________________
આયડ
૩૩૫ તેઓ ઉમેરે છે કે, આ શેની માહિતી ચેડા દિવસમાં જ પુરાતત્વખાતાને મેકલી આપીશ.
આ હકીક્ત ઉપરથી જણાય છે કે પ્રાચીન કાળે આ પ્રદેશમાં જેને સંસ્કૃતિનું ગૌરવ જરાયે ઓછું નહોતું. આપણા ઈતિહાસકારેને ઉપેક્ષિત બનેલી જેન સંસ્કૃતિનું આંતરરહસ્ય સમજાશે ત્યારે જ ભારતીય ઈતિહાસનું વાસ્તવિક હાઈ પ્રગટ થશે.
૧૮૮. આયડ [મેવાડ],
(કઠા નંબર : ૩પ૧ર-૩૫૧૬) . ઉદેપુર સ્ટેશનથી મા માઈલ દૂર આયડ નામે ગામ છે. એનું પ્રાચીન નામ આઘાટ અને આહંડ હતું એવા ઉલ્લેખ મળે છે. આ ગામ કેટલું પ્રાચીન હશે એ જાણવાને કહ્યું સાધન નથી પરંતુ આઘાટમાં રાજ કરતા અલ (અલ્લટ) રાજને ઉલ્લેખ મળે છે, તે મેવાડની ખ્યાતમાં પ્રસિદ્ધિ પામેલા આલુ રાવલ હોવાનું સંભવ છે. તેમના સમયના સં. ૧૦૦૮–૧૦૧૦ ના શિલાલેખે મળ્યા છે એ ઉપરથી જણાય છે કે મેવાડની મૂળ રાજધાની નાગદાથી ફેરવીને આઘાટમાં નવી રાજધાની સ્થાપી હશે. આથી આ નગર અગિયારમા સૈકાથી પ્રાચીન હોવાનું નિશ્ચિત થાય છે.
. આ અલ્વરાજની સભામાં રાજગચ્છીય શ્રી પ્રદ્યુમ્નસૂરિએ દિગંબરેને પરાજિત કર્યાને ઉલેખ આ રીતે મળી આવે છે –
" वाद जित्वाऽज्लुकदमापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं श्रीप्रद्युम्नं पूर्वजं स्तुवे ॥"२ શ્રીપ્રભાચંદ્રસૂરિ “પ્રભાવચરિત્ર' ની પ્રશસ્તિમાં એ હકીકતનું સમર્થન કરતાં કહે છે–
અસમાયાં વિલિત તિરે છે”
અલ્લરાજની રાણુ હરિયાદેવી હૃણરાજાની પુત્રી હતી. એ રાણીના નામે “હર્ષપુર’ નામે ગામ વસાવવામાં આવ્યું હતું, જેમાંથી જેને પ્રસિદ્ધ “હર્ષપુરીયગછ ઉત્પન્ન થયે હતો. આ રાણીને રેવતી દેષ સમર્થ જૈનાચાર્ય બલિભદ્રસૂરિરાજે દૂર કર્યો હતો. આ રીતે રાજા અને રાણી જૈનધર્મથી પ્રભાવિત થયાં હતાં, તેમના મંત્રીએ અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું ત્યારે તેની પ્રતિષ્ઠા કરવા માટે એ વખતે ચિતોડમાં બિરાજતા સંડેરકગીય શ્રીયશોભદ્રસુરિને બોલાવવામાં આવ્યા અને તેમના હાથે મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સૂરિને સ્વર્ગવાસ સં. ૧૦૨૯ માં થયે એટલે એ પૂર્વે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી એટલું નિશ્ચિત છે.
લગભગ આ સમયમાં જ ચિતોડને પ્રસિદ્ધ જૈન કીર્તિસ્તંભ બાધવામાં આવ્યાનું જણાય છે.
અગિયારમી સદીમાં થયેલા પરમહંત કવીશ્વર ધનપાલે “સત્યપુરમંડન મહાવીરત્સાહ નામક અપભ્રંશમાં રચેલા કાવ્યમાં આઘાટના જિનમંદિરનો ઉલ્લેખ કરે છે.
તેરમા સૈકામાં થયેલા રાજા જેન સિંહના સમયમાં તેમને જગતસિંહ નામે મહામાત્ય હતું ત્યારે હેમચંદ નામના શ્રાવકે જેનેના સમગ્ર આગમ ગ્રંને અહીં તાડપત્ર પર લખાવ્યાં હતાં એ જ સમયે શ્રીજગચંદ્રસૂરિએ કરેલા ઉગ્ર તપને જોઈને રાજવીએ તેમને “તપ” બિરૂદ આપ્યું હતું ત્યારથી તપાગચ્છ અસ્તિત્વમાં આવ્યું, જે આજ સુધી તેના અનુયાયીઓની મોટી સંખ્યામાં વિદ્યમાન છે. આ જગચંદ્રસૂરિએ રાજસભામાં કેટલાક દિગંબર વાદીઓને જીતી લીધા ત્યારે એ સમયના રાજાએ તેમને “હીરલા” બિરૂદથી નવાજયા હતા.
૧. “જેન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૫, અંક: ૧૧. ટાઈટલ પેજ ૩. ૨. “સમરાદિત્યસંક્ષેપ'ની પ્રારંભિક પ્રસ્તાવને ક : ૩. શ્રી. ઓઝાજી કૃત “રાજપૂતાનેકા ઈતિહાસ’ જિદઃ ૨, પૃ. ૨૬-ર૮ : ૪. શ્રી. મુનિસુંદરસૂરિ કૃતઃ “ગુર્નાવલી' કઃ