________________
૩૪૬
જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૯૫. ડુંગરપુર
(કેઠા નંબર : ૩૮૪૩-૩૮૪૬) તલેદ સ્ટેશનથી ૭૫ માઈલ દૂર ડુંગરપુર શહેર આવેલું છે. ધનમાતા પહાડની ત્રિક વિશાલ જમીન ઉપર ડુંગરપુર. રાજ્યની રાજધાનીનું આ ડુંગરપુર શહેર વસેલું છે. આને ગિરિપર પણ કહે છે. ધનમાતા પહાડને ઉપરથી શહેરની ચારે. બાજુએ મજબૂત કોટ બાંધે છે. આ કેટ, પાસેના થાણ ગામમાં રહેતા મંત્રી શાલાશાહ જેન ઓશવાલે વિકમના. સોળમા સિકામાં બંધાવ્યે છે. શાલાશાહ ડુંગરપુરના રાજવી ગેપીનાથ અને સોમદાસના સમયમાં મુખ્ય મંત્રી હતા. તેમણે. ઉપદ્રવી ભલે ઉપર વિજય મેળવી નામાંકિત પરાક્રમી તરીકે ઈતિહાસમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમની વિરતાની.
ખ્યાતિ સાથે ધાર્મિકતાની કીર્તિ પણ તેમણે અહીં તેમજ બીજે સ્થળે બંધાવેલાં જૈન મંદિરેથી પ્રગટ થાય છે.' - શાલાશાહના સમયમાં ૭૦૦ જેનોનાં ઘરો અહીં આબાદ હતાં. એમને મારી નાખવામાં આવ્યા પછી જેન વસ્તી. ઉચાળા ભરીને ચાલી ગઈ. એ પછી જેને અહીં આવીને વસ્યા એમ કહેવાય છે. આજે અહીં ૪૦૦ જૈન શ્વેતાંબરની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૨ ધર્મશાળા અને ૪ જૈન મંદિર વિદ્યમાન છે. ૧. ઘાટી પર જૂના મહોલ્લામાં મંત્રી શાલાશાહે બંધાવેલું બાવન જિનાલય મંદિર શિખરબંધી છે. આમાં મૂળનાયક
શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧ ફૂટ ઊંચી પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી છે. મૂળનાયકની આસપાસ ધાતુનું પરિકર છે.' મંદિરમાં ૫૦ પાષાણની અને ૨૯ ધાતુની મૂર્તિઓ છે. કહેવાય છે કે, આ મંદિરમાં એક ભેંયરું હતું જે ઠેઠ 5 રાજમહેલ સુધી લાંબું હતું. આ ભોંયરા વાટે મહારાણું હમેશાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શનાર્થે આવતી હતી. આ ભેંય આજે બંધ છે. ઉપર્યુક્ત મંદિરના પાછલા ભાગમાં શિખરબંધી શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. મૂળનાયકની શ્યામવણી પ્રતિમા. ૨ બીટ ઊંચી છે અને સં. ૧૯૧૫ માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરના દ્વારમાં મંગલમૂતિ ઉપર આ પ્રકારે લેખ કેતલે છે – "सं० १४८० वर्षे पूर्णिमापक्षे श्रीहेमचंद्रसूरिशिष्य बालक्ष्मीचंद्रसूरि[गा] श्रीमहावीरप्रासाद[:] कारापिता(तः). गुरुश्रेयोर्थे ।। " અહીંના માણેકમાં આવેલું ત્રીજું સોશિખરી વિશાળ મંદિર બાવન જિનાલયવાળું છે. અહીંના નિવાસી વીસા હંબડજ્ઞાતીય ટ્વેતાંબર જૈન શેઠ શામળદાસ દાબડાએ સં. ૧૫૨૬ માં બંધાવ્યું છે. કહેવાય છે કે, આ. મંદિરમાં પહેલાં શ્રી આદિનાથ ભગવાનની વિશાળકાય ધાતુપ્રતિમા બિરાજમાન હતી પરંતુ મુસલમાનેએ સુવર્ણના લાભથી એ મૂર્તિને ગળાવી નાખી. એ પછી વેતવણી શ્રી આદિનાથ ભગવાનની રાા હાથ ઊંચી પ્રતિમા પ્રતિષ્ઠિત. કરવામાં આવી. તેનું પરિકર ધાતુનું છે, જેમાં એવીશ તીર્થકર મૂર્તિઓ અને ૨ કાઉસગિયા પ્રતિમાઓ કરેલી છે. આ પરિકર સં. ૧૫૨૯ માં પ્રતિષ્ઠિત કર્યાને તેના ઉપર લેખ છે. મંદિરની અને બાવન દેવકુલિકાઓની મૂર્તિઓ ગણતાં પાષાણની હર અને ધાતુની ૩૩ પ્રતિમાઓ વિદ્યમાન છે. એ સિવાય કેટલાક પાષાણ અને ધાતુના પટ્ટો છે.
૧ ગૌતમસ્વામીની મૂર્તિ અને ૧ સફટિકની મૂર્તિ પણ છે. મોટા ભાગની પ્રતિમાઓ ઉપર સં. ૧૮૯ ના લેખે છે. ૪. ફેજના વડલામાં શું શિખરબધી મંદિર શ્રી શાંતિનાથ ભગવાનનું છે. મૂળનાયકની શ્વેતવણી પ્રતિમા ૧ હાથ
ઊંચી છે અને તેના ઉપર સં. ૧૯૦૮ ને લેખ છે.
૧. “જેન સત્ય પ્રકાશ' વર્ષ : ૧, અંક: ૧૦ અને ૫. ઝાજી કૃત “ડુંગરપુર રાત્મકા ઈતિહાસ' પૃ. ૫૮, ૬૬.
૨. તેમણે ડુંગરપુરના આંતરી ગામમાં શ્રી શાંતિનાથનું જિનાલય બંધાવેલું છે, જે તેમના કીર્તિકલાપમાં કીર્તિસ્તંભ રૂપે વિદ્યમાન છે. તેમાં સં. ૧૫૫નો લેખ ઉત્કીર્ણ છે, જેમાં તેમના વંશનું વિશદ વર્ણન કરેલું છે. વળી, ચૂંડાવાડાના પાલ અને ડુંગરપુરની વચ્ચે થાણા ગામમાં, ત્યાં તેઓ નિવાસ કરતા હતા, ત્યાં એક વિશાળ મંદિર બંધાવવું શરૂ કર્યું હતું, જે અધૂરું બનેલું પડ્યું છે. એ ઉપરથી જણાય. છે કે, આ મંદિર બાંધવાની શરૂઆત કર્યા પછી તરત જ શાલાશાહ સ્વર્ગસ્થ થયા હશે, જેથી એ મંદિર અડધું બનેલું પડી રહ્યું. એ સિવાય અચલગઢ (આબુ )ના મંદિરમાં શ્રી આદિનાથ ભગવાનની ૧૨૦ મણની ધાતુપ્રતિભા જે તેમણે અને તેમના ભાઈએ ભરાવીને. પધરાવ્યાને સં. ૧૫૧૮ ને લેખ તેમાં કેટલો છે.