________________
“પના
:
૩se
૨૧૬. પૂના
(કોઠા નંબર : ૩૯૧૩૯૧૭) પેશ્વાઓની પ્રાચીન રાજધાનીના પૂના નગરમાં આજે લશ્કર અને સીટી વિભાગમાં મળીને કુલ ૫૭૨૦ જેટલા સેનાની વસ્તી છે. દક્ષિણમાં શ્વેતાંબર જૈનેની વસ્તીવાળું આ જ મુખ્ય નગર છે. ૨ ઉપાશ્રયે અને કુલ ૧૦ જૈન ધર્મશાળાઓ છે. અહીં કુલ ૮ મંદિરે મોજુદ છે. આમાંથી છાવણીમાં ૨, વાવડીમાં ૧, કેરેગાંવ રોડ પર ૧ અને શહેરમાં ૪ મંદિરે છે.
૧. સાચાપીર સ્ટ્રીટમાં ત્રણ માળનું સુંદર અને ભવ્ય મંદિર ઘૂમટબંધી છે. એના રૂપેરી દરવાજામાં પ્રવેશતાં મંદિરને
ઘેરા રંગથી સુશોભિત બનાવેલું જોવાય છે. શહેરમાં આવેલા મેટા ડીજીના મંદિર જેવું જ આ મંદિર રમણીય છે. ઉપરના માળમાં મૂળનાયક શ્રીવાસુપૂજયસ્વામી છે. આ પ્રાચીન મૂર્તિ ખંભાતથી લાવવામાં આવી છે. અહીં પાષાણના સુંદર શિલ્પનમૂનાઓ પણ છે. તેના ઉપર ઘૂમટબંધી શિખર છે. નીચેના માળમાં વ્યાખ્યાન હોલ છે. આ મંદિર સં. ૧૯૪૮માં બંધાવાયેલું કહેવાય છે પરંતુ અગાઉ આ સ્થળે એક પ્રાચીન મંદિર હતું જેમાં ધાતપ્રતિમા વિરાજમાન હતી.
૨. સોલાપુર બજારમાં આવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર દેરાસર બીજે માળે છે. સં. ૧૯૬૯માં આ મંદિર
બાંધેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૪૬૪ નો પ્રાચીન લેખ છે.
જાનવડી બજારમાં આવેલું શ્રી આદિનાથ ભગવાનનું મંદિર ઘૂમટબંધી છે. સં. ૧૯૪૭ માં આ મંદિર બાંધવામાં આવ્યું હતું. મૂળનાયક ઉપર સં. ૧૫૩ ને લેખ છે.
૪. પના કેમ્પ કોરેગાંવ રોડ નં. ૬ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર બીજે માળે છે. શેઠ કીકાભાઈ પ્રેમચંદે
સં. ૧૯૯ માં આ મંદિર બંધાવ્યું છે. મૂળનાયક ઉપર સં. ૧૫૬૬ ને લેખ છે.
પ. પૂના શહેરમાં વેતાળપેઠમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું સૌથી પ્રાચીન, મોટું, અને ઘૂમટબંધી મંદિર છે પણ
બહારથી જોતાં એની કલ્પના આવી શકે તેમ નથી.
આ વેતાંબરીય મંદિર વિશે કહેવાય છે કે, એક પ્રાચીન મંદિર જે કે, શહેરથી બહાર કહેવાયરમાં હતું પણ શહેરમાં જેન મંદિર બાંધવાની રજા પેશ્વાઓએ આપી નહતી. એ માટે જેને પ્રયત્ન ચાલુ હતે. લગભગ સને ૧૭૫૦ માં અહીં શંકરાચાર્ય અને જેનાચાર્યને ભેટે થયે અને લાંબી ચર્ચા પછી એમ નક્કી થયું કે બ્રાહ્મણે જ્યાં વસતા ન ડાય ત્યાં એક નાના મકાનમાં જૈન મંદિર બાંધવું. આથી પેશ્વાઓએ આ સ્થળે મંદિર બાંધવાની રજા આપી. એ પછી આ ભવ્ય અને સુશોભિત મંદિર મજબૂત દીવાલના કેટથી ઘેરાયેલું અને મેટા દરવાજાવાળું સં. ૧૭૫૦ લગભગમાં બાંધવામાં આવ્યું. અંદરના ભાગમાં સુંદર રંગોથી ચિત્રકામ કરેલું છે. કેટલીક દીવાલે સુંદર શિ૯૫-નમનાઓથી અલંકત છે. પહેલે માળે મૂળનાયક શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે, જે શ્યામલવણી અને પ્રમાણમાં નાની છે. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા પણ ફણાયુક્ત વિરાજમાન છે. એ સિવાય બીજી ધાતુ–પાષાણુની પ્રતિમાઓ પણ ઘણી છે. ભેંયરામાં પાંચ મૂર્તિઓ છે. તેમાં એક ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ છે, તે શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કરતાં પ્રાચીન છે. પહેલી મૂર્તિ ઉપર સં. ૧૫૪ને લેખ જોવાય છે.
શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર પણ આમાં ભેળવી દીધેલું છે. તેમાં એક પદ્માવતી દેવીની અને શ્રીમણિભદ્ર યક્ષની મૂર્તિ છે. શ્રી ઋષભદેવ ભગવાનનાં ચરણની સ્થાપના પણ કરેલી છે. - મંદિરમાં આઠ ગભારાઓ છે. મંદિરને ઉપરનો ભાગ નીચેના ભાગ કરતાં અર્વાચીન છે.
7. Bombay Gazetteer, XVII, Part III, Poona 1885, P. 340