________________
માસી ,
૩૧૯ - આ બધી પ્રવૃત્તિઓનું મુખ્ય સ્થાન દશપુર–મંદર હતું. મંદિરમાં જ વિર નિ. સં. ૫૨ માં આ ચાર અનુયેગને વિભાગ કર્યો તે “ત્રીજી આગમ વાચના” તરીકે પ્રસિદ્ધિ પામે. આર્ય રક્ષિતસૂરિએ “અનુગદ્વારસૂત્ર”ની સંકલના પણ કરી હતી. આ હકીકત ઉપરથી જેના કેદ્રધામ તરીકે મંદસોરનું તત્કાલીન મહત્ત્વ કેવું હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી.
આર્યરક્ષિતસૂરિએ અહીંના તત્કાલીન રાજાને પ્રતિબધ કરી જેનધમી બનાવ્યું હતું. તેમને સ્વર્ગવાસ સંભવતઃ દશપુરમાં જ વીર નિ. સં. ૧૯૭ માં થયે. વીર વિ. સં. ૧૮૪ વર્ષે પૃષ્ઠ કર્મ પ્રરૂપનાર સ્થવિર ગષ્કામાદિલથી અદ્વિક નામના સાતમા નિહરના સિદ્ધાંતની સ્થાપના મંદિરમાં જ થઈ હતી.'
માંડવગઢના સંગ્રામ સેની મંત્રીએ અહીં એક જૈન મંદિર પંદરમી શતાબ્દીમાં બંધાવ્યાને ઉલ્લેખ મળે છે.
આજે અહીં ૭૦૦ જેનેની વસ્તી છે, ૬ ઉપાશ્રયે અને ૪ ધર્મશાળાઓ છે. કુલ ૮ મદિર અહીં વિદ્યમાન છે. ખલચીપુરના શ્રી પાર્શ્વનાથના જેન દેવળનો ભતમાં ચણેલી દ્વારપાળેની પ્રતિમા ગુમકાલીન હોવાનું તજજ્ઞોનું મંતવ્ય છે. અહીંના ખાનપુરા સદરબજારમાં આવેલું શ્રીપાર્શ્વનાથનું ઘર દેરાસર “પદ્માવતીના દેરાસર” તરીકે ઓળખાય છે. આમાં પદ્માવતીની પ્રાચીન પ્રતિમા વિદ્યમાન છે. અહીંના ટેકરાઓ તથા પ્રાચીન ખંડિયેરની શોધ કરવામાં આવે છે જેના ઇતિહાસમાં મહત્વપૂર્ણ પ્રકરણને ઊમેરે થવાનો સંભવ છે.
અહીંથી ૪ માઈલ દૂર આવેલ સંદની ગામમાં થશે ધર્માએ રોપેલે કીર્તિસ્તંભ વિદ્યમાન છે. દિશાર્ણપુર:
આ દશપુરની પાસે જ દશાર્ણપુર નામે નગર હતું. દશાર્ણપુરની ઉત્તર-પૂર્વમાં દશાર્ણકૂટ નામે પર્વત હતું, જેનું બીજું નામ ગજાગ્રપદ અથવા ઈદ્રપદ હતું. “બૂડતુકલ્પસૂત્રમાં દશાર્ણકૂટનું વર્ણન છે. ચારે તરફ આવેલાં ગામેથી આ પર્વત ઘેરાયેલું હતું. ભગવાન મહાવીરે દશાર્ણભદ્ર રાજાને આ સ્થળે દીક્ષા આપી હતી. આ મહાગિરિએ આ સ્થળે તપશ્ચર્યા કરી હતી. આજે આ તીર્થભૂમિ લેકેને અજ્ઞાત છે.
૧૭૬. મગસી
(ા નંબર: ૩ર૦૦) મગસી સ્ટેશનથી ફગ દર મગસી નામે ગામ છે. આ તીર્થ કેટલું પ્રાચીન છે એ સંબંધે જાણવાને કઈ સાધન નથી પરંત કહે છે કે આજે જે સ્થળે મંદિર છે તે સ્થાનેથી મળી આવેલા એક પ્રાચીન ભોંયરામાંથી શ્રીપાશ્વનાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી હતી, તે મૂળ સ્થાને આજે આરસને ચેતરો બને છે અને એ જગા ઉપર વિશાળ મંદિર બંધાવવામાં આવ્યું છે. આ મંદિર કેણે બંધાવ્યું એ સંબંધી “વીરવંશાવલી કાર કહે છે–“સેની સંગ્રામે સં. ૧૪૭ર માં મગસી પાર્શ્વનાથને બિપ્રાસાદ સ્થાપે.” આ સંગ્રામ સેની વઢિયાર દેશના લોલાડા ગામના રહેવાસી હતા. તે માંડવગઢ ગયા અને વેપારથી સંપત્તિ ને કીર્તિ મેળવ્યાં. તેમની કુશળતા જોઈ ગયાસુદ્દીન બાદશાહે તેમને મંત્રી તરીકે નીમ્યા હતા. તેમણે અનેક ધાર્મિક કાર્યોમાં પિતાની સંપત્તિને છૂટે હાથે ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે કેટલાક ગ્રંથભંડાર અને ૧ મગસીમાં પાશ્વનાથ, ૨ માંડવગઢમાં શ્રી સુપાર્શ્વનાથ, ૩ મદસર, ૪ બ્રહ્મમંડલ, પ સામલિયા, ૬ ધાર, ૭ નગર, ૮ ખેડા, ૯ ચંદ્રાઉલી વગેરેમાં મળીને કુલ ૧૭ જિનમંદિર બંધાવ્યાં હતાં.
- સં. ૧૭૭૮ ના પિષ વદિ ૧૩ ના દિવસે નરસિંહદાસે આ તીર્થની યાત્રા કરી મગસીમંડન–પાશ્વનાથસ્તવન'ની રચના કરી છે. તેમાં આ મંદિર શ્વેતાંબર શ્રાવકે બંધાવ્યાની હકીકત આપી છે."
૫. ૧ ૨ જીદના પુષ્ટમાતં વર્વિત્તિ –“આવશ્યક નિર્યુક્તિ” ગાથા. ૨૩૭. ૬. જુઓ : “જેન સત્ય પ્રકાશ” વર્ષ : ૧, અંક : ૨.