SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર જૈન તીર્થ સર્વસંગ્રહ - ડૉ. હરિહર ત્રિવેદી પિતાના એક લેખમાં સાચું જ કહે છે કે—“મહમૂદ ગઝનીન સમયથી તુગલઘકાળ સુધી સ્કૂલ રીતે ગણીએ તો અગિયારમીથી ચૌદમી શતાબ્દી સુધી દેશમાં જે આક્રમણ થયાં, તેમાં મકાન અને દેવાલયોને જે ધ્વસ થયે તેમાં જૈનમંદિરની સંખ્યા વધારે હતી. આ ચાર શતાબ્દીઓમાં અનેક જૈનમંદિર ધરાશાયી થયાં જેવાં કે–અમરેલ, સુજવાયા, વાલિયર, ચંદેરી, પિથા, છાપેડા, દાદુર, સંધારા વગેરે....૦ નેમાડના અલિરાજપુર, ભથવાડ, વડદલા, સેરવા, ક્યારા, માલવઈ, મેલગામ, કુકડિયા, મટીપળ, કાલીવેલ, છેટી હતી, (ચાંદગઢ ફળિયા)માં જિનાલયનાં ખંડિયે પડેલાં છે. માલવઈન જિનાલયનું શિખર માત્ર બચેલું છે જ્યારે મંડપ અને નવશેકી તૂટેલી હાલતમાં છે. રીંગણેદમાં ૯ જિનમંદિરે હોવાના કારણે તે “નવવસહી” નામે ઓળખાતાં હતાં. અત્યારનાં બે મંદિર તે પાછલા સમયમાં બનાવેલાં છે, પરંતુ તેમાંની મૂર્તિઓ પ્રાચીન કાળની છે. રીંગણેદના જૂના ઉપાશ્રયમાં સં. ૧૨૯૬ ને લેખ આજે પણ મળી આવે છે. ડે. હરિહર ત્રિવેદી માળવાનાં જૈન મંદિરના નિર્માણ અને સ્થાપત્ય વિશે ખ્યાલ આપતાં કહે છે – “ખિલજી નરેશના જમાનામાં સંસ્કૃતમાં અનેક ગ્રંથે (શિલાલેખ)રચાયા, તેને હવે ધીરે ધીરે પત્તો મળે છે. મંદર જિલ્લાના ખટવાડા ગામમાં આ વંશને ઉત્કૃષ્ટ સંસ્કૃત ભાષામાં અંક્તિ એક લેખ મળે છે. તેમણે અનેક મહેલે કૂવા, વાવ વગેરે બનાવ્યાં; તેમાં ધાર, માંડવગઢ, સાદલપુર અને ઠીકરી વગેરેનાં નામે વિશેષ ઉલ્લેખનીય છે. તે સમયમાં એક વિશેષતા એ હતી કે હિંદુ અને જૈન સમાજમાં પારસ્પરિક પ્રેમ અને સહિષ્ણુતાની વૃદ્ધિ થઈ અને તેના ફલસ્વરૂપે હિંદુ અને જૈન મંદિર પાસે પાસે જ નિર્માણ થયાં. તેમાં કેટલાંક ઉદાહરણે સાદલપુર, તારાપુર, રેલી, નડેરી, સંધાર અને કેશુલી વગેરે. . - “(સેળ શતાબ્દી)માં જે જેન, શિવ અને વેષ્ણવ મંદિરનું નિર્માણ થયું, તેમાં પણ જેને સ્થાપત્યકળાની જ છાપ વધારે નજર આવે છે. આવી રીતે ૧૫-૧૬ મી શતાબ્દી માળવાના જૈન મંદિરોને પુનરુદ્ધારને સમય સમજવો જોઈએ. આ સમયમાં અરઈ, રાબેત્ર, ચંદેરી. રતલામ, રામપુરા ઈત્યાદિ સ્થાનમાં જે જિનમંદિર બન્યાં તે કળાની દષ્ટિએ અનોખાં છે. . “કઠડેશ્વર પાશ્વનાથનું વિશાળ મંદિર એક ચબૂતરા ઉપર બંધાયું છે અને તે પછી બનેલ કાંગરાઓથી સુશોભિતે એક કારવાળા પરકોટાથી ઘેરાયેલું છે. એના થાંભલા, શિખર, દાસા અને અન્ય સ્થાને ઉપર જુદી જુદી જાતનાં તૈલચિત્રે શોભી રહ્યાં છે.” * આ પ્રમાણે મધ્યભારતનાં જૈન મંદિરની સુંદરતા, અને જેને સ્થાપત્યકળાની કરેલી અભિવૃદ્ધિનું વર્ણન કરી આગળ જતાં તેમણે પોતાની તટસ્થવૃત્તિના પ્રતીક સમાન એ પણ જણાવ્યું છે કે –“અહીંનાં જૈન મંદિરોના ઉત્કર્ષમાં કેવળ આક્રમણકારી મુસ્લિમ શાસકે જ બાધક નહતા પરંતુ સંકુચિત વિચારવાળા અને ધર્માન્ત તથા અહંમન્ય બ્રાહ્મણોના મનમાં “રતના. તારામનોબપિ ન નમન્દિરમ્’ વાળી ભાવના પણ કામ કરી રહી હતી. એટલું જ નહિ; પિતાની આ કળાને જીવિત રાખવાના હેતુથી અમારા જેન બંધુઓને ક્યાંય ક્યાંય સંઘર્ષ પણ કરવો પડયો, જેમકે મંદર જિલ્લાના કઠડી નામના ગામમાં રામમંદિર”ના ઉદાહરણથી સ્પષ્ટ છે. આ મંદિરની સ્થાપત્યકળા મધ્યકાળના જૈિન મંદિરના જેવી જ છે અને તેમાં સ્થાપેલી પ્રતિમાનું પૂરું નામ “જેનભંજન રામ’ છે, જે કઈ સમયે આ સ્થાન ઉપર ધર્મનિમિત્તે થયેલા સંગ્રામનું દ્યોતક છે.” * આ અવતરણે ઉપરથી પણ મધ્યકાલીન જૈન સ્થાપત્યકળાના વિકાસ-હાસને ખ્યાલ આવે છે અને માળવામાં એતિહાસિક કાળનાં મંદિરોને કમસર વિકાસ સ્પષ્ટ થાય છે. “ મારવાડનાં મંદિરે પછી મેવાડનાં મંદિરોની નામાવલીના કોઠા આપેલા છે, પરંતુ મેવાડને ઈતિહાસ મારવાડના રાજકીય ઈતિહાસ સાથે જ જોડાયેલા હોવાથી મારવાડની મંદિરોવલી” માં જ મેવાડનાં મંદિર ઈતિહાસ આવી જાય છે એટલે તેનું અમે અલગ વિવેચન કર્યું નથી. વળી, વાલિયર જેવાં મધ્યભારતનાં સ્થાને ઉત્તર પ્રદેશના કોઠાઓમાં ઉલ્લેખ છે, છતાં તેવાં સ્થળ વિશે અમે અહીં જ નિર્દેશ કરેલો છે. ૮. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ ૧૬, અંક : ૬ માં મધ્યભારતકી જૈન સ્થાપત્યકલા શીર્ષક લેખ.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy