________________
મંપિલ્યપુર
૪૩ જૈન દીક્ષા લીધી હતી. “કુવલયમાળાની પ્રશસ્તિમાં શ્રીઉદ્યોતનસુરિએ પિતાના પૂર્વજ ગુરૂઓની નોંધ આપી છે, તેમાં સૌથી પ્રથમ હરિગુપ્તને નોંધ્યા છે. તેઓ હૂણરાજ તેરમાના ગુરુ હતા અને માળવાના રાજા દેવગુપ્તને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. તેઓ છઠ્ઠા સિકામાં વિદ્યમાન હતા એમ ઈતિહાસજ્ઞોએ પુરવાર કર્યું છે.
સાતમા સૈકામાં અહીં આવેલા ચીની યાત્રી એનત્સાંગ કહે છે કે અહીં એક નાગ હદ હતું. બુદ્ધ લાગલાગટ સાત દિવસ સુધી અહીં પિતાના ધર્મને ઉપદેશ કર્યો હતે. અહીં ૧૨ મઠા હતા અને તેમાં હજારો સંન્યાસીઓ રહેતા હતા. એ ઉપરાંત બ્રાહ્મણોનાં ૯ દેવાલ હતાં અને ૩૦૦ બ્રાહ્મણો મહાદેવની પૂજા કરતા હતા. નગરની ચારેકોર એક કિલે હતો અને તેને ઘેરા ૩ કેશને હતે.”
આમાં ઉલ્લેખેલ નાગહદ તે જ જૈનનું પ્રાચીન તીર્થસ્થળ હોય એમ લાગે છે. શ્રીહેમચંદ્રાચાર્ય અહિચ્છત્રને "ઉલ્લેખ કરતાં તેનું બીજું નામ “પ્રત્યગ્રંથ બતાવે છે.
ચૌદમા સિકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ'માં પિતાના સમયે આ નગરમાં શું શું વિદ્યમાન હતું તેની નોંધ કરે છે: “ અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મૂળ ચિત્ય, તેની પાસેના સિદ્ધિક્ષેત્રમાં આવેલું ધિરણેન્દ્ર -પાવતી
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બીજું મંદિર, કિલ્લાની પાસે અંબાજીની મૂર્તિ, મીઠા પાણીના ૭ કુંડે, મહાપ્રભાવવાળી ઉત્તરા વાવડી, ધન્વન્તરી , બ્રહ્નકુંડ, નગરીને ફરતે કિલ્લે, સિદ્ધરસ કૂપિકાઓ અને અનેક પ્રકારની ઔષધિઓ સમાં વન ઉપવને વિદ્યમાન હતાં.”
આ હકીક્ત ઉપરથી જણાઈ આવે છે કે, આ નગરીમાં બહુ પ્રાચીનકાળથી જેને પ્રભાવ હતેઅહીંથી કેટલીક પુરાતાત્ત્વિક સામગ્રી જડી આવી છે એ પણ આ વાતનું સમર્થન કરે છે.
અહીંના પુરાતન કિલ્લાથી ઉત્તરમાં કંઈક દૂર “કટારી ખેડા” નામે જગા છે ત્યાં જૈન મંદિરને ટેકરે છે. તેમાંથી કેટલીક જૈન મતિઓ અને એક જૈન સ્તુપ મળી આવ્યું છે. એ સ્થળે એક પ્રાચીન સમયના મોટા સ્તંભને અંશ પણ વિદ્યમાન છે. તેમાં આ રીતે કરેલા અક્ષરો વચવામાં આવ્યા છે –
જાના ડુંદ્રનંદિ શિષ્ય મારિ વાર્ષતિસ્ય ફારિ.............” એ રૂપની ઉપર સિંહની ચાર આકૃતિઓ કોતરેલી છે, જેને મહાવીર ભગવાનના લાંછન તરીકે ઓળખી શકાય. 'ડે. કુહરરે પહેલાં આ સ્તૂપને બોદ્ધ સ્તૂપ જાહેર કર્યો હતો પરંતુ મિ. હવેલે આ સૂપને જેને પુરવાર કરી બતાવ્યા છે, જે બધા વિદ્વાનોએ હવે સ્વીકારી લીધું છે. આ સ્તૂપ ઈ. સ. પૂર્વે ૮ મી શતાબ્દીને હેવાનું કહે છે.
છાતકાલીન કેટલીક જૈન મૂતિઓ અને પાસને મળી આવ્યાં છે. તેમાં એક જૈન મૂતિને ડાબી બાજાને સે, મા અંકિત થયેલે મળે છે. આ મૂતિ પબાસન સહિત ધ્યાન મુદ્રાંએ બેઠેલી છે. પદ્માસનની બંને બાજુએ છે, સહ અને વચમાં ધર્મચક્ર તેમજ આજુબાજુમાં કેટલાંક સ્ત્રી-પુરુષે વદન કરતાં બતાવ્યાં છે, પાસન ઉપર બ્રાહ્મી લિપિમાં નીચે મુજબ અક્ષરે ઉત્કીર્ણ છે:"१२ ना ४ मास ११ दिवसे इतिशयपूर्वम कोटिगनःचामभाडासियानो कुलातो अने उच्च नागरीशाखातो जेनिस्य आर्यपुसिलसय॥"
–સં. ૧૨ ના વરસાદના મહિનામાં ૧૧ મા દિવસે કેટિગણ, બમભાડાસિય કુલ, અને ઉચ્ચનાગરીશાખામાં આર્ય પુસિલસય વગેરે.
આ મહિને દિગંબરીય મૂતિ બતાવી છે પરંતુ કેટિગણ અને ઉચ્ચનાગરીશાખા એ તે ખાસ કરીને પ્રાચીન -- જૈન શ્વેતાંબરીય સૂત્રગ્રંથોમાં ઉલ્લેખાયેલી મળે છે. ૩
, કે નિંધકામે ઉચ્ચનગરને ઉછાનગર નામ સાથે સરખાવી. તેને બુલંદ શહેર પાસે બતાવ્યું છે પરંતુ પુરાતન જૈન સાહિત્યથી પણ છે કે ઉચ્ચસ્થળ એટલે ઉનગર નામનું પુરાતન સ્થાન તક્ષશિલાથી ઉત્તર-પશ્ચિમે આવેલું હતું, જેમાંથી જૈન શ્રમણોની ઉચ્ચનાગરી શાખાનો જન્મ થયે. આ શાખાના જન્મદાતા આર્યશાંતિ શ્રેણિક હતા. આ શાખા શ્વેતાંબર શ્રમણામાં ગણાય છે.