________________
કેસરિયાળ
૩૪s . ૧૯૬. કેસરિયાજી
(કે નંબર:૩૮૪૯-૩૮૫૦) ઉદયપુરથી દક્ષિણ દિશામાં ૪૦ માઈલ દૂર આવેલા પહાડી પ્રદેશમાં “ધૂલેવ” નામે ગામ છે. પ્રાચીન વર્ણનકારે ધૃલેવને ખમ્મદેશમાં આવેલું કહે છે. તેથી તેની ખમ્માચલ તીર્થ તરીકે પ્રસિદ્ધિ છે. આસપાસને પર્વત ખગ–બગ નામે ખ્યાત હશે એમ લાગે છે. બિહામણુ જ ગમાર્ગમાં યાત્રીઓ માટે રાજ્ય તરફથી નવ ચાકીએ મૂકવામાં આવેલી છે, જેમાં તીર-કામઠાં ધારી ભીલે યાત્રીની સાથે રહે છે. આથી લૂંટાવાને ભય રહેતું નથી, માર્ગમાં આવતાં ગામે પૈકી કાયા, ખારાપાલ અને ટિઢી ગામમાં મહારાણાએ ધર્મશાળાએ બંધાવેલી છે. ધૃવ ગામમાં ચાર વિશાળ જૈન ધર્મશાળાઓ છે. અને ૨ જૈન મંદિરો છે.
૧. બજારમાં સુંદર નકશીવાળું ભવ્ય બાવન જિનાલય મંદિર આવેલું છે. નગારખાનામાં પ્રવેશ કરતાં જ બહારના
પ્રદક્ષિણાના ચેકમાં એક બીજે દરવાજો આવે છે. તેની બંને બાજુએ પથ્થરના હાથીઓ ઊભા છે. બહારના ગેખલાઓમાં બ્રહ્મા અને શિવની મૂતિઓ પાછળથી બેસાડી દેવામાં આવી છે. અહીંથી દશેક પગથિયાં ચડતાં મંડપમાં શ્રીમરુદેવી માતાની હસ્તિ આરૂઢ મૂર્તિનાં દર્શન થાય છે.
આખુંચે મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચોકી, સભામંડપ, ભમતીની બાવન દેવકુલિકાઓ, શંગારકી, શિખર અને કટબંધી રચનાવાળું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રોત્રાષભદેવ ભગવાનની ૩ ફીટ ઊંચી શ્યામવણી તેજસ્વી પ્રતિમા બિરાજમાન છે. આ મૂર્તિની ચમત્કારિતાની ખ્યાતિને લીધે તાંબર કે દિગંબર, બ્રાહ્મણ કે ક્ષત્રિય. ભીય કે બીજી વર્ણના લેકે પણ અહીં દર્શનાર્થે આવે છે. ભલે આ ભગવાનને કાળાદેવ” નામે પિતાના ઈષ્ટદેવ તરીકે માને છે. એ લોકે ભગવાનના નવણને એ પ્રતાપ અનુભવે છે કે એ નવણને એક છાંટે લી જાય તો પણ જહં બલતા નથી. શ્રીતેજવિજ્યજીએ રચેલા કેસરિયાજીના રાસ' માં આ મૂર્તિના ચમત્કાર વિશે વિસ્તારથી વર્ણન કરેલું છે. આ મૂર્તિ પર પુષ્કળ પ્રમાણમાં કેસર ચડતું હોવાથી એ કેસરિયાજીના નામે ઓળખાય છે.
મૂળનાયકની મૂર્તિ વિશે એમ કહેવાય છે કે, આ પ્રતિમા પહેલાં ઉજજૈનમાં હતી. ત્યાંથી વાગડદેશના બડોદા -ગામમાં આવી અને ત્યાંથી ધૂલેવ ગામમાં લાવવામાં આવી. આ પ્રતિમા અહીં ક્યારે આવી એની સાલ જાણવામાં આવી નથી પણ “ઈપીરિયલ ગેઝેટિયરના વર્ણન મુજબ આ મૂર્તિ તેરમા સૈકાના અંતમાં લાવવામાં આવી હશે.”
આ મૂર્તિ પૂળ પ્રાચીન હોવાથી કેટલીયે જગાએ ખાડાઓ પડી ગયેલા હતા તેથી લેપ કરાવેલ છે. મૂતિ ઉપર પરિકર પ્રાચીન છે. તેમાં બંને બાજુએ બે ઇંદ્રો, બે કાઉસગ્નિયા જિનપ્રતિમાઓ, અને મૂર્તિની નીચેના ભાગમાં નાની આકૃતિઓ છે, જેને નવગ્રહ કહે છે. વળી હાથી, સિંહ, દેવી વગેરેની આકૃતિઓ અને તેની નીચે વષોની વચ્ચે દેવી વગેરેના આકારો કેતરેલા છે. ગૂઢમંડપના ગોખલાઓમાં પણ મૂર્તિઓ પધરાવેલી છે. - એમ કહેવાય છે કે, અસલ આ મંદિર ટેનું બનેલું હતું. તે તૂટી જતાં તેના જીર્ણોદ્ધાર રૂપે સૂર્યવંશી મહારાણા મકલ જ્યારે ચિતોડની રાજગાદીએ (ચૌદમી સદીમાં) હતા ત્યારે આ મંદિર પથ્થરનું બનાવવામાં આવ્યું. સામાન્ય રીતે તપાગચ્છાચાર્ય શ્રી જગશ્ચંદ્રસૂરિના સમયમાં જ તેમના પ્રબળ પુરુષાર્થથી મેવાડના રાણાઓ જેને સાથે નિકટ સંબંધમાં આવ્યાની ઇતિહાસ સાખ પૂરે છે.
આ મંદિરમાંથી મળી આવેલા ત્રણ શિલાલેખો ઉપરથી “ઇડિયન ઍટીકવેરીમાં જણાવ્યું છે કે, આ મંદિરને ચોદમી અને પંદરમી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર થશે. સભામંડપની ભીંત પર ઉકીર્ણ સં. ૧૪૩૧ ને શિલાલેખ આ પ્રકારે વંચાય છે –
૧. બડદાનું પુરાતન મંદિર આજે તે ભૂમિશાયી છે. તેના પથ્થરથી બનાવેલ એક ચબુતરો વડલા હેઠળ આજે હયાત છે.
2 x x x It is said to have been brought from Jujarat towords the end of the thirteenth century. xxx.-"The Imperial Cezeteer of India." Vol. XXI (New edition 1908) P. 16.
2. It is difficult to determine the age of this building, but three inscriptions mention that it was repaired in the fourteenth and fifteenth century.-"Indian Antiquary." Vol. I. ..