________________
૩૧.
માલવાનો મંદિવલી ફેલાવી હતી. તેણે જૈનધર્મને રાજધર્મ બનાવી અનાર્ય દેશોમાં પણ ધર્મોપદેશકને મોકલી જેનધર્મને પ્રચાર કર્યો હતે. એ જ કારણ છે કે જેના ઈતિહાસમાં સંપ્રતિએ ખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અશક સંબંધી શિલાલેખેને વાંચતાં ઐતિહાસિકોએ કેટલીક ગંભીર ભૂલે કરેલી હોય એમ પ્રતિપાદન કરવામાં આવે છે. એ ચર્ચાને સાર તપાસીએ તે પ્રિયદશિન્ એ અશક નહિ પણ સમ્રાટ સંપ્રતિ જ હતું એમ કબૂલ કરવું પડે. શિલાલેખેને એ રીતે જોવામાં આવે તે અશેક કરતાં સંપતિના જીવન સાથે તે વધુ બંધબેસતા જણાઈ આવે. - આર્ય ચંડ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય રક્ષિતસૂરિ અને આર્ય આષાઢ, અહીં પધાર્યા હતા. આર્ય કાલકસૂરિએ. પિતાની સાધ્વી બેન સરસ્વતીનું અપહરણ કરનારા ગર્દભિલ્લ રાજાને શાહી રાજાઓ દ્વારા પરાસ્ત કરાવી ઉજજેનની ગાદી ઉપર બલમિત્ર-ભાનુમિત્રને બેસાડ્યા હતા જે બંને ભાઈઓ વિક્રમાદિત્યના નામે ખ્યાતિ પામ્યાએ પછી ઉજજેનનું મહાકાલ મંદિર ફરીથી શેના અધિકારમાં ગયું.
દશપુર (બંદર)માં આર્ય રક્ષિતસૂરિએ (વીર નિ. સં. પરર) અધ્યાપક વિંધ્યની પ્રાર્થનાથી જૈન સાહિત્યને ચાર અનુગમાં વિભાજિત કર્યું હતું. આર્ય રક્ષિતસૂરિના સમય સુધી વસ્ત્રપરિધાન કારણ પ્રસંગે જ થતું હતું. તેમના સમય સુધી સાધુને એક જ પાત્ર રાખવાને આદેશ હતું પરંતુ તેમણે વર્ષાઋતુના ચાર માસ માટે પાત્ર ઉપરાંત માત્રક”—નાનું પાત્ર રાખવાની આજ્ઞા આપી.* તેમના સમય સુધી સાધ્વીઓ સાધ્વીઓના પાસે આલેચના-પ્રાયશ્ચિત્ત લેતી હતી પણ આર્ય રક્ષિતસૂરિથી સાધ્વીઓને એ અધિકાર રથ. સાધુઓની માફક સાધ્વીઓને પણ સાધુઓ પાસે આલેચના લેવાનું ત્યારથી નક્કી થયું.
આ ઉપરથી લાગે છે કે, આર્ય રક્ષિતસૂરિ એક યુગપ્રવર્તક પુરુષ હતા. તેમણે જે બધાં પરિવર્તને ર્યા તે અસામાન્ય સંગેને આધીન થઈને કર્યો હોવાં જોઈએ. આ ઉપરથી એટલું નક્કી થાય છે કે પ્રાચીન શ્રમણ સંસ્કૃતિને હાસ અને નવીન આચાર-પદ્ધતિને પ્રારંભ શ્રી આર્ય રક્ષિતસૂરિના શાસનમાં થવા માંડયો. એમના સમયે આ પ્રદેશમાં જેને સંસ્કૃતિ નવા સ્વરૂપે સજીવન બની.
એ પછી ગુપ્ત સમયમાં ઉદયગિરિ ઉપર ગુપ્ત સં. ૧૦૬માં શંકર મુનિએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવ્યાને શિલાલેખ મળી આવે છે અને તાલનપુરના મંદિરમાં રહેલી તારાપુરની વિ. સં. ૬૧૨ ના સંવવાની પ્રતિમાને લેખ. જોવામાં આવે છે. વળી, ગ્વાલિયરના આમરાજ (નવ સૈકે)ને પ્રતિબંધ કરનાર બમ્પટ્ટિ જેવા મહાવિદ્વાને આ પ્રદેશમાં જૈનધર્મનો પ્રસાર કરી કેટલેય સ્થળે જૈનમંદિરે બંધાવવાને ઉપદેશ આપ્યો હતો. આમરાજે ગ્વાલિયર.૫. કનેજ, મથુરા વગેરે સ્થળે જિનમંદિર બંધાવ્યાની અને કેટલેય સ્થળે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાની માહિતી પ્રભાવક ચરિત કાર આપે છે. એકંદરે મધ્યકાળમાં જેનધર્મના પ્રસારની સામગ્રી બહુ જૂજ મળી આવે છે.
એ પછી લગભગ ૧૦-૧૧ મા સિકામાં માલવાના વિદ્યાપ્રિય રાજવીએ મુંજ અને ભેજના સમયમાં જૈનાચાર્યો એ રાજવીઓની રાજસભામાં આવ્યાના પુરાવાઓ પ્રબંધ ગ્રંથમાંથી મળી આવે છે. વીશ્વર ધનપાલના ભાઈ શોભન મુનિ, સુરાચાર્ય. શાંતિસર વગેરે આચાર્યોએ ભેજની રાજસભામાં પિતાની વિદ્વત્તાને પર બતાવી તેમની વાદસભાઓમાં વિજય મેળવ્યા હતા. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ તો ભેજ (વિ. સં. ૧૦૬૭ થી ૧૧૧૧)ની રાજસભા વચ્ચે ૮૪ વાદીઓ ઉપર વિજય મેળવી ભેજરાજ તરફથી માલવાના ૮૪ લાખ રૂપિયા મેળવ્યા હતા. જેમાંના સાઠ હજાર જેટલા રૂપિયા તે તેમણે થરાદના જિનમંદિરનો જીર્ણોદ્ધાર માટે મોકલી આપ્યા હતા. આ ઉપથી માલવામાં જૈનાચાર્યોએ રાજવીઓ ઉપર પ્રભાવ પાડી જૈનધર્મનો પ્રચાર કરવા માંડયો એ સમયે અહીંની મંદિરાવલીના જીર્ણોદ્ધાર પણ થવા લાગ્યા. અને નવીન મંદિર બંધાવા પણ માંડ્યાં એટલું ઉપયુક્ત હકીકતમાંથી જણાય છે. પરંતુ એ મંદિર પાછળથી મુસ્લિમોના આક્રમણને ભોગ બન્યાં અને કેટલાંક જૈનમંદિર મસ્જિદમાં પરિવર્તન પામ્યાં હોવાની ઈતિહાસ સાક્ષી પૂરે છે. *
૩. “જૈન સત્ય પ્રકાશ” વિક્રમાંકમાં, “સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્ય' શીર્ષક માટે લેખ ૪. “વ્યવહાર ચૂર્ણિ’ ઉદ્દેશ૫. ગ્વાલિયરમાં ૨૩ હાથ ઊંચું શ્રીમહાવીર જિનનું મંદિર કરાવી તેમાં લેયમય જિનપ્રતિમાની સ્થાપના કરી હતી. ૬. કતામાં ૧૦૬ હાથની ઊંચાઈવાળ જિનચૈત્ય બનાવી ૧૮ ભાર સુવર્ણની પ્રતિમાને શ્રીબમ્પભક્સિરિના હાથે પ્રતિષ્ઠિત કરાવી હતી.
૭. માલવાનાં ૧ લાખના ગુજરાતના ૧૫ હજારને બદલે (exchange) થતો હોવાથી જે તે હિસાબે ૧૨૬૦૦૦૦ ગર તા. રૂપિયા આપ્યા હતા.