________________
ક્યાક '
૩૦૭ तपागच्छे भट्टारकश्रीविजयप्रभसूरि शिष्य भ० श्रीविजयग्नसूरिवरे सति पंडितश्रीधर्मदुःशीलगणिशिष्य पंडितकेसरकुशलेन चैत्योद्धारश्च તઃ...... : પિતા ! શા દ૨૩ વર્તને ”
સં. ૧૭૬૭ના મૂળનાયકની ગાદીમાંના આ લેખમાં આ મંદિરના ઉદ્ધાર સંબંધી હકીક્ત આલેખી છે; પરંતુ મૂર્તિ તે પ્રાચીન જ છે.
શ્રીમણિસ્વામીના ગર્ભદ્વાર ઉપર સંગેમરમરમાં કોતરેલાં ચૌદ સ્વને અને અષ્ટમંગલ વગેરેનાં લાક્ષણિક : ચિહ્યો છે. ગર્ભદ્વારની સામે જ સુશોભિત રંગમંડપ બને છે. તેના દ્વારમાં ડાબી બાજુએ સફેદ પથ્થર પર આલેખેલું યંત્ર મૂકવામાં આવ્યું છે. રંગમંડપના મધ્ય ભાગમાં ચોક રાખીને ચારે તરફના ગોખલાઓમાં પ્રાચીન મૂર્તિઓ વિરાજમાન કરેલી છે. આ મંદિરમાંની પ્રતિમાઓ જેટલી પ્રાચીન છે તેટલી ભારતના બીજા કોઈ વિદ્યમાન જૈન તીર્થમાં હોય એમ જણાતું નથી. આ તીર્થમાં એકંદરે મંદિરની અંદર પૂજાતી પ્રાચીન ૧૩ પ્રતિમાઓ છે. સૌથી પ્રથમ મૂળ ગભારાની પાંચ મૂર્તિઓનું ટૂંક વર્ણન આ પ્રકારે છે –
(૧) મૂળનાયક તરીકે પ્રથમ તીર્થંકર શ્રી રાષભદેવની સ્યામ પાષાણની પ્રતિમા અર્ધપદ્માસનસ્થ છે. તેમાં કેશવાળીનું ચિહ્યું નથી. આ પ્રતિમાની પલાંઠીની પહોળાઈ ૩૪ ઈંચ અને ઊંચાઈ ૩૮ ઈંચ છે. મસ્તકની પાછળ ભામંડળ છે.
(૨) મૂળનાયકની જમણી બાજુએ શ્યામ પાષાણની કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ ૩૫. ઇંચ છે. મસ્તકની પાછળ ભામંડળ પણ છે.
(૩) મૂળનાયકની ડાબી બાજુએ સફેદ આરસની કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા છે. આ પ્રતિમા મંદિરમાંની બીજી પતિમાઓ કરતાં પાછલા કાળની એટલે શિ૯૫વિધાનની દષ્ટિએ અગિયારમા–બારમા સૈકાની છે.
- (૪) મૂળનાયકની જમણી બાજુના ગભારામાં સ્થિત પદ્માસનની બેઠકવાળી પીરજા રંગની શ્રી મહાવીર સ્વામીના નામથી ઓળખાતી જિનપ્રતિમા છે. આ પ્રતિમાની રચના અદ્ભુત છે. જાણે તેમના મુખમાંથી મંદ હાસ્ય નીતરતું હોય એવી આબેહબ રચના શિલ્પીએ બતાવી છે. ભારતભરના વિદ્યમાન જૈનમંદિરે પૈકીના વિજાપુરના જિનમંદિરમાં આ નિશાને મળતી એક જિનમતિ છે અને બીજી બે ખંડિત જિનમૂર્તિઓ મથુરાના કંકાલીટીલાના ખેદકામમાંથી નીકળી
થી લખનૌના મ્યુઝિયમમાં અત્યારે વિદ્યમાન છે. આ પ્રતિમાની પલાંઠીની પહોળાઈ ૩૮૩ અને ઊંચાઈ ૫૧ ઈંચ છે. ખરેખર, આવી હાસ્યમતિનાં જેને દર્શન થયાં હશે તેના એ ઘડીના આનંદનું વર્ણન શબ્દો દ્વારા આપી ન શકાય.
(પ) મૂળનાયકની ડાબી બાજુએ આવેલી શ્રી નેમિનાથના નામથી ઓળખાતી શ્યામ પાષાણની પ્રતિમા બરાબર સમચતરસ સંસ્થાનવાળી છે; કારણ કે આ પ્રતિમાની પહોળાઈ અને ઊંચાઈ બરાબર ૪૦ ઇંચની છે. '
સભામંડપમાં આવેલી આઠ પ્રતિમાઓ ક્રમશ: મૂળનાયકની ડાબી બાજુથી આ પ્રકારે છે– "
() શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, જેમના મસ્તક ઉપર ધરણેન્દ્ર વિકલી પાંચ ફણાઓવાળી શ્યામપાષાણની કાયોત્સર્ગસ્થ જિનપ્રતિમા છે. આ પ્રતિમાના મસ્તકના પાછળના ભાગનાં સર્પનાં ગુંચળાં શિપીએ બહુ જ ખૂબીથી કેતર્યા છે, જે પ્રેક્ષણય છે.
(૭) ઉપર્યુક્ત મૂર્તિની પાસેના ગોખલામાં શ્રી શાંતિનાથના નામથી ઓળખાતીશ્યામ પાષાણની અર્ધપદ્માસનસ્થ જિનપ્રતિમા છે. આ પ્રતિમાની પલાંઠીથી પહોળાઈ ૪૬ ઇંચ અને મસ્તક પાછળના ભામંડળ સહિતની ઊંચાઈ પણ ૪૬ ઇંચની છે.
(૮) ઉપર્યુક્ત મૂર્તિની પાસે જ શ્રીશીતળનાથના નામથી ઓળખાતી સ્યામપાષાણુની અધપદ્માસનસ્થ પ્રતિમા છે. વસ્તુતઃ આ મૂર્તિ શ્રી શીતળનાથની નહિ પણ શ્રીષભદેવ ભગવાનની હોય એમ જણાય છે. કેમકે તેમના બંને ખભા ઉપર કેશવાળીનું સ્પષ્ટ ચિહ્ન જોવાય છે. પ્રાચીન મૂર્તિઓમાં કેશવાળીના ચિહ્નવાળી મૂર્તિ શ્રી ઋષભદેવ ભગવાનની જ હોય છે. આ પ્રતિમાની હડપચીમાં સફેદ નંગ શા માટે બેસાડવામાં આવ્યું હશે તે જાણવામાં નથી પણ એ અહીં સારું લાગતું નથી. આ પ્રતિમાની પલાઠીની પહોળાઈ ૪૪ ઈંચ અને ઊંચાઈ ૪૩ ઈંચની છે. . . . ' : : : : :
-
૫૬.