________________
૪૨૦
જૈન તીર્થ સર્વસંગ્રહ - પ. એક વિશી છે જેમાં સાથે જ પંચતીથી છે. વચ્ચે શ્રી.બાષભદેવની સુંદર મૂર્તિ છે. ખભા ઉપર લટકતા વાળ, અર્ધ વિકસિત નેત્રયુગલ અને સુધારસ ઝરતું મુખકમળ જે ગમે તે માનવી પણ મુગ્ધ બની જાય એવું આલેખન છે. (J. 18) .
૬. હંસવાહિની સરસ્વતીની રમણીય મૂર્તિ છે. (J. 24). ૭. સં. ૬૦ નાં ઉલ્લેખવાળી કુશાનકાલીન મૂર્તિ છે. (J. 26) ૮. સં. રના લેખવાળી કુશાનકાલીન મૂર્તિ છે. (J. 27) ૯. સં. ૭ ના લેખવાળી કુશાનકાલીન મૂર્તિ છે. (J. 34) ૧૦. કુશાનકાલીન આ મૂર્તિ દર્શનીય છે. (J. 35)
૧૧-૧૨. ભગવાનની પ્રતિમાઓ છે. સિંહના પાયાવાળી પાર્ટી અને તેની નીચે ધર્મચક છે. બંને બાજુએ વસ્ત્રધારી સાધુઓની આકૃતિ છે. (J. 53–54)
૧૩. ભામંડળવાળી આ મૂર્તિ દર્શકનું ધ્યાન ખેંચે એવી છે. (J. 114)
૧૪-૧૫-૧૬–૧૭. આ ચારે મૂર્તિઓ સુંદર અને ચિત્તાકર્ષક છે. તેમાં (J.143) વાળી મૂર્તિને જોતાં થાય છે કે શિલ્પીએ આ મૂર્તિ નિશ્ચિંત સમયે ખૂબ હૈયે રાખીને ઘડી હોય એવી અલૌકિક છે. તેની નીચે ઘસાયેલે લેખ આ પ્રકારે છે –
સંવત્ ૨૦૭૬ ર્તિ શુદા શીશ્વેતવર.......માધુરીયાં શ્રીવવિ........પ્રતિમાં પ્રતિદિના ” બીજી મૂર્તિ (J. 144) નીચે લેખ છે પણ વંચા નથી. (J. 146) ત્રીજી પ્રતિમા નીચે આ પ્રકારે લેખ છે –
. " संवत् ११३८ श्रीसेतंबर श्रीमाथुर श्रीसंघ श्रीदेवततिनिर्मितप्रतिमाकारि ॥" આની નીચે વસ્ત્રધારી સાધુએ ભક્તિભાવે અંજલિ કરતા ઊભા હોય એવું આલેખન છે. (J. 142–146) ૧૮. ચૌમુખી પ્રતિમાઓ નાની હોવા છતાં શાંતિ અને વૈરાગ્ય ભાવ પ્રદર્શિત કરી રહી છે. (J. 236) ૧૯. એક આરસને અખંડિત આયોગપટ્ટ છે. આયાગપટ્ટો ઘરમાં પૂજા નિમિત્તે રાખવામાં આવતા હતા. (J. 258) વચ્ચે સુંદર જિનમૂર્તિ છે અને ચારે તરફ પ્રમાણસરની સુંદર રેખાવલી (ડિઝાઈન) છે. (જુઓ ચિત્ર “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ”)
૨૦. “કલ્પસૂત્રની આખ્યાયિકાને આબેહુબ ભાવ આ શિલ્પમાં ઉતાર્યો છે. હરિણગમેથી દેવ માતા દેવાનંદા બ્રાઘાણીની કક્ષીમાંથી ભગવાન મહાવીરને હસ્તસંપુટમાં ભક્તિથી ઉપાડી માતા ત્રિશલા રાણીની કુક્ષીમાં પધરાવવા લઈ જાય છે. એક બાજુ મનહર શય્યામાં દેવાનંદા સૂતાં છે અને બીજી તરફ ત્રિશલાદેવી રાજભવનમાં પત્યેક શય્યામાં પિડયાં છે. પાસે દાસીઓ પણ સૂઈ રહેલી છે. હરિગમેલી દેવ રાણી ત્રિશલાના શયનભવન પાસે આવી રહ્યો હોય એવું ભાવગમ્ય ચિત્ર છે; શિલ્પી જાણે એ સમયે સાક્ષાત્ દ્રષ્ટારૂપે હાજર રહ્યો હોય એવો હૃદયંગમ તાદશ ચિતાર આલેખે છે, આ શિલ્પ તૂટેલું છે. (જુઓ ચિત્ર: “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ”) (J. 626)
૨૧. સર્વસ્ત્ર કાર્યોત્સર્ગસ્થ જિનમૂર્તિ છે અને તેના ઉપર એક નાની રમ્ય મૂર્તિ છે. (J. 776) ૨૨. ભગવાન નેમનાથની સુંદર મૂર્તિની ગાદીમાં કરેલું કારણું કામ દર્શનીય છે. (0. 777 )
, ૨૩. શ્રીમનાથ ભગવાનની શાસનાધિષ્ઠાયિકા દેવી અંબિકાની રમણીય મૂર્તિ છે. (J. 851 ) -