SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જૈન તીર્થ સર્વસંગ્રહ “ચંદ્રાવતી (ચાણસ્મા)માં વસતા રવિચંદ નામના શ્રાવકને એ પ્રતિમાની ભાળ મળતાં તે લઈ આવ્યો અને તેણે ચાણસ્મામાં એક મંદિર બંધાવી સં. ૧૫૩૫ની અખાત્રીજે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. આ બંને ઉલ્લેખ આપણી ઐતિહાસિક વિગતને પૂરક બને છે. ભાડુઆર ગામમાંથી મળેલી પ્રતિમાના કારણે “ભટેવા’ નામ પડ્યું એ ખુલાસો આપણને સ્તવનમાંથી મળી રહે છે. જ્યારે સં. ૧૯૩૫માં આ ગામમાં મંદિર બંધાવ્યું એવી વંશાવલીની હકીકત વિશ્વસનીય ઠરે છે. કેમકે તેને પ્રતિષ્ઠાપક સૂરિવરનું આચાર્યપદનું વર્ષ સં.૧૩૧૪ અને સ્વર્ગવાસનું વર્ષ સં. ૧૩૫૯ પટ્ટાવલીઓ નેધે છે. આથી સ્તવનમાં આપેલું સં. ૧૫૩૫નું પ્રતિષ્ઠાનું વર્ષ કાંતે જીર્ણોદ્ધારનું હોય કે એ સ્તવન લખનાર લહિયાની ભૂલથી સં. ૧૩૩૫ ને બદલે ૧૫૩૫ લખાઈ ગયું હોય. સ્તવનમાં આપેલે સુરચંદ શેઠ કે રવિચંદ શેઠ અને વંશાવલીમાં આપેલા વર્ધમાનને ભાઈ જયતાનાં નામો વિશે જાણવાને બીજ પ્રમાણની જરૂર રહે છે. કેમકે આવાં સ્તવનેના વર્ણનને બહુધા લેકકથાનો આધાર હોય છે. બીજી હકીકતરૂપે એમ પણ માનવાને કારણ મળે છે કે, ભટેવા નામનું ગામ મારવાડમાં પાલી પાસે આવેલું છે. ત્યાંના વતનીઓ ઉચાળ ભરીને આ તરફ આવ્યા ત્યારે આ મૂર્તિ સાથે લેતા આવ્યા અને દેવળ બંધાવી તેનું નામ ભટેવા પાર્શ્વનાથ” રાખ્યું હોય. આ ગામમાં આજે ભટેવા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર છે. તેનું દ્વાર ઉત્તર દિશામાં છે. તેમાં મૂળ નાની પ્રતિમા વળની બનાવેલી હોય એવી રંગરચના લાગે છે. આથી પણ ખાતરી થાય છે કે આ મંદિર ઘણું પ્રાચીન છે. સં. ૧૮૭૨ તે તેને જીર્ણોદ્ધાર થયા છે. લગભગ ૨૦-૨૨ વર્ષ પહેલાં પાયા ખોદતાં જમીનમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નીકળી હતી ને તે મૂર્તિ માટે નાનું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રીલલિતપ્રભસૂરિએ સં. ૧૯૪૮માં રચેલી “પાટણચૈત્યપરિપાટીમાં અહીંના મંદિર અને મૂર્તિસંખ્યાને ઉલ્લેખતાં કહ્યું છે: ચાણસમઈ તે પૂજઈ તુ, ભદેવું શ્રીપાસ રે, અત્રિીસ પડિમા નિરખતાં તુ, પૂગી મનની આસરે.” ૧૯૪ આ સિવાય અઢારમા સૈકાના ઉપા. શ્રીમેઘવિજયજી તીર્થમાળા માં સેંધે છે કે– ચાણસમા ધન એ, ભટેવી ભગવંતર આ મંદિરની જોડે જ પશ્ચિમ તરફ વિશાળ ઉપાશ્રય છે. જેની વસ્તી સારા પ્રમાણમાં છે. * ૨૮. રૂપપર (કોઠા નંબરઃ ૦ર૮) રૂપર ગામ પ્રાચીન હોય એમ ગામ બહાર ઊભેલા પ્રાચીન પાળિયાઓ અને અહીંના તળાવની બાંધણી ઉપરથી જણાય છે. તળાવના ચારે દિશાના પ્રવેશદ્વાર, તેના ઉપરની બેઠકે-ચોકીઓ અને ગરનાળાં પ્રાચીન શાસ્ત્રીય પદ્ધતિએ બંધાયેલાં છે. કહેવાય છે કે આ તળાવ ગૂર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. ૧. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ'માં આપેલી વિગત પ્રમાણે-ભગતિયા પાશ્વનાથમાંથી ભટેવા પાર્શ્વનાથ નામ પ્રચલિત થયું એ ક૯૫ના નિરાધાર ઠરે છે. ૨. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃ ૧૩૫.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy