________________
૩૯૮
જૈન તીર્થ સર્વસંગ્રહ - () ઉપર્યુક્ત મૂર્તિની પાસે શ્રીસુમતિનાથના નામથી ઓળખાતી શ્યામપાષાણુની અર્ધપદ્માસનસ્થ જિનમૃતિ છે. ખરું.
જોતાં આ મૂર્તિ શ્રીસુમતિનાથની નહિ પણ શ્રીષભદેવની જ લાગે છે. કેમકે એમના બને ખભા ઉપર ઉપર્યુક્ત મૂર્તિની માફક કેશવાળીનું ચિહ્ન નજરે પડે છે. આ મૂર્તિ સમચતુરસ સંસ્થાનવાળી છે. તેની લંબાઈ–પહેળાઈ બરાબર ૪૦ ઈંચની છે.
(૧૦) સભામંડપના દરવાજામાં પેસતાં આપણું ડાબા હાથ તરફના ગોખલામાં શ્રીઅભિનંદનવામીના નામથી ઓળખાતી જિનપ્રતિમા છે. પ્રતિમાના મસ્તક પાછળ નકશીવાળું સુંદર ભામંડળ છે. આ પ્રતિમાની પલાંઠીની પહોળાઈ ૩૮ ઈંચ, ઊંચાઈ ૩૭ ઈચ અને ભામંડલ સહિતની ઊંચાઈ ૪૪ ઇંચ છે.
(૧૧) ઉપર્યુક્ત મૂર્તિના ગેખલા પાસે જ એક પીજા વર્ણની કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા શ્રી રાષભદેવ ભગવાનના નામથી ઓળખાય છે. મધ્યની મૂર્તિની આસપાસ નાની નાની ૨૩ જિનમૂર્તિઓ છે, તેથી આ ચતુર્વિશતિ જિનપટ્ટ ગણાય. મધ્યની જિનપ્રતિમાની જમણી બાજુએ રહેલી ૧૨ જિનપ્રતિમાઓની નીચે એક ચાર હાથવાળી પદ્માવતી દેવીની પદ્માસનસ્થ સુંદર મૂર્તિ કેતરેલી છેજ્યારે ડાબી બાજુએ રહેલી ૧૧ જિનપ્રતિમાઓના નીચેના ભાગમાં એક વૃક્ષ નીચે બે હાથવાળા યક્ષરાજ અને બે હાથવાળી ચક્ષણીની ઊભી સ્મૃતિઓ કેરેલી છે. વળી, મધ્યની મુખ્ય જિનપ્રતિમાની બંને બાજુએ એકેક ચામરધરની આકૃતિ દર્શાવી છે. આ પટ્ટ શિલ૫વિધાન શાસ્ત્રીયદષ્ટિએ નમૂનારૂપ છે.
(૧ર) ઉપર્યુક્ત જિનપટ્ટની બાજુમાં જ શ્રીસુપાર્શ્વનાથના નામથી ઓળખાતી જિનપ્રતિમા છે. ખરી રીતે આ સુંદર મૂર્તિ પણ શ્રી સુપાર્શ્વનાથની નહિ પરંતુ શ્રીષભદેવ ભગવાનની જ લાગે છે. પ્રતિમાના ખભા ઉપર આલેખેલી સુંદર કેશવાળી તેની સાબિતી આપે છે. આ મૂર્તિની હડપચીમાં પણ સફેદ નંગ બેસાડેલું છે. આ પ્રતિમાની પલાંઠીની પહોળાઈ ૩૬ ઈંચ, ઊંચાઈ ૪૧ ઇંચ અને મસ્તક પાછળના સુંદર કેરણીજય ભામંડળ સહિતની ઊંચાઈ ૪૮° છે આ પ્રતિમાનું ભવ્ય શિલ્પ જોતાં અસલ આ તીર્થના મૂળનાયક તરીકે આ શ્રીજીષભદેવ ભગવાન પ્રતિષ્ઠિત હશે પરંતુ વર્તમાન જિનમંદિરની પ્રતિષ્ઠા કરતી વેળા અથવા તે પહેલાંના સમયમાં અત્યારના મૂળનાયકની પ્રતિષ્ઠા થઈ હશે, એમ જણાય છે.
(૧૩) ઉપર્યુક્ત મૂર્તિની જોડે શ્રીચંદ્રપ્રભુના નામથી ઓળખાતી અર્ધપદ્માસનસ્થ જિનપ્રતિમા છે. આ પ્રતિમાની પલાંઠીથી પહેળાઈ ૪૬ ઇંચ અને ઊંચાઈ ૪૫ ઇંચની છે.
આ તેર જિનપ્રતિમાઓની નીચે વર્તમાન દેરાસરની પ્રતિષ્ઠા કરતી વખતે નવાં નવાં લાંછન બનાવીને મૂકી દેવામાં આવ્યાં છે. બધી પદ્માસનસ્થ જિનમૂર્તિઓ લગભગ બીજા-ત્રીજા સૈકાની હેય એવું એનું મૃર્તિવિધાન જણાય છે.
મૂળગભારાની બહાર અને સભામંડપમાંથી મૂળગભારામાં જવાના દરવાજામાં પેસતાં જમણા હાથના ગોખલામાં શ્યામ પાષાણુની ૧૨ હાથવાળી દેવીની એક સુંદર મૂર્તિ નજરે પડે છે. આ મૂર્તિના મસ્તક ઉપર એક નાની પદ્માસનસ્થ જિનપ્રતિમા છે. વાહન નથી એટલે આ મૂર્તિ ઘણું કરીને ચકેશ્વરીદેવીની હેવી જોઈએ.
શ્રીમાણિયસ્વામીના મંદિરની જમણી બાજુએ દાદાજીનું મંદિર છે અને ડાબી બાજુએ શ્રીકેસરિયાજીનું પાદુકાનું મંદિર છે. મંદિરની પાછળ પુરાણી વાવ છે. ધર્મશાળાના વંડામાં કાળા પથ્થરનું પ્રાચીન તોરણ તેમજ બીજા પ્રાચીન જેન શિ. સાચવી રાખેલાં છે તે પણ નેધવાયેગ્ય છે. - અહીં ચિત્રી પૂનમે મેળો ભરાય છે, જેમાં જેને ઉપરાંત જૈનેતરે પણ મોટી સંખ્યામાં આવે છે અને આ તીર્થ માટેની તેમની શ્રદ્ધા મુજબ ભક્તિ દર્શાવે છે.
૨૩૬. ઓરંગાબાદ
(કેક નંબર : ૪૧૫૯) નિઝામ રાજ્યમાં ઓરંગાબાદ નામનું શહેર આવેલું છે. અસલ અહીં ખડકી નામે ગામ હતું. મલેક અંબરે ઈ. સ. ૧૬૧૬ માં નારકંડા નામને મહેલ અને મસ્જિદ અહીં બંધાવ્યાં હતાં તે પછી તેના પુત્ર ફતેહખાને ઈ. સ.