરોમણિ રાજિમતીના જન્મથી, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર ભગવાનના ચરણસ્પર્શ અને ઉપદેશથી તેમજ અંતિમ કેવળી શ્રીજંબુસ્વામીને નિર્વાણુથી આ ભૂમિને જૈનધર્મના કેન્દ્રની મહત્તા વરી ચૂકી હતી. આર્ય મંગૂ અને આર્ય વજી જેવા પ્રાભાવિક આચાર્યો અહીં આવ્યા હતા.
જેના સાહિત્ય (હકલ્પ)માંથી પુરા સાંપડે છે કે, અહીં શ્રી સુપાર્શ્વનાથને માટે (સેના) સ્તૂપ હતે. ને રવિએ નિર્માણ કર્યો હતે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સમયમાં એટલે ઈ. સ. પૂર્વે આઠમી શતાબ્દીમાં તેને ઇટથી મઢી લેવામાં આવે અને તેની પાસે એક મંદિર પણ બંધાવવામાં આવ્યું. પાંચમી—છઠ્ઠી શતાબ્દીમાં જ્યારે
૧. “બ્રહત કલ્પસૂત્ર–રીકા,' ભા. ૭, પૃ. ૯૧૨–૧૪. ૨. “ઉત્તરાધ્યયનસૂત્ર–શાંત્યાચાર્ય ટીકા,' પૃ. ૧૨૫. ૩. “આચારાંગચૂર્ણિ ઉત્તરભાગ, પૃ. ૧૯૩. ૪. માનવેરી થી નિર્મિતો -બૃહકલ્પસૂત્ર-ભાગ. ૬, પૃ. ૧૬૫૬.