________________
અહમદનગર–સતારા'
૩૮૩ છે અને ડાબી બાજુએ સ્ત્રીની આકૃતિ છે. ઉપરના ભાગમાં હાથ જોડી ઊભેલી એક આકૃતિ છે. વળી, બંને બાજુએ બે આકૃતિઓ હાથમાં પૂજાની સામગ્રી સાથે દર્શાવી છે. નાના ગોખલાઓમાં પણ તીર્થંકર મૂર્તિઓ બિરાજમાન છે.
અંદરના ખંડમાં જવા માટે એક સાદું દ્વાર છે જે સમરસ ૧૨ ફીટનું છે. મધ્યમાં મૂર્તિ માટેની જગા ખાલી રાખેલી છે. પાછળના ભાગમાં એક મોટી બારી છે, જે વાટે નીચેના ખંડમાં જવાય છે. આ ખંડમાં મૂર્તિઓ અસ્તવ્યસ્ત પડેલી છે. નીચેના ભાગમાં મૂર્તિઓ રાખવાના ગુપ્ત ખડે છે. "
(૪) થી ગુફામાં પડસાલની આગળ બે મોટા ચેરસ સ્ત છે. પડસાલ ૩૦૪૮ ફીટ લાંબી-પહોળી છે અને અંદર દ્વારવાળ ખંડ ૧૮૪ર૪ ફીટ લાંબ–પહાળે છે. બે ખંભે છતને આધાર આપી રહ્યા છે. બાજુની દીવાલમાં તેમજ આગળ પાછળના ભાગમાં પણ સ્તંભે છે. સ્તંભેની રચના કેરણીયુક્ત છે. પાછલી દીવાલે એક શિલાશમ્યા છે. અંદરના ખંડમાં પાછલી દીવાલે મૂતિ વિદ્યમાન છે. દીવાલમાં એક કમાનવાળો ગોખલે છે, પણ તે પૂરે બનાવેલે નથી.
પડસાલની ડાબી બાજુના સ્તંભ ઉપર એક લેખ ઉત્કીર્ણ છે પણ કમનસીબે ઘસાઈ ગયેલું હોવાથી વાંચી શકાતું નથી. તેની લિપિ અગિયારમી–બારમી શતાબ્દીની જણાય છે.
બીજી ગુફાઓ મોટે ભાગે પૂરાઈ ગઈ છે અને વધુ ખંડિત થયેલી છે. ગુફાઓનાં બારણાં અવશ્ય જોવાય છે. આમાંની એક ગુફાના મંદિરમાં જિનમૂર્તિ વિદ્યમાન છે.
૨૧૯. અહમદનગર
(ા નંબર: ૩૯૭૮-૩૯૯ ) મનમાડ જંકશનથી રેલ્વે લાઈન અહમદનગર સુધી જાય છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર અહમદનગર શહેર આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૫૦ ઘરો છે. ૨ ઉપાશ્રયે, ૧ ધર્મશાળા અને ૨ જૈનમંદિર છે. ૧. ગૂજરગલીમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. આમાં ૧ ચાંદીની પ્રતિમા અને
સં. ૧૨૨૩ ની સાલની પ્રાચીન ધાતુ પ્રતિમા પણ છે. ' ૨. કાપડ બજારમાં શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. આ મંદિરમાં બીજે માળે એક શ્યામ પાર્શ્વનાથ
પ્રભુની આરસમૂર્તિ પ્રાચીન છે.
૨૨૦. સતારા
(ઠા નંબર: ૪૦૧૧-૦૧૨) પતાથી હરિહર સુધી જતી રેલવે લાઈનમાં સતારારોડ સ્ટેશન છે. આ સ્ટેશનથી ૧૧ માઈલ દૂર સતારા શહેર આવે છે. શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૧૦ ઘરે છે. ૧ ઉપાશ્રય અને ૨ જૈનમંદિરે વિદ્યમાન છે. ૧. સદાશિવપેઠમાં શ્રી આદિનાથ ભગવાનનું ઘાબાબંધી મંદિર બીજે માળે આવેલું છે. મૂળનાયકની પલાંઠીમાં
સં. ૧૯૩૧ ની સાલને લેખ છે.
મંગળવારપેઠમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. મૂળનાથની મૂર્તિ મનોહર છે. આ મંદિર સં. ૧૭૫૦ માં શેઠ કિસનદાસ લક્ષ્મણદાસે બંધાવેલું છે.