SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫? ચાણસ્મા લાવવામાં આવી છે, જે પંચાસરની એતિહાસિક સમૃતિઓ પાટણમાં તાજી કરાવે છે. ચૌદમા સૈકામાં થયેલા શ્રીજયશેખરસુરિ “પાર્શ્વનાથ સ્તવન માં કહે છે – “જુ ચાપિ પંચાસરઈ આસ પૂર શ્રીસુમતિસૂરિએ સં. ૧૫૪૮માં શ્રી હેમવિમલસૂરિને અહીં આચાર્ય પદવી આપી હતી. શ્રીવિજયસેનસૂરિજીએ પંચાસરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું અને વિ. સં. ૧૮૯૧માં જેસલમેરથી બાફણ ગેત્રના ગુમાનચંદ બહાદરમલ્લ વગેરે પાંચ પુત્રએ શત્રુંજયગિરને સંઘ કાઢ્યો હતો ત્યારે બીજી તીર્થો સાથે તેમણે પંચાસરની યાત્રા પણ કરી હતી. એરવાડેઃ આ પંચાસર ગામથી પૂર્વ દિશામાં ૪ માઈલ દૂર એરવાડા નામનું ગામ છે. ત્યાં પંદરેક વર્ષે પૂર્વે મકાનનો પાયે ખોદતાં જમીનમાંથી મોટી સપરિકર પ્રાચીન પંચતીર્થી મૂર્તિ મળી આવી છે. તેના ઉપર સં. ૧૧૦૭ શિલાલેખ કેતરાયેલો છે. આ લેખ પરથી જણાય છે કે આ મૂર્તિ એરવાડા ગામના દેરાસરમાં જ મૂળનાયક તરીકે પહેલાં બિરાજમાન હતી. મુસલમાની રાજકાળમાં લડાઈના ભયને લીધે, આ મૂર્તિને જમીનમાં ભંડારી દીધી હશે. આ મૂર્તિને જમીનમાંથી કાઢતાં ગામડાના લેકેદ્વારા ગરદનથી ખંડિત થયેલી છે પણ કાઉસગિયા તથા પરિકર સાબૂત છે. આ મતિ અહીંના ઠાકર મંદિરમાંની એક ઓરડીમાં ગામના લોકોએ રાખી છે. અહીં શ્રાવકનું ઘર એકે નથી. ૨૭. ચાણસ્મા (કઠા નંબર: ૯૨૪) ચાણમા કેટલું પ્રાચીન હશે તે કહી ન શકાય. જેન ગ્રંથમાંથી ચૌદમા સિકાના ઉલેખે તે મળે જ છે અને એ સમયમાં ભટેવા પાર્શ્વનાથ ચૈત્ય બંધાર્યું હશે, જેનું બીજું પ્રમાણ પણ સાંપડે છે. “વીશા શ્રીમાલી જ્ઞાતિના એક પ્રાચીન કુલની વંશાવલી”માં જણાવ્યું છે કે____ पूर्वि वर्धमान भाई जयता उचली चाहणसामि वास्तव्यः सासग़मांही तब श्रीभट्टेवा श्रीपाश्वनाथचैत्यं कारापितं सं० २३३५ वर्षे अंचलगन्छे श्रीअजितसिंहसूरीणामुपदेशेन प्रतिष्टितम् ॥"3 અતવર્ધમાનના ભાઈ જયતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પોતાના સાસરાના ગામ ચાણસ્મામાં વાસ કર્યો, ત્યાં તેણે શ્રીભટેવા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય શ્રીઅજિતસિંહસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. પરંતુ “ભટેવા પાર્શ્વનાથ” નામ કેમ પડયું એ સંબંધી આમાંથી ખુલાસો મળતો નથી. એ વિશે સં. ૧૭૭૦માં શ્રીભાવરત્નસૂરિએ રચેલા “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિસ્તવનમાં આ મંદિર વિશેની આખ્યાયિકા સંગ્રહાયેલી છે અને કર્તા વય કહે કે, તે આખ્યાયિકા પણ પ્રાચીન સ્તવનમાંથી મેં ઉદ્ધારી છે. એ સ્તવનને એતિહાસિક સાર ઈડર પાસે ભાડુઆર ગામમાં સુરચંદ નામે ગરીબ વણિક હતું, કેઈ પુણ્યનિમિત્તથી તેના ઘરમાંથી શ્રીપાવું. નાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી ત્યારથી તે સંપન્ન અને સુખી થયે. એ હકીક્ત ઈડરના રાજાએ જાણી ને એ પ્રતિમાની માગણી કરી. સુરચંદ શેઠે એ પ્રતિમા ન આપતાં ગામના ગંદરે જમીનમાં ભંડારી દીધી. રાજાએ તેનું ઘર લૂંટી લીધું. ૧. “પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૮૧, ૮૨, ૨. “જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' ૭૩. , ૩. “જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથઃ” પૃ. ૨૦૭. ૪. “ જેનસત્યપ્રકાશ " વર્ષ: ૮, અંક: ૨, પૃ. ૪૪-૪૭.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy