________________
જૈન તીર્થ સંગ્રહ ૩૩૪
બીજી એક ૧૦૦ ફીટ લાંબી અને ૮૦ ફીટ પહેળી જેન ગુફા છે, જેને લેકે “ભીમ બજાર” તરીકે ઓળખે છે. આ ગુફામાં શસ્ત્રભંડાર અને રાજેક નામના એરડાઓ છે. રાજકમાં ભગવાન શ્રી આદિનાથની ૨ પ્રતિમાઓ મોજુદ છે.
આ બધી ગુફાઓ ઈલેરા, કાલે સાહસેટ વગેરે પ્રસિદ્ધ ગુફાઓ જેટલી મોટી નથી પરંતુ તેના કરતાં પ્રાચીન તે છે જ.'
૧૮૬, વઈ
(કઠા નંબર:૩૪૧૪) પીપલિયાથી ૩ માઈલ દૂર વઈ નામે ગામ છે. જેનેના તીર્થ તરીકે આ ગામ પ્રસિદ્ધ છે. અહીં ૫ જૈન શ્રાવકેની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૨ ધર્મશાળાઓ છે.
મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં બંધાયેલું હોવાનું મનાય છે. મૂળનાયકની મૂર્તિ ઉપર લેખ નથી પરંતુ તેમની પલાંઠી નીચે બંને બાજુએ વાઘની વિચિત્ર આકૃતિઓ રજૂ કરેલી છે અને મૂર્તિની રચના પણ એના પ્રાચીન સ્થાપત્યને ખ્યાલ આપે છે.
દર વર્ષે પિષ દશમીએ અહીં મેળો ભરાય છે.
૧૮૭ ઘસાઈ
(ઠા નંબર : ૩૪૪૫) સુવાસરા સ્ટેશનથી ૭ માઈલ દૂર ઘસાઈ નામે ગામ છે. ગામમાં ૧૨૫ જેન શ્રાવકોની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૧ જેન મંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આ મંદિર ઘૂમટબંધી છે. તેમાં પાષાણુની ૪ અને ધાતુની ૧ પ્રતિમા છે.
આ ગામમાં ચાર માઈલના ઘેરાવાવાળા એક સુકાઈ ગયેલા તળાવમાંથી કેટલાયે જેના અવશે હાલમાં જ પ્રાપ્ત થયાં છે. એ વિશે અંગ્રેજી દૈનિક “ભારતના તા. ૩૧-૭-૫૦ ના અંકમાં આ પ્રકારે હકીકત પ્રગટ થયેલી છે, તે અહીં ગુજરાતીમાં આપવામાં આવે છે.
૪૮ ભારતીય કળાભંડાર કેટલીયે સદીઓથી પ્રકૃતિના પરિવર્તનના પરિણામે જમીનમાં દટાયેલો પડયો છે અને નજર બહાર છે, તે મધ્યપ્રદેશના સુવાસરાથી છ માઈલ દૂર આવેલા ઘઈ ગામના (દટાયેલા) એ કળાકેદ્રને એ સ્થળના નિયામક (Director) શ્રીનાગેશ વલકરે પ્રકાશમાં મૂક્યું છે.
શ્રી ચવલકર, જેઓ પ્રસિદ્ધ કળાકાર અને મૂર્તિનિર્માપક છે, તેમણે હાલમાં જ આ ગામની મુલાકાત લઈને જણાવ્યું છે કે, અહીંના ૪ માઈલના ઘેરાવાવાળા સૂકા તળાવમાંથી શિલ્પકળાના હજારે ટુકડાઓ મળી આવ્યા છે. આ ટુકડાઓમાં સુંદર કારીગરીવાળા સ્તંભે, માનવઆકૃતિઓ અને ગદંભના મસ્તક્ની આકૃતિવાળા સેનાના કેટલાક સિક્કાઓ વિદ્યમાન છે. શ્રીયવલકર કહે છે કે, સરોવરની પાસે અર્ધ દટાયેલી સુંદર આકૃતિઓ અને કારીગરી ભરેલા પથ્થર મળે છે. સારા અનુભવી પુરાતત્વોનું મંડળ અહીં આવીને જુએ તે ઘણું સામગ્રી ઉપર પ્રકાશ પાડી શકાય એમ છે, આમાંની કેટલીક મૂર્તિઓ તે ૨૦૦૦ વર્ષ પહેલાંની પ્રાચીન છે, જે એ સમયની સંસ્કૃતિનું સંતોષકારક સુંદર ચિત્ર રજૂ કરી શકે.
જૈન મંદિરનાં ખંડિયેરે, અવશે અને સમાધિઓ આજે પણ ત્યાં નજરે પડે છે, જે એ સમયના લેકની સંસ્કૃતિ અને સૌંદર્ય. ભાવનાને પુરા રજૂ કરે છે.
૧. ટેટ-રાજસ્થાન' ભા. ૨, અધ્યાયઃ ૧૨.