________________
૩૮૦
જૈન તીર્થ સર્વસંગ્રહ, ૬. શુક્રવાર પિઠમાં આવેલું શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય મંદિર બે માળનું શિખરબંધી છે. તેને “ઓશવાળનું મંદિર
કહે છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના કાનન કુંડલ તથા મુકુટ નીલમમણિના બનાવેલા છે. આમાં સુંદર
૨ગનું કામ કરેલું છે. બીજે માળે શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. ૭. શુક્રવાર પેઠમાં આવેલું શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર બે માળનું છે, જે પિરવાડેએ બંધાવેલું હોવાથી
“પિરવાડેનું મંદિર” કહેવાય છે. મંદિર સાદી બાંધણીનું છે. બંને માળમાં મૂર્તિઓને પરિવાર છે. ૮. લક્ષમીરોડ પર ખેતી માણેક મેન્શનમાં આવેલું ઘર દેરાસર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું .
શુકવાર પેઠેમાં પાર્વતીય ટેકરી પાસે એક દાદાવાડી આવેલી છે. આ દેરાસરમાં મૂર્તિઓ નથી પણ ચરણપાદુકાઓ. પધરાવેલી છે. મુખ્ય દેરાસરની પાછળ સંગેમરમરની એક સુંદર પાદુકા શ્રીહીરવિજયસૂરિની છે, જેના ઉપર સં. ૧૮૩૫ નો લેખ છે. દેરાસરની દીવાલમાં સં. ૧૯૬૯ને લેખ છે. અહીં કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાએ મેળા ભરાય છે.
આ સિવાય મા માઈલ દૂર આવેલા શિવાજીનગરમાં અને ત્યાંથી માઈલ દૂર આવેલા ખડકીમાં પણ ઘર દેરાસરો છે.
૨૧૭. જુન્નર
(કઠા નંબર: ૩૯૨૬-૩૯ર૦) પૂનાથી ૫૦ માઈલ દૂર મોટર રસ્તે આ ગામ આવેલું છે. ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જેનેનાં ૭૫ ઘરે છે.. ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા, ૧ લાયબ્રેરી અને ૧ મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન નામનું છાત્રાલય છે. ગામમાં જૈન મંદિર છે. ૧. બુધવાર પેઠેમાં મૂળનાયક શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ભવ્ય અને વિશાળ છે. મૂળ
નાયકની પલાંઠીમાં સં. ૧૯૨૧ ને લેખ છે. ૨. પણસુંબામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે.
૨૧૮. નાશિક
(કોઠા નંબર:૩૯૬૦-૩૯૬૩) નાશિકોડ સ્ટેશનથી છ માઈલ દૂર નાશિક ગામ ગોદાવરીના કાંઠે વસેલું છે. આ ગામ વણના યાત્રાધામ તરીકે થયું એ પહેલાં શ્રીપદ્મપ્રભુસ્વામીના જૈનતીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. શ્રી પદ્મપ્રભુસ્વામીના નામ ઉપરથી આનું પ્રાચીન નામ પધપુર હતું. જૈન ગ્રંથોમાં આનું બીજું નામ કુંભકારકૃત બતાવવામાં આવ્યું છે. આ નગરના નાશની કથા રામાયણ, જાતક કથાઓ તેમજ જૈનના નિશીથચૂર્ણિ ગ્રંથમાં આલેખેલી છે. ચૌદમી શતાબ્દીના “પ્રભાવકચરિતમાં • નાસિકયપરનો ઉલ્લેખ કરે છે. આજે અહીં જૈન શ્વેતાંબરોનાં ૫૦ ઘર છે. ૨ વિશાળ ઉપાશ્રયે અને ૩. મંદિર મોજુદ છે.. ૧. ચાંદવડકર ગલીમાં શ્રીધર્મનાથ ભગવાનનું મંદિર સં. ૧૬૪ માં બાઈ હીરાબાઈ મોતીચંદે બંધાવ્યું છે. આ
મંદિરમાં ૧ ટિકની અને ૧ ચાંદીની મૂર્તિ પણ બિરાજમાન છે. પાર્શ્વનાથ ગલીમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયકની પલાંઠી નીચે સં. ૧૫૪૮ ની સાલને લેખ છે. આ દેરાસરમાં શ્રી આદિનાથ ભગવાનની એક ધાતુમતિ પ્રાચીન છે. મંદિરમાં માનભદ્રજીનું
સ્થાન છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. ૩. શેઠ દીપચંદ ન્યાલચંદના બંગલામાં શ્રીસુવિધિનાથ ભગવાનનું ઘર દેરાસર છે. સં. ૧૯૬૮માં આ મંદિર શેઠ.
દીપચંદે બંધાવ્યું છે.