________________
૩૪
જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૩૧, બેઝવાડા
(ઠા નંબર: ૪૨૩૯) બેઝવાડા સ્ટેશનથી બેઝવાડા શહેર ૧ માઈલ દૂર આવેલું છે. આંધ્ર પ્રાંતમાં આ શહેર મોટામાં મોટું વેપારી કેદ્ર છે. અહીં ૨૦૦ જેન શ્રાવકેની વસ્તી છે અને ૧ ઉપાશ્રય તેમજ ૧ જૈન મંદિર છે.
જેન ટેપલ સ્ટ્રીટમાં શ્રીપદ્રનાભ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૬લ્માં શ્રીસંઘે બંધાવેલું છે. આવતી વીશીના પ્રથમ તીર્થકરની મૂર્તિ મૂળનાયક તરીકે પધરાવેલી છે. આવતી વીશીના તીર્થકરનાં મંદિરે જવલ્લે જ જોવામાં આવે છે.
બેઝવાડા શહેરથી ૧ માઈલ દૂર એક નાના મ્યુઝિયમમાં ૨ અર્ધપદ્માસનસ્થ પ્રાચીન જિનપ્રતિમાઓ વિદ્યમાન છે, તે બંને લગભગ સાતમા સૈકાની હોય એમ જણાય છે.
૨૩૨. ગુડીવાડા
(કઠા નંબર : ૪૧૪૭) બેઝવાડાથી ગુડીવાડા તરફ એક નાની રેલ્વે લાઈને જાય છે. ગુડીવાડા સ્ટેશનથી માત્ર ૧ માઈલ દૂર “મારવાડી ટેપલરના નામથી ઓળખાતું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ શિખરબંધી મંદિર સં. ૧૯૮૯માં અહીંના શ્રીસંઘે બંધાવ્યું છે. અહીં ૫૦ તાંબર મૂર્તિપૂજકની વસ્તી છે. દેરાસરની બાજુમાં જ એક ઉપાશ્રય બંધાવેલો છે.
અહીંના મંદિરમાંના મૂળનાયકની હકીક્ત નોંધવાયોગ્ય છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ શ્યામપાષાણુની અર્ધપદ્માસનસ્થ અને પ્રાચીન છે. આ મૂર્તિનું શિલ્પવિધાન કુપાક, ભાદક અને અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરમાંની પ્રતિમાને બરાબર મળતું આવે છે. મૂળનાયકના મસ્તક ઉપરની રેણુઓ તે સાક્ષાત્ ધરણેન્દ્ર વિકવી રાખી હોય એ પહેલી નજરે જોનારને ભાસ થાય છે. ખરેખર, શિલ્પીએ આવી આબેહુબ રચના કરવામાં પોતાની સમગ્ર શક્તિ અહીં કામે લગાડી હોય એમ જણાય છે.
અલબત્ત, આ સ્થળની તીર્થ તરીકે પ્રસિદ્ધિ નથી પરંતુ કુપાક આદિ તીર્થોન મૂળનાયક જેવી જ આ પ્રતિમાનાં દર્શન કરવા જેવાં છે. કલાભ્યાસીઓએ આવા શિ૯૫દર્શનથી વંચિત ન રહેવું જોઈએ, કેમકે શિ૯૫કળાના તલનાત્મક અભ્યાસમાં આ મૂર્તિ એના શિ૯૫પ્રકારમાં બીજા પ્રાચીન નમૂનાઓથી જરાયે ઓછી ઊતરે એવી નથી.
૨૩૩. તેનાલી
(કઠા નંબર ૪૧૪૩) બેઝવાડાથી મદ્રાસ જતી રેલ્વે લાઈનમાં તેનાલી જંકશન છે. અહીં ૪૦ જેની વસ્તી અને ૧ ઉપાશ્રય છે.
શાંતિબજારમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૮૦ માં બધાવેલું છે. મૂળનાયકની પ્રાચીન મતિ જમીનમાંથી નીકળી આવેલી છે. એ દષ્ટિએ આ સ્થળનું મહત્ત્વ નોંધપાત્ર છે.