________________
જૈન તીર્થં રા સંગ્ર
૩૪૨
આનાક (આના, અણ્ણીરાજ)ને જીતીને કુમારપાલ ચિતેની ઘેાલા જેવા સારુ આગે ત્યારે ત્યાંના એક શિવમંદિરને એક ગામ ભેટ કર્યું હતું એવા ઉલ્લેખ છે. ખીજે લેખ ત્યાંથી જ મળ્યેા છે, જે ઉદયપુરના વિકટેરિયા હાલ નામના સંગ્રહાલયમાં છે. તેની મધ્યના ભાગ ઘસાઈ ગયા છે અને તેમાં સંવત આપેલે નથી પણ આ લેખથી નક્કી થાય છે કે આ પ્રસિદ્ધ કિલ્લે કુમારપાલના અધિકારમાં હતા અને ત્યાં તેના સૂમે રહેતા હતા, એ પછી કુમારપાલના ભત્રીજા. અજયપાલને હરાવી મેવાડના રાજા સામ ંતસિ ંહે સ. ૧૨૩૧ ની આસપાસ આ કિલ્લા ઉપર પાછું ગુહિલવ શીઆનું રાજ્ય કાયમ કર્યું, એ સમયથી આજ સુધી જો કે વચ્ચે કેટલાંક વર્ષ રાજ્ય મુસલમાનેને આધીન રહ્યું હતું છતાં ગુહિલવંશી સિસેાદિયાના અધિકારમાં જ ચાલ્યું આવે છે.
ચિતાડ સાથે જૈન સમાજના સંખ`ધ પુરાણા અને તાણાવાણાની જેમ ગૂંથાયેલા છે. આ સંબધ શ્રીસિદ્ધસેન દિવાકરથીયે પ્રાચીન સમય સુધી લખાય છે. સિદ્ધસેન દિવાકરને સમય એકમતે વિક્રમની પહેલી શતાબ્દી મનાય છે જ્યારે ખીજા મતે પાંચમીઠ્ઠી શતાબ્દી હાવાનેા વિદ્વાનોએ નિર્ણય કર્યો છે. તેએ વિદ્યાની સિદ્ધિ અર્થે આ ભૂમિમાં આવ્યા હતા. શ્રીહરિભદ્રસૂરિ જેમના સમય કેટલાક વિદ્વાના આઝમી-નવમી શતાબ્દી બતાવે છે તેમનું નિવાસસ્થાન કેટલેક કાળ ચિંતા હતું એવા ઉલ્લેખ મળે છે. એ સમયે ચૈત્યવાસીએ સામે એમણે ભારે ધ્રુજારો કર્યા હતા. ખારમી શતાબ્દી સુધી અહીં ચૈત્યવાસી આચાર્ચીની પ્રખલતા હતી. રાજાએ એમનું સન્માન કરતા અને સગવડા આપતા. શ્રીજિનવલ્રભસૂરિએ એ સંબંધે પ્રખળ વિરોધ ઊઠાન્યા અને તેમના ઉપદેશથી શ્રેષ્ઠી સાધારણે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું વિધિચૈત્ય સ. ૧૧૬૭ માં નિર્માણ કર્યું. શ્રીજિનવશ્ર્વભસૂરિએ અષ્ટસપ્તતિકા, સંઘપટ્ટક, ધશિક્ષા’ આદિ ગ્રંથા ચિતેડના મંદિરમાં ઉત્કીર્ણ કરાવ્યા હતા. શ્રીજિનવăભસૂરિ અને તેમના પટ્ટધર થ્રીજિનદત્તસૂરિના સ. ૧૧૯૯ ) પદમહોત્સવ અહીં થયા હતા. સં. ૧૩૫૩ ના ફાગણ વિદે ૫ ના રોજ મહારાજા સમરસિંહના રામરાજ્યમાં ચિઝેડના ચારાસી મહેલ્લામાં જલયાત્રાપૂર્વક સ્થાનીય ૧૧ જૈન મંદિરનાં છત્ર અને શ્રીમુનિસુવ્રતસ્વામી, શ્રીઆદિનાથ, શ્રીઅજિતનાથ અને શ્રીવાસુપૂજ્યસ્વામીની પ્રતિમાએ સ્થાપન કરી હતી. સ. ૧૩૩૫ ના ફાગણ સુદ ૫ ના રોજ સકલ રાજ્ય રાને ધારણ કરનારા યુવરાજ અમરસિંહના સાંનિધ્યથી શ્રીઆદિનાથ મંદિર પર ધ્વજારોપણ થયું હતું; એવી હકીકત • ખરતરગચ્છ પટ્ટાવલી’નોંધે છે.
ર
શ્રીએઝાજી કહે છે કે, મહારાણા તેજસિંહની પટરાણી જયતāદેવી, જે સમરસિંહની માતા હતી, તેણે. ( વિ. સં. ૧૩૨૨ માં) ચિતાડ પર શ્યામ પાર્શ્વનાથનું મંદિર ખંધાવ્યું હતું.
૫, શ્રીપ્રતિષ્ઠાસામે સ. ૧૫૨૪માં રચેલા સામસોભાગ્ય કાવ્ય ’ ઉપરથી જણાય છે કે, ઈડરનિવાસી વચ્છરાજના જો પુત્ર શ્રેષ્ઠી વીસલ જે દેવકુલપાટક (દેલવાડા)માં રહેતા હતા અને શ્રીલાખા રાણાથી સંમાન્ય હતો, તેણે પંદરમા સૈકામાં ઉન્નત શિખરેથી સુથેભિત શ્રીશ્રેયાંસનાથ પ્રાસાદ ચિત્રકૂટ ગઢ પર ખંધાવ્યો હતેા. વળી, શ્રેષ્ઠી ગુણુરાજના પુત્ર ખાલે પંદરમા સૈકામાં કીર્તિસ્તંભની પાસે જ ચારે તરફ દેવકુલિકાઓથી યુક્ત વિશાલ જિનચૈત્ય બંધાવી શ્રીસામસુંદરસૂરિના હાથે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય મહારાણા મેકલના સમયમાં તેમના મુખ્ય. મંત્રી સરણુપાલજીએ પુષ્કળ દ્રવ્ય ખરચી ઘણાં જિનમદિશ કરાવ્યાં હતાં. માંડવગઢના મહામત્રી પેથડકુમારે જે ૮૪ જિનમદિરા ઠેર ઠેર ખ ધાવ્યાં તેમાંનું એક ચિત્રકૂટમાં પણ ખેંધાવ્યું હતું.
ર
શ્રીસોમપ્રભસૂરિએ અહીં બ્રાહ્મણની સભામાં જય મેળવ્યેા હતેા અને શ્રીજિનભદ્રસૂરિએ ચિતેડ આદિ સ્થળાએ જિન મન્દિ આદિ બંધાવવાના ઉપદેશ આપ્યા હતેા. સં. ૧૫૦૫ માં કુંભા રાણાના ભંડારી શ્રીવેલાકે પુરાણા ખંડિત મંદિરના સ્થાને શ્રીશાંતિનાથ ભગવાનનું અષ્ટાપદ નામે ચૈત્ય બંધાવી તેની ખરતરગચ્છીય શ્રીજિનસેનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મ ંદિરને ‘શૃંગારચાકી’ કહે છે. આવું નામ શા કારણે પડ્યુ હશે તે જાણવાનું રહે છે પણ તેનું ખરું નામ તે। · અષ્ટાપદાવતાર શાંતિજિનચૈત્ય ’ હતું.
..
૧. “ Apigraphia Indica '' Vol. II, P. 422, 424
૨. “ રાજપૂતાનેકા ઈતિહાસ ” પૃ. ૪૭૩.
૩. જુએ એ જ કાવ્યના સ ઃ ૯, શ્લા. ૧૬, ૧૭. ૪. એજનઃ સ : ૯, શ્લા, ૭૦, ૭૧.