________________
ચિતોડ
૨૩૮ એક રહસ્યપૂર્ણ ઘટના પ્રસંગે મહારાણને જીવતા બચાવી લેવાથી દયાળશાહ રાણાની આગળ તરી આવ્યા અને ધીરે ધીરે વીરતાભર્યા કાર્યોથી વિશ્વાસુ મંત્રી તરીકે નિમાયા. મંત્રી તરીકેની કારકીર્દીિમાં પણ તેઓ તેજસ્વી નિવડયા ઔરંગજેબે જે હિંદુ મંદિરે તેડી નાખ્યાં હતાં, તેને બદલો તેમણે મસ્જિદે તેડીને લીધે હતું અને માળવામાંનાં બાદશાહી થાણાંની જગાએ મહારાણાનાં થાણ સ્થાપી દીધાં હતાં. એ યુદ્ધની લૂંટમાંથી દયાળશાહ કેટલાંયે ઊંટ ભરીને સનું ને સંપત્તિ લઈ આવ્યા છે તેમણે મહારાણુને ભેટ ધરી હતી.
આવી ઝળતી કીતિ મેળવનાર દયાળશાહ ઉપર મહારાણની પ્રસન્નતા સોળે કળાએ ખીલી ઊઠે એમાં નવાઈ નથી. વીર દયાળશાહની ધર્મભક્તિએ મહારાણુ આગળ જે બોલ નાખે તેના પરિણામે મહારાણાએ પહાડી ઉપર મંદિર બંધાવવાની પ્રસન્નતાપૂર્વક મંજૂરી આપી છે પણ આ ઘટનાનું ઉજજવળ પ્રતીક બની રહ્યું છે.
સરોવરના કિનારા ઉપર અને દયાળશાહના મંદિરવાળી ટેકરી તેમજ રાજમહેલની ટેકરી વચ્ચે એક નવચેકી નામનું સ્થાન છે. આમાંની ત્રણ ચેકીઓ અને તે માંની કારીગરી દેલવાડાનાં સુંદર મંદિરની કેરણીની યાદ આપી રહી છે. આ ચકીમાં મેવાડના મહારાણુઓની પ્રશસ્તિરૂપે પચીસ સગનું “રાજપ્રશસ્તિ’ નામે સંસ્કૃત કાવ્ય ઉત્કીર્ણ છે. આ કાવ્ય, શિલાઓ ઉપર મળી આવતા લેખમાં સૌથી મટે કાવ્યલેખ છે. આ પ્રશસ્તિમાં દયાળશાહની વીરતાનું વર્ણન પણ કરેલું છે.
તેરાપંથ મતની ઉત્પત્તિનું સ્થાન આ જ રાજનગર છે. શ્રી ભિખસ્વામીએ અહીંથી જ પિતાના મતને પ્રિચાર કર્યો હતે.
અહીંથી ર માઈલ દૂર આવેલા કાંકરોલી ગામમાં જૈન મંદિરની મૂર્તિઓ ડાં વર્ષો પહેલાં તોડી નાખી ગૂમ કરી દેવામાં આવી હતી, જે માત્ર ધર્મવિશ્લેષનું પરિણામ હતું
૧૯૧. ચિતેડ
(કેઠા નંબર:૩૬૩૫-૩૬૪ર) ભારતની મૌલિક સંસ્કારસંપત્તિ સમા ચિતોડગઢનું નામ અને એ ભૂમિનું પ્રત્યેક રજકણ ગમે તેવા -માનવીમાં નવી તાજગી બક્ષે એવું છે. ખરેખર, શોર્ય અને સ્વમાનના સંસ્કારની દાતા આ વીરભૂમિના નામથી કર્યો નર અજાણ્યો હશે? “સ તૂરા રે ઘને સૂા'ની જૂની કહેવતને પણ ચરિતાર્થ કરતી આ ભૂમિએ જેમ શૌર્યમાં તેમ ભક્તિમાં પિતાની અજબ નામના બેંધાવી છે. એવી ભૂમિને ધર્મધારી ઉદારચરિત્ર જૈનાચાર્યોએ પસંદ કરી પાદવિહારથી પુનિત બનાવી છે અને દાનશૂર જૈન શ્રેષ્ઠીઓએ પિતાની ખ્યાતિને ખાતર નહિ પણ પિતાના આત્મ
ત્યાગની ભવ્ય ભાવનાને જે પ્રગટીકરણ કર્યું છે તે અહીં બંધાવેલાં મંદિર દ્વારા આપોઆપ જાજવલ્યમાન બન્યું છે. એને ઇતિહાસ માંચ ખડાં કરી દે એવે છે. અહીંના રાજકીય સંબંધોમાં પણ જૈનધર્મની છાપ અંકાયેલી જોવાય છે. જેને સાથે રાણાઓને મીઠો સંબંધ હતું, એની ઈતિહાસ ગવાહી આપે છે.
અહીં કિલ્લે મોર્યવંશી રાજા ચિત્રાંગદે બનાવ્યું હતું તેથી તેને ચિત્રકૂટ કહેવામાં આવે છે. વિક્રમની આઠમી શતાબ્દીમાં મેવાડના ગુહિલવંશી બાપા રાવલે રાજપૂતાના પર રાજ્ય કરનાર મૌર્યવંશના છેલલા રાજવી માનને મારીને આ કિલે પિતાના અધિકારમાં લઈ પોતાના રાજ્યમાં ભેળવી દીધે. વિક્રમની બારમી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહ પરમાર પાસેથી માલવાનું રાજ્ય હસ્તગત કર્યું ત્યારે આ કિલ્લે પણ તેના અધિકારમાં આવ્યો.
એ અધિકારી કુમારપાલના સમયમાં પણ ચાલુ હતે. “પ્રબંધચિંતામણિમાં ઉલ્લેખ છે કે-“કુતજ્ઞ ચક્રવર્તી -રાજા કુમારપાલે પિતાનું રક્ષણ કરનાર આલિગ નામના કુંભારને સાતસો ગામવાળે ચિત્રકૂટ (ચિતેડ) ને પટ્ટો કરી આપે છે. તેના વંશજો કુંભાર હોવાથી શરમાતા હતા જે હજી સુધી “સગા” કહેવાય છે. આ કથન
મારપાલને કિલા ઉપર અધિકાર હોવાનું પ્રમાણ આપે છે. કુમારપાલ સં. ૧૨૧૬માં પરમહંત બન્યા તે પહેલાંના બે શિલાલેખ અહીંથી મળી આવ્યા છે. એક લેખ સં. ૧૨૦૭ ને છે. તેમાં સપાદલક્ષ (અજમેર રાજ્ય)ના રાક