________________
કાંપિટ્યપુર
ન કરશે ૨૪. નાગરાજ ધરણેન્દ્રના આસનવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અતિસુંદર છે. (J. 879 ) ૨૫. એક મૂર્તિ નીચે આ પ્રકારે લેખ છે – “હં. ૨૨૨૨ િરૂ ની ઉં. ઋતસોવ ત૨ રિા વિશાલે] પ્રતિ(માં) પ્રામતિ ” (J. 880 ), ૨૬. લંગોટની રચનાયુક્ત કાર્યોત્સર્ગસ્થ સુંદર જિનમૂર્તિનું ધ્યાન ખેંચે એવી છે.
ર૭. એક વીશપટ્ટની મૂર્તિ છે, જેમાં શ્રી આદિનાથની મૂર્તિ નીચે વૃષભ લંછન છે અને કેરણીભર્યું પરિકર છે. તેમાં શાસનદેવીની આકૃતિઓ પણ આલેખેલી છે.
૨૮. એક પથ્થરમાં ભગવાન મહાવીરને જન્મોત્સવ ઊજવતા દેવતાઓનું સુરમ્ય ચિત્ર કરેલું છે.
આ સિવાય બીજી ઘણી વસ્તુઓ છે પણ એ બધાને ઉલ્લેખ કરવાને અહીં સ્થાન નથી.
૨૪૨. કાંપિલ્યપુર
(કોઠા નંબર : ૪ર૬૩) કાયમગજ સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામમાં અવાય છે. ત્યાંથી ૫ માઈલ દૂર “કપિલપુર’ નામનું ગામ છે. આ તરના લોકો જેને ૮ કંપલાના લાડકા” નામે ઓળખે છે તે જ જેનું કાંપિયપુર કે “કંપલાજી” તીર્થધામ છે. શ્રીસોભાગ્યવિજયજી સં. ૧૭૫૦માં રચેલી “તીર્થમાળા'માં આ તીર્થમાં બનેલી ઘટનાઓનું આછું દર્શન આ રીતે કરાવે છે. છ અયોધ્યાથી પશ્ચિમ દિશે, છહ પિલપુર છેઠાયક વિમલ જન્મભૂમિ જાણજો, હે પિટિયારી વહિ જાય. ૧૪ છો બ્રહ્મદત્ત ચકી ઈહાં, જી ચૂલણીનાં ચરિત હોય છહ કેસર વનમ્રગ ક્રીડતે, જીહો સંજય રાજા હોય. ૧૫ હે ગભિલ ગુરુવચનથી, છહે ગંગાતટ તસાર જો ઉત્તરધ્યયને જાણજે, જો કુપદી પીહરવાસ. ૧૬
શ્રીસોભાગ્યવિજ્યજી કંપલાને “પિટિયારી” એવું નામ પણ આપે છે એટલે અઢારમી સદીમાં આ સ્થળ એ નામે જાણીતું હશે.
ડો. કુહરર કહે છે કે, અહીં કેટલાંક જૈન મંદિરો છે, જેમાં કેટલીક મૂર્તિઓ કેરી કાઢેલી જોવાય છે.?
એક વખતની દક્ષિણ પાંચાલ દેશની રાજધાનીનું સંપન્ન નગર આજે તે ઝુંપડાવાળા નાનકડા ગામમાં ફેરવાઈ ગયું છે. આ ગામના પાછલા ભાગમાં એક ઊંચી ટેકરી ઉપર શ્રવિમલનાથ ભગવાનનું મંદિર તેમના જન્માદિ કલ્યાણકના સ્મારક તરીકે જીર્ણોદ્ધાર પામીને ઊભું છે.
એક વિશાળ વંડામાં કેટબંધી ધર્મશાળા છે અને તેના મધ્ય ભાગમાં કેટસહિત શિખરબંધી નાનું છતાં મહેર મંદિર છે. મૂળનાયક શ્રીવિમલનાથ ભગવાન છે. તેમની ડાબી બાજુએ શ્રીમલ્લિનાથ અને જમણી બાજુએ શ્રી શાંતિનાથ તેમજ શ્રીમહાવીરસ્વામી ભગવાન પ્રતિષ્ઠિત છે. વચલી વેદિકા ઉપર ચાર જેડી પગલાં છે ને મંદિરના કેટના ચારે ખૂણે કલ્યાણુકેની યાદ આપતી ચાર પાદુકાઓની સ્થાપના કરેલી છે.
. વંડાની પાછળના ભાગમાં જનાં વીખરાયેલાં ખંડિયેરો આ પ્રાચીન સંપન્ન નગર ઉપર ફરી વળેલા કાળચકની યાદ અપાવે છે.
.
9. Achaeological survey of India' (New seris) Vol. 2, P. 79.
૫૪