________________
હિરાબાદ-પાક.
૨૩૪. હૈદ્રાબાદ
(કેદા નંબર : ૪૧૪૪-૪૧૪૮) દક્ષિણ હિંદમાં નિઝામ રાજ્યની રાજધાનીનું શહેર હૈદ્રાબાદ છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનની ૩૦૦ માણસોની વસ્તી છે. ૫ જૈનમંદિર અને ૧ દાદાવાડી છે. હૈદ્રાબાદની નજીકમાં આવેલા પ્રાચીન તીર્થ કુલ્પાકજીને “વહીવટ અહીંના શ્રીમંત શ્રાવકે કરે છે. ૧. હૈદ્રાબાદ વે સ્ટેશનથી ૧ માઈલ દૂર “ચાર કમાન”ની પાસે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી
મંદિર અહીંના શ્રીસંઘે સં. ૧૯૫૫ માં બંધાવેલું છે. અહીંનાં મંદિરમાં આ મંદિર મુખ્ય છે. ૨. પાસેના કેડી” વિભાગથી ઓળખાતા સ્થળમાં મૂળનાયક શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ૩. રેલ્વે સ્ટેશનથી ૪ માઈલ દૂર દાદાવાડી આવેલી છે. આમાં દાદાસાહેબનાં માત્ર પગલાં છે. દર વર્ષે કાર્તિકી
પૂર્ણિમાના દિવસે શત્રુંજય પટ્ટનાં દર્શન કરવા માટે અહીં મેળો ભરાય છે. ૪. વે સ્ટેશનથી ૪ માઈલ દૂર કરવાન” માં મૂળનાયક શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર આવેલું * છે. આમાં એક લીલા પાનાની અને એક પરવાળાની જિનપ્રતિમા છે. ' ૫. રેલ્વે સ્ટેશનથી શા માઈલ દૂર બેગમ બજારમાં મૂળનાયક શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું ઘમટબંધી મંદિર છે.
અહીંના મ્યુઝિયમમાં દશમા સૈકા પહેલાંની ૩ પ્રાચીન પ્રતિમાઓ દર્શનીય છે..
૨૩૫. કુપાક
(કોઠા નંબર : ૪૧૫૧ ) દક્ષિણ હૈદ્રાબાદ( નિઝામ)થી ઈશાન ખૂણામાં ૪૩ માઈલ દૂર આલેર સ્ટેશન છે. ત્યાં શ્વેતાંબર જૈનોની એક ધર્મશાળા છે. ત્યાંથી પાકી સડકે ૪ માઈલ દૂર કુક્લાક નામે ગામ છે. આ ગામની બહાર શ્વેતાંબરીય વિશાળ જૈન “ધર્મશાળા છે તેની મધ્યમાં માણિકયસ્વામી ભગવાનનું આલીશાન મંદિર ખડું છે. જૈનેના પ્રાચીન તીર્થધામમાં આની ગણુના છે. આને કુલ્પાક, કુલ્યપાક, કાલિયાપાક અને માણેકસ્વામીના નામથી પણ લેકે ઓળખે છે. -
પ્રાચીન કાળથી શ્વેતાંબરાચાર્યોએ દક્ષિણ સુધી વિહાર લંબાવી જૈનધર્મને મહિમા આ પ્રદેશમાં વધાર્યો હતો. તેમણે કેટલાયે રાજાઓ, મંત્રીઓ અને જૈનેતરને જૈનધમી બનાવ્યાને ઈતિહાસ પ્રસિદ્ધ છે.
આ સુહસ્તિસૂરિ, કાલિકાચાર્ય, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, વસ્વામી, શ્રી વજુસેનસૂરિ, અભયદેવસૂરિ જિનપ્રભસૂરિ, સોમસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, રત્નસિંહસૂરિ, હીરવિજયસૂરિ, જયચંદ્રસૂરિ, શાંતિગણિ, સેમધર્મ ગણિ વગેરે અને તે પછીના કેટલાયે ધર્માચાર્યોએ આ પ્રદેશમાં ધમની લહાણ કરી તીર્થના ઉદ્ધાર કરાવે રાખ્યા છે, એ હકીકત છે તે સૂરિના જીવનવૃત્તાંતથી જાણી શકાય એમ છે.
શોદમા સૈના સમર્થ વિદ્વાન શ્રીજિનપ્રભસૂરિએ અહીંના મૂળનાયક માણિયસ્વામી ઋષભદેવને ઈતિહાસ -વિવિધ તીકા ” માં આવે છે, જે અતિપ્રાચીન કાળને હોઈ માત્ર શ્રદ્ધાગમ્ય છે. સેમધર્મ ગણિએ પણ પિતાના
ઉપદેશ સપ્તતિ” ગ્રંથમાં જૂજ ફેરફાર સાથે આ મૂર્તિની હકીક્તને આલેખી છે અને પં. રામલાલજી ગણિના * પ્રાચીન પત્ર માં પણ આ હકીકતને ટેકો આપતાં થોડો ફેરફાર સૂચવ્યે છે. એ બધી વિગતેને કે તેના સંશોધનને અહી અવકાશ નથી. અહીં તે આપણે ટૂંકમાં એટલું ઐતિહાસિક તારણ કાઢી લઈએ કે-“કર્ણાટકમાં આવેલા કલ્યાણી નગરીમાં રાજ્ય કરતા શંકર નામના રાજાએ પોતાના દેશમાં ફેલાયેલી મરકીના ઉપદ્રવને શાંત કરવા કેઈ અગમ્ય