________________
૩૮૪
જૈન તીર્થ સર્વસંગ્રહ
૨૨૧ કરોડ
(ઠા નંબર : ૪૦૩૧) પૂનાથી હરિહર જતી રેલ્વે લાઈનમાં કરાડ સ્ટેશન છે. સ્ટેશનથી ૪ માઈલ દૂર કરાડ ગામ આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૭૫ ઘરે છે. ૨ ઉપાશ્રયે, ૧ ધર્મશાળા, ૧ લાયબ્રેરી અને ૧ જૈનમંદિર છે.
રવિવાર પેઠમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. મૂળનાયકની પલાંઠી નીચે સં. ૧૯૮૨ ને લેખ છે. આમાં ૩ ચાંદીની પ્રતિમાઓ પણ છે.
- ૨૨૨. સાંગલી
(કઠા નંબર : ૪૦૪૦-૪, પૂનાથી હરિહર સુધી જતી રેલ્વે લાઈનમાં મીરજ જંકશન છે. ત્યાંથી એક નાની રેલવે લાઈનમાં સાંગલી સ્ટેશન છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામ આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૧૦૦ ઘરે છે. ૧ ઉપાશ્રય અને ૩ જૈનમંદિરે છે. ૧. હાઈસ્કૂલરેડ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર છે. મૂળનાયકની પ્રતિમા મનહર છે. આમાં ૨ ચાંદીની મૂર્તિઓ છે. ૨. ઉપર્યુક્ત મંદિરની નજીકમાં શેઠ ચતુરદાસ પિતાંબરદાસને ત્યાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર દેરાસર શેઠ
મોતીચંદ ખીમચંદે સં. ૧૯૨૫ માં બંધાવેલું છે.
૩. ગણપતિપેઠમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર છે. સં. ૧૯૬૦ માં શેઠ બાબુભાઈ રતનચંદે બંધાવેલું
છે. આમાં ૧ ચાંદીની પ્રતિમા પણ છે. • •
૨૨૩. કુંભેજ (કઠા નંબર ૪૦૪૮)
કેલ્હાપુરથી ૧૩ માઈલ દૂર હાથ લંગડા સ્ટેશનથી ઉત્તરમાં ૪ માઈલ દૂર કુંભે જ નામે ગામ છે. ત્યાં એક જૈન ધર્મશાળા છે. અહીં વેતાંબર જૈનેની વસ્તી નથી.
પાસે આવેલી નાની ટેકરી પર શ્રીજગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર ત્રણ માળનું છે. આ ટેકરીને બાહુબલીની ટેકરી” કહે છે. ડુંગર ઉપર ચડવાને પાકે પગથિયાબંધી માર્ગ બંધાવેલ છે. ગિરિ ઉપર એક શ્વેતાંબર ધર્મશાળા છે અને દિગંબરીય બાહુબલી આશ્રમ છે.
વેતાંબર મંદિરના વચલા માળમાં શ્રીજગવલ્લુભ પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક છે. મૂળનાયકની પલાંઠી પર સં. ૧૬ ને લેખ છે. મંદિરમાં ચાર દેરીઓ છે. બે દેરીઓમાં તીર્થંકર પ્રતિમાઓ છે જ્યારે બીજી બે પૈકી એકમાં પદ્માવતી દેવી અને બીજીમાં મણિભદ્ર યક્ષની મૂર્તિઓ છે. સં. ૧૩ર૩ ની સાલની એક પ્રાચીન ધાતુપ્રતિમા છે. નીચે ભેંયરામાં શ્રી અજિતનાથ ભગવાન છે, અને ત્રીજે માળે શ્રીચંદ્રપ્રભ પ્રભુ છે.
સં. ૧૨૬ ના મહા સુદિ ૭ ને સોમવારના રોજ અહીં છેલ્લે ઉદ્ધાર થયે છે ને તે વખતે શ્રીવિજયાનંદસૂરિએ પ્રતિષ્ઠા કરાવી છે.
કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાએ અહીં મેળા ભરાય છે.